આવું આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માન્યો સૌનો આભાર
નેશનલ ગેમ્સ (National Games 2022) અંતર્ગત સુરત ખાતે રામાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની (Table Tennis Tournament) આજે પૂર્ણાહૂતી થઈ છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ગુજરાતનું એકંદરે ખુબ સારૂ પ્રદર્શન કર્યું છે. પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીએ હાજરી આપી તેમના હસ્તે તમામ વિજેતાઓને મેડલ એનાયત કર્યો હતો.ગુજરાતે 3 ગોલ્ડ, 2 બ્રોન્ઝ જીત્યાગુજરાતે (Gujarat) ટૂર્નામેન્ટમાં 3 ગોલ્ડ (Gold) અને 2 àª
03:06 PM Sep 24, 2022 IST
|
Vipul Pandya
નેશનલ ગેમ્સ (National Games 2022) અંતર્ગત સુરત ખાતે રામાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની (Table Tennis Tournament) આજે પૂર્ણાહૂતી થઈ છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ગુજરાતનું એકંદરે ખુબ સારૂ પ્રદર્શન કર્યું છે. પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીએ હાજરી આપી તેમના હસ્તે તમામ વિજેતાઓને મેડલ એનાયત કર્યો હતો.
ગુજરાતે 3 ગોલ્ડ, 2 બ્રોન્ઝ જીત્યા
ગુજરાતે (Gujarat) ટૂર્નામેન્ટમાં 3 ગોલ્ડ (Gold) અને 2 બ્રોન્ઝ (Bronze) મેડલ જીત્યા છે. જેમાં મેન્સ સિંગલ્સ ફાઇનલમાં હરમીત દેસાઈએ (Harmit Desai) ગોલ્ડ, મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે ગોલ્ડ મેળવ્યો છે. તેમજ ટેબલ ટેનિસ ટીમ ગુજરાતના ફાળે ગોલ્ડ આવ્યો છે. એ સિવાય મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને (Manush Shah) બ્રોન્ઝ, મેન્સ ડબલ્સમાં પણ ગુજરાતને મળ્યો બ્રોન્ઝ હાંસ કર્યો છે.
આ કારણે ટેબલટેનિસ ટૂર્નામેન્ટ અગાઉ યોજી
આ દરમિયાન ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સ 2022 આ વર્ષે ગુજરાતમાં આયોજન થયું છે. આગામી સમયમાં ટેબલટેનિસને એક ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ હોવાથી ટેબલટેનિસની ટૂર્નામેન્ટ પહેલા શરૂ કરી દેવામાં આવી છે જે આજે પૂર્ણ થઈ છે. આ ટૂર્નામેન્ટમાં જુદાં-જુદાં રાજ્યોના ખેલાડીઓ આવ્યા હતા.
ન ભૂતો ન ભવિષ્યતિ રીતે કાર્યક્રમનું આયોજન
ટેબલ ટેનિસની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોવાના કારણે અગાઉ થી શરૂ કરાઇ હતી. અદ્ભુત વ્યવસ્થા માટે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાનો (SMC) આભાર, ન ભૂતો ન ભવિષ્યતિ રીતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. એક ભારત શ્રેષ્ટ ભારત હેઠળ તામામ યુવાઓ એ ભાગ લીધો. ગુજરાતનું પ્રદર્શન તમામ ક્ષેત્રે ખૂબ સારું રહ્યું અને સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ગેમ્સ જોવા આવ્યા હતા. અન્ય રાજ્યમાંથી આવતા ખેલાડીઓનો પણ અભાર.
29મીએ PM કરાવશે શરૂઆત
તેમણે કહ્યું કે, આગામી 29 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીના હસ્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પરથી નેશનલ ગેમ્સ (National Games 2022) શરૂઆત થશે. જેમાં દેશભરમાંથી ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. રાજ્યના તમામ શહેરોમાં અદભુત રીતે આયોજન થયું છે. નવરાત્રિને લઈને એક સવાલમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ગરબામાં ખેલૈયાઓ મન મૂકી ને રમી શકે તેવા પ્રયત્નો કરાયા છે. સરકારથી બની શકે તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.
Next Article