ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નજીવી બાબતે લાકડાના ફટકા મારી યુવકની હત્યા, CCTV ફૂટેજના આધારે ઝડપાયો આરોપી

સુરત શહેરમાં દરરોજ હત્યાના બનાવો બની રહ્યા છે,છેલ્લા કેટલાય દિવસથી હત્યાના બનાવોનો સિલ -સિલો યથાવત રહેવા પામ્યો છે,આજે પણ છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં બે અલગ અલગ વિસ્તારોમાં બે હત્યાના બનાવો બન્યા હતા.જેમાં લાલગેટમાં જમવાના મુદ્દે બોલાચાલી થયા બાદ યુવાનને લાકડાના ફટકા મારી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયેલા આરોપીએ તમામ હદ પાર કરી નાખી હતી
02:58 PM Oct 11, 2022 IST | Vipul Pandya
સુરત શહેરમાં દરરોજ હત્યાના બનાવો બની રહ્યા છે,છેલ્લા કેટલાય દિવસથી હત્યાના બનાવોનો સિલ -સિલો યથાવત રહેવા પામ્યો છે,આજે પણ છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં બે અલગ અલગ વિસ્તારોમાં બે હત્યાના બનાવો બન્યા હતા.જેમાં લાલગેટમાં જમવાના મુદ્દે બોલાચાલી થયા બાદ યુવાનને લાકડાના ફટકા મારી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયેલા આરોપીએ તમામ હદ પાર કરી નાખી હતી,રાત્રિના સમયે લોકોની અવરજ્વર વાલા રોડ ઉપર જ લાકડાના ફટકા મારી ને હત્યા ને અંજામ આપી ઠંડે કલેજે ત્યાંથી ભાગી છૂટ્યો હતો,અને લાલ ગેટ પોલીસ દોડતી થઈ ગઈ હતી,સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજના આધારે હત્યારા આરોપી ને ઝડપી પાડ્યો છે,લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા નરેશ નામના યુવાનની અજાણયા ઈસમ દ્વારા હત્યા કરવામાં આવી હતી,અને આ હત્યા CCTV માં કેદ થઈ ગઈ હતી,લાલગેટ પોલીસ સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ તપાસ આદરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે અરવિંદ કોળી પટેલ નામના આરોપીને ઝડપી પડ્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ લલીત વાગડીયા એ જણાવ્યું હતું કે અરવિંદની કડકાઈથી પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે તે ફૂટપાથ પર રહેતો હતો અને મોડીરાત્રે જમવા બાબતે મૃતક નરેશ સાથે ઝઘડો થયો હતો,જેમાં બાદમાં નરેશએ,અરવિંદના ખિસ્સા ચેક કર્યા હતા. જેથી અરવિંદ ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલ લાકડાના ફટકા વડે નરેશને માથામાં તથા શરીરના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેને જીવલેણ ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું.સુરત ક્રાઇમ બ્રાન્ચ એ સેન્ટિંગ નું કામ કરતા અરવિંદ ને CCTV ફૂટેજના આધારે પકડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Tags :
CCTVFootageGujaratFirstwoodenblowyoungman
Next Article