Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે ફેનિલને સંભળાવી શકે છે સજા

સુરતમાં 12 ફેબ્રુઆરીએ જાહેરમાં એક યુવતીની હત્યા કરી માનવતાને શરમમાં મુકનારા ફેનિલને આજે કોર્ટ સંભવતઃ સજા સંભળાવી શકે છે. આ મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઇ ચુકી છે. જે બાદ ગ્રીષ્માની હત્યાના આરોપમાં કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો છે.  સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની ગત 12 ફેબ્રુઆરીએ એક પાગલ પ્રેમી દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ઘટનાને અંજામ આપતી વખતે યુવતીના કાકા પણ સ્થળ પ
ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે ફેનિલને સંભળાવી શકે છે સજા
સુરતમાં 12 ફેબ્રુઆરીએ જાહેરમાં એક યુવતીની હત્યા કરી માનવતાને શરમમાં મુકનારા ફેનિલને આજે કોર્ટ સંભવતઃ સજા સંભળાવી શકે છે. આ મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઇ ચુકી છે. જે બાદ ગ્રીષ્માની હત્યાના આરોપમાં કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો છે.  
સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની ગત 12 ફેબ્રુઆરીએ એક પાગલ પ્રેમી દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ઘટનાને અંજામ આપતી વખતે યુવતીના કાકા પણ સ્થળ પર હાજર હતા, જેમણે ભત્રીજીને બચાવવાનો પ્રયાસ કર્યો તો પાગલ પ્રેમીએ તેના પર પણ હુમલો કર્યો હતો. હવે આ કેસમાં આજે કોર્ટ ફેનિલને સખત સંભળાવી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, ફેનિલની હાજરીમાં જ તેને સજા સંભળાવવામાં આવશે. વળી, દોષિત જાહેર થયા બાદ કોર્ટ દ્વારા સજા માટે ત્રણ વખત તારીખ આપવામાં આવી છે. ત્યારે આજે કોર્ટ તેને સંભવતઃ સજા સંભળાવી શકે છે. આ પહેલા ફેનિલને સખત અને મહત્તમ સજા થાય તે માટે સરકારી વકીલે માગ કરી હતી. તો બીજી તરફ ફેનિલના વકીલે ઓછામાં ઓછી સજા થાય તેવી કોર્ટને માગ કરી છે. આ ચકચારી ગ્રીષ્મા હત્યા કેસના ચુકાદા પર સૌ કોઇની નજર છે. જો જનતા અને ગ્રીષ્માના પરિવારની વાત કરીએ તો તેઓ ફેનિલને સખત સજા થાય તેવી જ માગ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે કોર્ટ આ મામલે ફેનિલને શું સજા સંભળાવે છે. 
ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં 2,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને 23 પંચનામા કર્યા હતા. સાથે જ પોલીસે આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. બીજી તરફ કોર્ટમાં સરકારી વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ (Rarest of the Rare Case) ગણાવી આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવાની માગ કરી હતી. અહીં સૌથી નવાઇની વાત એ છે કે, કોર્ટમાં આટલી બધી કાર્યવાહી થઇ હોવા છતા આરોપી ફેનિલ ગોયાણીને જાણે કોઈ અફસોસ જ ન હોય તેવું વર્તન કરી રહ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.