Surat : વરાછા પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં આરોપીનું મોત થતાં અનેક સવાલ!
- Surat નાં વરાછા પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં આરોપીનું મોત
- બાથરૂમની બારી સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- પોતાની 17 વર્ષીય પુત્રી સાથે સગા બાપે જ ગુજાર્યું હતું દુષ્કર્મ
- મૃતક વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ નોંધાયો હતો ગુનો
સુરતનાં (Surat) વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીનું મોત નીપજતાં ચકચાર મચી છે. આરોપીનો મૃતદેહ બાથરૂમની બારી સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. મૃતક પર પોતાની 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ હતો. મૃતક વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે (Varachha Police) મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Amreli : વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં મોટો ઘટસ્ફોટ!
બાથરૂમની બારી સાથે શર્ટથી ગળે ફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં (Surat) વરાછા પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. આરોપીનો મૃતદેહ બાથરૂમની બારી સાથે શર્ટથી ગળે ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસનાં જણાવ્યા મુજબ, 45 વર્ષીય મૃતક સામે પોતાની 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો. મૃતક આરોપી સામે પોસ્કો (POCSO) અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો - Surat: RTI એક્ટિવિસ્ટો લોકો પાસેથી કરતા હતા ખંડણીની વસૂલાત, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી
પોલીસ કસ્ટડીમાં આરોપીનાં મોત બાદ અનેક સવાલ!
પોલીસે જણાવ્યું કે, મૃતક આરોપીની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) મોકલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે, પોલીસ કસ્ટડીમાં આરોપીનાં મોત બાદ અનેક સવાલ ઊભા થયા છે. આરોપીનું કયાં કારણોસર મોત નીપજ્યું છે તે પાછળનું સાચું કારણ હાલ પણ એક રહસ્ય છે. આરોપીએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે તેને લઈને પણ સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - Kajal Hindustani : કાજલ હિન્દુસ્થાનીની પોસ્ટમાં ધર્માંતરણ અંગે મોટો ઘટસ્ફોટ, BJP MLA પર ગંભીર આરોપ