Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં વિધાનસભા ચૂંટણીને લઈ તંત્ર એલર્ટ, રૂપિયાની હેરાફેરી ઉપર નજર રાખવા વાહનોની સઘન ચકાસણી શરૂ

સુરત વિધાનસભા ચૂંટણીને લઈ તંત્ર એલર્ટ થયુંસુરતમાં ચૂંટણીને લઈને આચારસંહિતાનો કડક અમલ શરૂ રૂપિયાની હેરાફેરી ઉપર નજર રાખવા વાહનોની સઘન ચકાસણી શરૂ કરાઇ  વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સ્ટેટીક સર્વેલન્સની ટીમ કામે લાગીટીમ દ્વારા પોલીસને સાથે રાખીને તમામ ફોરવ્હીલર કારોને રોકીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છેચેકિંગનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યા છે.રાજ્યમાં વિધ
09:15 AM Nov 07, 2022 IST | Vipul Pandya
  • સુરત વિધાનસભા ચૂંટણીને લઈ તંત્ર એલર્ટ થયું
  • સુરતમાં ચૂંટણીને લઈને આચારસંહિતાનો કડક અમલ શરૂ 
  • રૂપિયાની હેરાફેરી ઉપર નજર રાખવા વાહનોની સઘન ચકાસણી શરૂ કરાઇ  
  • વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સ્ટેટીક સર્વેલન્સની ટીમ કામે લાગી
  • ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને તમામ ફોરવ્હીલર કારોને રોકીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે
  • ચેકિંગનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ના સમાચાર (News) મળતા જ તંત્ર પણ પોતાની કામગીરીમાં વ્યસ્ત થઇ રહ્યું છે. સુરતમાં પણ હવે ચૂંટણીનો માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે.વિધાનસભા ચૂંટણીને લઈ તંત્રએ કામગીરી તેજ કરી છે. સુરતમાં ચૂંટણીને લઈને આચારસંહિતાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુરત કલેક્ટર દ્વારા રૂપિયાની હેરાફેરી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં પ્રવેશ કરતા વાહનોની પણ સઘન ચકાસણી કરાઈ રહી છે. આચારસંહિતાનો ભંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવા તમામને સૂચના અપાઇ છે.
ચૂંટણી લક્ષી રોકડ વ્યવહારને રોકવા માટે શહેરમાં શરૂ થયું ચેકિંગ
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન કરવાની પણ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે સુરતમાં પણ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આ અંગે ચૂંટણી અધિકારી એન એ પુનીવાલાએ જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને સ્ટેટીક સર્વે ટીમ એલર્ટ થઈ છે, ચૂંટણી લક્ષી રોકડ વ્યવહારને રોકવા માટે શહેરમાં ચેકિંગ હાથ ધરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા છે. સુરતના વરાછા, સારોલી અને જહાંગીપુરા સહિતના વિસ્તારમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પૈસાની હેરાફેરી અથવા દારૂ શહેરમાં ન પ્રવેશે તે માટે આ ટીમ દ્વારા પોલીસની ટીમને સાથે રાખીને તમામ ફોરવ્હીલર કારોને રોકીને તેનું ચેકિંગ સાથે જ ચેકિંગનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા વહીટીતંત્રની ટીમ કામે લાગી
ચૂંટણી તારીખો જાહેર થયા બાદ ધીરે ધીરે ઉમેદવારોના નામ પણ જાહેર થવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવાર દ્વારા રૂપિયા ખર્ચવામાં આવે છે. તેના ઉપર પણ વહીવટી તંત્ર વિશેષ નજર રાખતી હોય છે. વાહનોમાં મોટી માત્રામાં રોકડ રૂપિયાની હેરાફેરી ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકારે નિયત કરેલી રકમ કરતાં વધુ રૂપિયા ચૂંટણી પ્રચાર માટે ખર્ચવાનો પ્રયાસ ઉમેદવારો દ્વારા થતો હોય છે. પરિણામે રોકડ રકમ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જવા માટે પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેને રોકવા માટે જિલ્લા વહીટીતંત્રની ટીમ કામે લાગી છે.
આ પણ વાંચો - સુરતમાં માથાભારે લાલુ જાલીમ ઉપર પોલીસે સકંજો કસ્યો, ફોર્ચ્યુનર અને i20 કાર કબ્જે લીધી
Tags :
ElectionElection2022GujaratAssemblyElectionGujaratAssemblyElection2022GujaratFirstSuratVehicles
Next Article