Surat : 13.56 લાખની કિંમતનાં MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો, અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર
- અમરોલી પોલીસે લાખોની કિંમતનાં MD ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી
- પોલીસને કોસાડ આવાસ ખાતે એમડી ડ્રગ્સનું વેચાણ કરાતુ હોવાની માહિતી મળી હતી
- બાતમીનાં આધારે છાપો મારી કેબલ ઓપરેટની ધરપકડ કરી
- કેબલ ઓપરેટ કરવાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હતો આરોપી
- પોલીસે આરોપી પાસેથી 135.66 ગ્રામ એમડી ડ્રગ્સનો (કિં. 13.56 લાખ) જથ્થો ઝડપ્યો, એક વોન્ટેડ
'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન (No Drugs in Surat City) હેઠળ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસે એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહેલા કેબલ ઓપરેટરની ધરપકડ કરી છે. અમરોલી કોસાડ આવાસ ખાતે રૂ. 13 લાખથી વધુની બજાર કિંમતનાં MD ડ્રગ્સ સાથે ઝડપાયેલો કેબલ ઓપરેટર સ્થાનિક વિસ્તારમાં કેબલ કનેક્શનની આડમાં ડ્રગ્સનો કારોબાર કરતો હતો. આ મામલે અમરોલી પોલીસે (Amroli Police) કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે, જેની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો - Vadodara: વધુ એક અકસ્માતનો બનાવ, કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા
કોસાડ આવાસમાં કેબલ ઓપરેટર ડ્રગ્સનાં મસમોટા જથ્થા સાથે ઝડપાયો
સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામેની જંગ છેડવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનાં કારોબાર સાથે સંકળાયેલા તત્વોને ઝડપી પાડી ડ્રગ્સનાં નેટવર્કનો સુરત પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. આવા જ એક રેકેટનો અમરોલી પોલીસે પર્દાફાશ કરી રૂપિયા 13.56 લાખની કિંમતનાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, અમરોલી પોલીસને (Amroli Police) માહિતી મળી હતી કે, કોસાડ આવાસ ખાતે આરોપી સરફરાઝ ઉર્ફ તોફિક પઠાણ નામનો શખ્સ કેબલ ઓપરેટ છે. પરંતુ, કેબલ ઓપરેટરની આડમાં પોતે MS ડ્રગ્સનો કારોબાર કરે છે. આ માહિતીનાં આધારે, અમરોલી પોલીસે વર્ક આઉટ કરી બાતમીની જગ્યા પર છાપો મારી MD ડ્રગ્સનું વેચાણ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક પઠાણને રંગેહાથ ઝડપી લીધો હતો.
આ પણ વાંચો - Gujarat Police : રાજ્યમાં 33 PSI ને PI તરીક બઢતી અપાઈ
13.56 લાખની કિંમતનું 135.66 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત, એક ફરાર
આરોપી પાસેથી પોલીસે રોકડા રૂપિયા 2 લાખ અને રૂ. 13.56 લાખની કિંમતનું 135.66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. જે ડ્રગ્સનાં જથ્થા (MD Drugs) અંગે આરોપીની અમરોલી પોલીસે પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો અસલમ ઉર્ફે તોફિક નામના ઇસમ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અસલમ ઉર્ફે તોફિક નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં લાખોનાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક પઠાણની પૂછપરછમાં પોતે છેલ્લા 1 વર્ષથી એમડી ડ્રગ્સનો કારોબાર કરતો આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Chhota Udepur : કેરીનાં પાક પર વાતાવરણની ગંભીર અસર! ખેડૂતોમાં ચિંતા, જાણો સ્થિતિ