Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત SOGએ સરથાણા વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાઈ કરવા આવેલા શખ્સને ઝડપી લીધો

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ન પ્રવેશે તે માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જ અંતર્ગત સુરત શહેર પોલીસ પણ સુરત શહેરમાં યુવાનો ડ્રગ્સ ન લે અને યુવાનો ડ્રગ્સના બંધાણી ન બને તે માટે ડ્રગ્સ માફિયા ઉપર સતત કાર્યવાહી કરવામાં આવે છે એ જ અંતર્ગત સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા  ડ્રગ્સની ખેપ લઈને આવનારલઈને આવનાર લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે અને એ
11:57 AM Jan 22, 2023 IST | Vipul Pandya
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ન પ્રવેશે તે માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જ અંતર્ગત સુરત શહેર પોલીસ પણ સુરત શહેરમાં યુવાનો ડ્રગ્સ ન લે અને યુવાનો ડ્રગ્સના બંધાણી ન બને તે માટે ડ્રગ્સ માફિયા ઉપર સતત કાર્યવાહી કરવામાં આવે છે એ જ અંતર્ગત સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા  ડ્રગ્સની ખેપ લઈને આવનારલઈને આવનાર લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે અને એમાં પોલીસને સફળતા પણ મળે છે.
ડ્રગ્ઝ સપ્લાઈ કરવા આવ્યો હતો
સુરતમાં યુવાધન નશાના રવાડે ના ચડે તે માટે સુરત પોલીસ હમેશા કાર્યશીલ રહી સતત ડ્રગ્સ પકડી રહી છે. તેવામાં સુરત પોલીસ કમિશનરે SOG પોલીસને ડ્રગ્સ વહેંચતા ઈસમોને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. તે દરમ્યાન SOG પોલીસને બાતમી મળી હતી કે એક રીઢો આરોપી ડ્રગ્સ નો જથ્થો સપ્લાય કરવા માટે જઈ રહ્યો છે. તે દરમ્યાન પોલીસે સરથાણામાં શ્યામધામ મંદિર પાસે વોચ ગોઠવી આરોપી કેતન જાપાનને ઝડપી પાડ્યો હતો.
ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આરોપી
તેની તલાશી લેતા પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ઝડપાયેલા ડ્રગ્સનો વજન કરતા 50 ગ્રામ જેટલું હોવાનું સામે આવ્યું હતું. જેની અંદાજીત કિંમત 5 લાખ જેટલી થાય છે. હાલ પોલીસે ડ્રગ્સના આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ આરોપી સામે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુના નોંધાયા છે. હાલ પોલીસે આરોપી કેતન જાપાનની ધરપકડ કરી તેમની પાસે રહેલ મોબાઈલ ફોન અને ડ્રગ્સ મળી કુલ 5,10,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો
બીજી તરફ આ જ વિસ્તારમાં સુરતની SOG પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સરથાણા વિસ્તારના રાજહંસ સ્વપ્નિલ એપાર્ટમેન્ટ પાસેથી આરોપીની કાર પસાર થઈ રહી હતી તે દરમ્યાન પોલીસે કાર રોકાવી તલાશી લેતા કારમાંથી પિસ્ટલ મળી આવી હતી. સાથે જ 5 જીવતા કાર્ટુસ મળી આવ્યા હતા. જેથી પોલીસે કાર ચલાવતા જસ્મિન વ્રજલાલ ફચરાની ધરપકડ કરી પૂછપરછ કરતા. આ પિસ્ટલ હોટલ માલિક તેના મિત્ર પાર્થ ઉર્ફે ભાણો સારોલા ની છે જેથી પોલીસે પાર્થની ધરપકડ કરી પિસ્ટલ ક્યાંથી લાવ્યા અને શા માટે લાવ્યા તે સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો - 40 ટકા સુધીનું વ્યાજ વસુલતા શહેર કોંગ્રેસના પ્રવક્તા સહિત 3 વ્યાજખોર ઝડપાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeNewsGujaratFirstMephedroneDrugsSOGSuratSuratpoliceડ્રગ્સસુરતપોલીસ
Next Article