Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પાલિકા બનાવશે 50 ચાર્જિંગ સ્ટેશન

પાંચ રાજ્યોમાં ચૂંટણીનું પરિણામ આવી ગયા બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો છે. જે વિશે પહેલાથી જ લોકો જાણકાર હતા. કહેવાય છે કે, આ ભાવ વધારો ધીમે ધીમે અને રોજ વધશે. ત્યારે સામાન્ય નાગરિક માટે જીવન નિર્વાહ કરવો ઘણું મુશ્કિલ બની રહેશે. આ સ્થિતિમાં ઈલેક્ટ્રિક વાહન જાહેર જનતા માટે વરદાનરૂપ સાબિત થઇ શકે છે. કઇંક આવી જ પહેલ સાથે દેશમાં ઘણી કંપનીઓ કામ કરી રહી છે. ત્યારે સુરત શહે
શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પાલિકા બનાવશે 50 ચાર્જિંગ સ્ટેશન
પાંચ રાજ્યોમાં ચૂંટણીનું પરિણામ આવી ગયા બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો છે. જે વિશે પહેલાથી જ લોકો જાણકાર હતા. કહેવાય છે કે, આ ભાવ વધારો ધીમે ધીમે અને રોજ વધશે. ત્યારે સામાન્ય નાગરિક માટે જીવન નિર્વાહ કરવો ઘણું મુશ્કિલ બની રહેશે. આ સ્થિતિમાં ઈલેક્ટ્રિક વાહન જાહેર જનતા માટે વરદાનરૂપ સાબિત થઇ શકે છે. 
કઇંક આવી જ પહેલ સાથે દેશમાં ઘણી કંપનીઓ કામ કરી રહી છે. ત્યારે સુરત શહેરમાં પણ ઈલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા પાલિકાએ એક પ્રયોગ શરૂ કર્યો છે. શહેરમા ઈલેક્ટ્રિક વાહનો માટે 50 ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે. પાલિકા સમાવિષ્ટ તમામ 9 ઝોનમાં ચાર્જિંગ સ્ટેશનો બનાવાશે. 50 ચાર્જિગ સ્ટેશનોમાં 25 ફાસ્ટ ચાર્જિગ અને 25 સ્લો ચાર્જિંગ સ્ટેશન બનશે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વાહન માટે ટેક્સ અને પાર્કિંગમાં લાભની પણ જોગવાઇ પાલિકાએ કરી હતી. એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ ચાર્જિંગ સ્ટેશનો શરૂ થવાની પૂરી સંભાવનાઓ વર્તાઇ રહી છે. 
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે સુરતમાં પણ ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત પાલિકા દ્વારા ઈલેક્ટ્રીક બસ દોડાવવામા આવે છે તેની સાથે સાથે લોકો પણ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઈલેક્ટીક વાહનોની ખરીદી કરી રહ્યાં છે. લોકો વાહન ખરીદી રહ્યાં છે તેઓ માટે ચાજીંગ સ્ટેશન શરૂ કરવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.