Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની સરકારી સ્માર્ટ શાળાઓ વાલીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

ટેકનોલોજીના યુગમાં સુરતની સરકારી શાળાઓ બની સ્માર્ટ ખાનગી હાઇફાઇ શાળા ઓને ટક્કર મારે એવી સુરતની કેટલીક સરકારી શાળાઓગરીબ અને મધ્યમવર્ગના બાળકો  સરકારી શાળામાં મેળવી રહ્યા છે સ્માર્ટ શિક્ષણ મનપા સંચાલિત સરકારી શાળાઓમાં એડમિશન માટે થાય છે ડ્રોઆજના આધુનિક યુગમાં વાલીઓ પોતાના બાળકો ને ખાનગી સ્કૂલોમાં ભણવવાનો આગ્રહ રાખતા હોય છે.નવી પેઢી કઈક નવું કરે એવો વિકલ્પ શોધતા હોય છે.તેવા
સુરતની સરકારી સ્માર્ટ શાળાઓ વાલીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર
  • ટેકનોલોજીના યુગમાં સુરતની સરકારી શાળાઓ બની સ્માર્ટ 
  • ખાનગી હાઇફાઇ શાળા ઓને ટક્કર મારે એવી સુરતની કેટલીક સરકારી શાળાઓ
  • ગરીબ અને મધ્યમવર્ગના બાળકો  સરકારી શાળામાં મેળવી રહ્યા છે સ્માર્ટ શિક્ષણ 
  • મનપા સંચાલિત સરકારી શાળાઓમાં એડમિશન માટે થાય છે ડ્રો
આજના આધુનિક યુગમાં વાલીઓ પોતાના બાળકો ને ખાનગી સ્કૂલોમાં ભણવવાનો આગ્રહ રાખતા હોય છે.નવી પેઢી કઈક નવું કરે એવો વિકલ્પ શોધતા હોય છે.તેવામાં સુરત (Surat)ની કેટલીક સરકારી શાળાઓ (Government School) સ્માર્ટ અને  ડિજિટલ બનતા વાલીઓને આકર્ષિત કર્યા છે. શાળાની ક્ષમતા કરતા વધારે અરજીઓ આવતા શાળામાં દિવસે ને દિવસે નવા વર્ગ ખંડ પણ બનાવવામાં આવી રહ્યા છે.

સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણ
સુરતની સરકારી શાળાઓમાં ખાનગી શાળાની સરખામણીએ અધ્યતન ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જેમાં સરકારના વિવિધ પ્રોજેકટ જેવા કે સાઇનસ લેબ, મધ્યાન ભોજન યોજના, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ બોર્ડ સુવિધાથી સંપન્ન છે. શિક્ષણના તમામ પાસાઓને શિક્ષકો પોતાની આગવી સૂઝનો ઉમેરો કરી મહત્તમ શિક્ષણ આપવા કાર્યરત છે.
ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સ્કૂલ 
આ અંગે શાળાના આચાર્યનું કહેવું હતું કે પહેલા સરકારી શાળાઓમાં સુવિધા ન હતી, તેથી સદ્ધર બાળકો ખાનગી શાળાઓમાં ભણતા.અને હવે આજે પાલિકા સંચાલિત ઘણી સ્કૂલોમાં તમામ સુવિધા હોવાથી આર્થિક સક્ષમ વાલીઓ પણ બાળકોને સરકારી સ્કૂલમાં ભણવવાનો આગ્રહ રાખી રહ્યા છે. પૂણા,  મોટા વરાછા, ઉતરાણ જેવા વિસ્તારોમાં બનેલી સરકારી શાળા ખાનગીને ટક્કર મારે તેવી છે,જેને કારણે આ સ્કૂલોની ક્ષમતા કરતા 3 થી 10 ગણી અરજીઓ આવી રહી છે.જેના માટે નવા નવા ખંડ પણ તૈયાર થઈ રહ્યા છે.

વાલીઓને આ સ્કૂલો આકર્ષિત કરે છે. 
મનપા સંચાલિત સરકારી શાળા પ્રથમ નજરે સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાની બિલ્ડિંગ મસ્ત મોટું પ્લે ગ્રાઉન્ડ ,શાળામાં સાઇનસ લેબ થી લઇ કમ્પ્યુટર રૂમ અને સોથી મહત્વ નું અને વાલીઓને આકર્ષિત કરે એવું સ્માર્ટ બોર્ડ શિક્ષણ ,એટલે કે ડિજિટલ શિક્ષણ વડે ચાલતો અભ્યાસક્રમ જેને વાલી ઓના વિચાર બદલી નાખ્યાં છે.ઘણા વાલીએ ખાનગીમાંથી પોતાના બાળકો ને ઉઠાડી સરકારી શાળા ઓમાં પ્રવેશ લીધો હોવાનું ખુદ વાલીઓ જણાવી રહ્યા છે.
એડમિશન માટે વાલીઓની લાઇન
સુરતની સરકારી શાળા ઓમા એડમિશન માટે વાલીઓની લાઈન લાગે છે. પુણા વિસ્તારની મહાત્મા ગાંધી સ્કૂલમાં ધોરણ 1માં 4 કલાસ મળી 200 વિદ્યાર્થી જ લેવાના હતા વધુમાં વધુ 250 પરંતુ તેની સામે 2000 જેટલી અરજી આવી છે.બીજી બાજુ મહારાજા કૃષ્ણ કુમારસિંહ સ્કૂલમાં 800 વિદ્યાર્થી ભણે છે, જ્યાં વધુ 300 વિદ્યાર્થી સમાવવાની ક્ષમતા હતી જો કે અહી પણ ક્ષમતાં કરતા વધારે 4200 અરજી આવી છે. મોટા વરાછા. ફાયર સ્ટેશન નજીક બનેલી નવી સ્કૂલમાં 700ની ક્ષમતા સામે 2000 અરજી આવી છે.સાથે જ ઉતરાણ ખાતે ની શાળામાં દર વર્ષે પ્રવેશ માટે કતારો લાગે છે. તો મોટા વરાછાની પ્રથમ સત્રથી શરૂ થતી સ્કૂલમાં ડબલ ગણી અરજી આવતા લગભગ આવી જ હાલત છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.