Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શંકાશીલ પૂર્વ પતિએ ક્રાઇમ પેટ્રોલ જોઇ પત્નીને આપ્યું HIVનું ઇન્જેકશન, વાંચો ચોંકાવનારો બનાવ

HIV ઇન્જેક્શન મામલોશંકાશીલ પતિની પોલીસ આગળ કબૂલાતક્રાઇમ પેટ્રોલના એપીસોડથી પ્રેરિત થઇ HIVનું ઇન્જેકશન આપ્યાની કબૂલાત HIV દર્દીનું લોહી આપનાર હેવાન પૂર્વ પતિ બે દિવસના રિમાન્ડ ઉપરએપીસોડમાં પત્નીને મારવા જુદા-જુદા બિમાર પ્રાણીઓના લોહીના ઇન્જેકશન આપ્યા હતા.નાનપુરાની લેબમાં પોલીસની તપાસ યથાવતસુરત (Surat) શહેરના મુગલીસરા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા સાથે છુટાછેડા લીધા બાદ વાતચી
06:04 AM Dec 28, 2022 IST | Vipul Pandya
  • HIV ઇન્જેક્શન મામલો
  • શંકાશીલ પતિની પોલીસ આગળ કબૂલાત
  • ક્રાઇમ પેટ્રોલના એપીસોડથી પ્રેરિત થઇ HIVનું ઇન્જેકશન આપ્યાની કબૂલાત 
  • HIV દર્દીનું લોહી આપનાર હેવાન પૂર્વ પતિ બે દિવસના રિમાન્ડ ઉપર
  • એપીસોડમાં પત્નીને મારવા જુદા-જુદા બિમાર પ્રાણીઓના લોહીના ઇન્જેકશન આપ્યા હતા.
  • નાનપુરાની લેબમાં પોલીસની તપાસ યથાવત
સુરત (Surat) શહેરના મુગલીસરા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા સાથે છુટાછેડા લીધા બાદ વાતચીત કરવાના બહાને ફરવા બોલાવી હેવાન અને શંકાશીલ પૂર્વ પતિએ એચઆઇવી પોઝીટીવ લોહી વાળું ઇન્જેકશન આપી મારવાની પોલીસ (Police) સમક્ષ કબૂલાત કરી છે. રાંદેર પોલીસે શંકાશીલ પૂર્વ પતિને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જયારે હેવાન પતિ એ પોલીસ પ્રાથમિક પૂછપરછમાં કેટલાક ચોકવનારી હકીકતો જણાવી છે જેમાં  ક્રાઇમ પેટ્રોલ સિરીયલમાં છ મહિના અગાઉ જોયેલા એપિસોડ પરથી દુષ્પ્રેરિત થઇ ઘટનાને અંજામ આપ્યાની પૂર્વ પતિએ કબૂલાત કરી છે.
એચઆઇવી પોઝીટીવ લોહી વાળું ઇન્જેક્શન આપી હેવાનીયત આચરી 
મુગલીસરા વિસ્તારમાં મસક્ર એપાર્ટમેન્ટમાં રહેતી યાસ્મીન અમીમુદ્દીન સેરઅલી સૈયદના બે મહિના અગાઉ શંકર સાથે છુટાછેડા થયા હતા, પરંતુ તેના પૂર્વ પતિ શંકર મોહન કામળે તેને વાતોમાં લઇ તારી સાથે ફરી લગ્ન કરવા છે એમ કહી વાતચીત કરવાના બહાને ફરવા લઇ ગયા બાદ અંધારાનો ગેરલાભ લઇ એચઆઇવી પોઝીટીવ લોહી વાળું ઇન્જેક્શન આપી હેવાનીયત આચરી હતી. 
નાનપુરાની લેબ અને એચઆઇવી પોઝીટીવ લોહી આપનારની તપાસ 
આ ઘટનામાં પોલીસે શંકર કામળેને કોર્ટમાં રજૂ કર્યો હતો.આ અંગે સરકારી વકીલ મનિષ રાણપરાએ જણાવ્યું હતું કે એચઆઇવી પોઝીટીવ વાળું ઇન્જેકશન આરોપી કયાંથી લાવ્યો હતો, ઇન્જેક્શન આપવામાં કોઇ એ મદદ કરી સાથે જ અન્ય કોઇની મદદ લીધી હતી કે નહીં વગેરે બાબતોની તપાસ કરવા માટે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.હાલમાં પોલીસ દ્વારા નાનપુરાની લેબ અને શંકરને એચઆઇવી પોઝીટીવ લોહી આપનારની તપાસ હાથ ધરી છે.
 ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઇ હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે ટીવી પર આવતી ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોવાનો શોખીન શંકરે છ મહિના અગાઉ એક એપીસોડ જોયો હતો. જેમાં પત્નીને મારવા માટે પતિ દ્વારા અલગ-અલગ બિમાર પ્રાણીઓના લોહીના ઇન્જેકેશન આપી પત્નીની હત્યા કરી હતી.જેથી આ એપીસોડ પરથી દુષ્પ્રેરીત થઇ છુટાછેડા લેનાર યાસ્મીન અને તેની સાથે સંબંધ ધરાવનારને મોતને ઘાટ ઉતારવા એચઆઇવી પોઝીટીવ વાળું ઇન્જેક્શન આપ્યાની કબૂલાત કરી છે. જો કે હજુ લોહીનો રિપોર્ટ આવવાનો બાકી હોવાથી આરોપી શંકર ના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો--સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં મુકાયા હિટર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimePatrolGujaratFirstSuratSuratpolice
Next Article