Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉધનામાં ફાયરિંગની ઘટનાના આરોપીઓ ઝડપાયા, ભીમરાડ ચેક પોસ્ટ પાસે ફિલ્મીદ્રશ્યો સર્જાયા

સુરતના (Surat) ઉધના (Udhana) વિસ્તારમાં ગઈ કાલે ભંગારની દુકાન સામે જાહેરમાં બે લોકો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે (Police) આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી હતી જેમાં ફિલ્મી સીન પણ સર્જાયા હતા. જેથી આરોપીઓ ને પકડવા જતા પોલીસની કારને પણ નુકશાન થયું હતું.ઉધનામાં ફાયરિંગની ઘટનાસુરતમાં લૂંટ ફાટ મારા મારી જેવી અનેક ઘટના ઓ.સતત બનતી રહે છે તેવામાં સુરતના ઉધના વિàª
12:48 PM Feb 05, 2023 IST | Vipul Pandya
સુરતના (Surat) ઉધના (Udhana) વિસ્તારમાં ગઈ કાલે ભંગારની દુકાન સામે જાહેરમાં બે લોકો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે (Police) આરોપીની બાતમીના આધારે ધરપકડ કરી હતી જેમાં ફિલ્મી સીન પણ સર્જાયા હતા. જેથી આરોપીઓ ને પકડવા જતા પોલીસની કારને પણ નુકશાન થયું હતું.
ઉધનામાં ફાયરિંગની ઘટના
સુરતમાં લૂંટ ફાટ મારા મારી જેવી અનેક ઘટના ઓ.સતત બનતી રહે છે તેવામાં સુરતના ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બે બાઈક સવાર આવી અને જાહેરમાં ભંગારના ગોડાઉન માલિક જાવેદ નામના ઈસમ પર ફાયરિંગ કર્યું હતું.અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મહત્વ ની વાત છે કે આ ફાયરિંગ ની ઘટના મા સદનસીબે કોઈ જાનહાની થઈ ના હતી. જોકે ફાયરિંગ જેવી ઘટના જાહેરમાં થતા જ આસપાસ ના વિસ્તાર ના લોકો ડરી ગયા જેથી ઘટના ને પગલે તાત્કાલિક પોલીસ ને જાણ કરવામાં આવી હતી.
ભીમરાડ ચેક પોસ્ટ નજીક આરોપી ઝડપાયા
જેથી પોલીસે બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળમા સુરતની ઉધના પોલીસ તેમજ સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ જોતરાઈ હતી અને બાતમી ના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડયા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે ફાયરિંગ કરનારા બે લોકો સ્પોર્ટ્સ બાઈક સાથે ભીમરાડ ચેક પોસ્ટ પાસે ઉભા છે. જેથી તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે ત્યાં રવાના થઈ હતી..જેવા આરોપીઓ પોલીસને જોઈ ગયા એવી તુરંત બાઈક ભગાવી હતી અને ફિલ્મી સીન સર્જાયા હતા.
આરોપીઓને પકડવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા
જેમાં બાઈક સવાર આરોપીઓ દ્વારા પોલીસની કાર સાથે ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર મારી હતી કે પોલીસ ની કાર ના એર બેગ પણ બહાર આવી ગયા હતા અને કારના બોનેટને ખાસ્સું એવું નુકશાન પહોંચ્યું હતું..જોકે આ ટક્કરમાં ફાયરિંગ કરનાર આરોપી ઓ.પણ નીચે પટકાયા હતા જેથી તેમને પણ ઇજા થઇ હતી. ટક્કર બાદ પોલીસે ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી અને એક બાળ કિશોર આ બંનેને 2 લોડેડ પિસ્ટલ તેમજ સાત કારતુઝ સાથે ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા.
હત્યા કરવાની યોજના હતી
જે દરમ્યાન પોલીસે બંનેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પિસ્ટલ અને કારતુઝ ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરે એક વકીલ ને મારવા માટે સોપારી આપી. હતી અને નવસારી ખાતે રહેતા વકીલને મારી નાખવા માટે પિસ્ટલ તેમજ કારતુઝ આપ્યા હતા જેથી પોલીસે ભાવેશ ઉર્ફે લાલો રામુ મેર ની પણ ધરપકડ કરી હતી. સંજય તેમજ બાળ કિશોર ને પિસ્ટલ આપ્યા બાદ તેમણે પોતાની અંગત અદાવત જાવીદ પર ફાયરિંગ કરી તેની હત્યા કરી નાખવાની યોજના બનાવી હતી..જેથી પોલીસે ફાયરિંગ કરનાર એક બાળ કિશોર તેમજ સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી તેમજ પિસ્ટલ આપનાર ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - NIA એજન્સીના હેડકમાન્ડન્ટ હોવાની ખોટી ઓળખ આપનારો આખરે છેતરપિંડીનો આરોપી નીકળ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeNewsFiringGujaratFirstSuratSuratNewsUdhana
Next Article