Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના ખેલાડીઓએ ગુજરાત સહિત સુરતનું વધાર્યું ગૌરવ

રમશે ગુજરાત તો જીતશે ગુજરાતજમ્મુ, કાશ્મીરના ગુલમર્ગ માં યોજાઇ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 10 થી 14 ફેબુઆરી દરમિયાન યોજાઈ ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ સુરતના ખેલાડીઓએ ગુજરાત સહિત સુરતનું ગૌરવ વધાર્યું છે.સુરતના ખેલાડીઓએ આઈસ બેન્ડી ગેમમાં ગુજરાતને ગોલ્ડ મેડલ આપાવ્યુંતમામનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરીના રોજ ખેલો ઇન્ડિયા નેશનલ વિ
સુરતના ખેલાડીઓએ ગુજરાત સહિત સુરતનું વધાર્યું ગૌરવ
  • રમશે ગુજરાત તો જીતશે ગુજરાત
  • જમ્મુ, કાશ્મીરના ગુલમર્ગ માં યોજાઇ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 
  • 10 થી 14 ફેબુઆરી દરમિયાન યોજાઈ ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ 
  • સુરતના ખેલાડીઓએ ગુજરાત સહિત સુરતનું ગૌરવ વધાર્યું છે.
  • સુરતના ખેલાડીઓએ આઈસ બેન્ડી ગેમમાં ગુજરાતને ગોલ્ડ મેડલ આપાવ્યું
  • તમામનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 
10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરીના રોજ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજવામાં આવી હતી. જમ્મુ કશ્મીરમાં આયોજિત ખેલો ઇન્ડિયા 2023માં સુરતના ખેલાડીઓએ આઈસ બેન્ડી ગેમમાં હરિયાણાને, હરાવી. સ્કેટિંગમાં પણ મહારાષ્ટ્રને હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
મીની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરમાં પણ ખેલાડીઓની કમી નથી. સુરતના ખેલાડીઓએ ગુજરાત સહિત સુરતનું ગૌરવ વધાર્યું છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં સુરતના ખેલાડી ઓએ આઈસ બેન્ડી ગેમમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ તમામનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરીના રોજ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજવામાં આવી હતી. જમ્મુ કશ્મીરમાં આયોજિત ખેલો ઇન્ડિયા 2023માં સુરતના ખેલાડીઓએ આઈસ બેન્ડી ગેમમાં હરિયાણાને, હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને સ્કેટિંગમાં પણ મહારાષ્ટ્રને હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 
રમતગમત મંત્રાયલ,જમ્મુ-કાશ્મીરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. કડકતી ઠંડી વચ્ચે યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય અને શૌર્ય દેખાડતા જોવા મળ્યા હતા. આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023માં 29 રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના 1,500 ખેલાડીઓ વિન્ટર ગેમ્સમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાઈ હતી. જેમાં સુરતના ખેલાડીઓએ આઈસ બેન્ડી ગેમમાં હરિયાણાને હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સ્કેટિંગમાં પણ મહારાષ્ટ્રને હરાવીને ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
વિજેતા ટીમ સુરત આવતા જ સુરત એરપોર્ટ પર આ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર જ તમામ ખેલાડીઓના મીઠાઈથી મો મીઠા કરાવવામાં આવ્યા હતા અને તેમને હાર પહેરાવવામાં આવ્યા હતા અને કેક પણ કટીંગ કરવામાં આવી હતી. ખેલાડીઓએ સરકાર સામે પણ માગણી કરી છે કે તેઓ આઈસ ગેમ રમતા હોવા છતાં પણ ગુજરાતમાં કે, સુરતમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી કે તેઓ આઈસ પર પ્રેક્ટિસ કરી શકે. કારણ કે, તેઓ આ ગેમની પ્રેક્ટિસ કરવા માટે સ્કેટિંગ રિંગનો ઉપયોગ કરતા હોય છે અને તેના જ કારણે જ્યારે આઈસ પર રમવાનું થાય છે ત્યારે મુશ્કેલ થતું હોય છે. એટલે ગુજરાતને જે રમતવીરોએ ગોલ્ડમેડલ અપાવ્યો છે તેઓએ સરકાર સમક્ષ માગણી પણ કરી છે કે સુરતમાં આઈસ ગેમને લઈને અલગથી એક રીંગ તૈયાર કરવામાં આવે.
આ સ્પર્ધામાં ગુજરાતે પણ સારું પ્રદશન કર્યું. જ્યારે રાજસ્થાનની ટીમને બ્રોન્ઝ અને દિલ્હી તથા તામિલનાડુને બ્રોંઝ એનાયત કરવામાં આવ્યો. રમશે ગુજરાત તો જીતશે ગુજરાત,ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ જમ્મુ કાશ્મીર ખાતે યોજાઈ હતી ,જેમાં પ્રથમવાર ભાગ લઈને ગુજરાત રાજ્યના રમતવિરોએ ખુબ સારું પ્રદશઁન કયુઁ હતું,સુરત આવતા તેમનું એરપોર્ટ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતું.પ્રથમવાર ભાગ લઈને ગુજરાત રાજ્યના રમતવિરોએ ખુબ સારું પ્રદશઁન કયુઁ જેને ગુજરાત ની ઝળહળતી સિધ્ધિ કહી શકાય છે. ૧૦ ફેબ્રૃઆરી થી ૧૪ ફેબ્રૃઆરી ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ જમ્મુ કાશ્મીર ખાતે યોજાઈ હતી.જેમાં ભારતનાં અલગ અલગ રાજ્યોએ સબજુનિયર અને સિનિયર કેટેગરી(ભાઈઓ-બહેનો)ની ટીમો એ બેન્ડી ગેમમાં ભાગ લીધો હતો. ગુજરાત રાજય અંડર ૧૭ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.આ રમત મા પ્રથમવાર ભાગ લઈને ખેલાડીઓએ ગુજરાત રાજ્ય નું ખુબ સારું પ્રદશઁન કયુઁ હતું.
કાશ્મીર ખાતે 10 ફેબ્રુઆરી ના ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 નું જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં ભવ્ય સમારોહ યોજાયો હતો, આ અંગે કેટલાક ખેલાડીઓએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ખેલો ઈન્ડિયા પહેલ હેઠળ કશ્મીર ખાતે ટુર્નામેન્ટની ત્રીજી આવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. કશ્મીર ના ગુલમર્ગ અને લેહે સંયુક્ત રીતે 2020 અને 2021માં સ્પર્ધાની પ્રથમ બે આવૃત્તિઓ યોજી હતી.ત્યાર બાદ હાલ ૨૦૨૩ માં ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ્સ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું,
ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ 2023 ની ત્રીજી આવૃત્તિ જમ્મુ કશ્મીરના ગુલમર્ગ ખાતે 10 થી 14 ફેબુઆરી દરમિયાન યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશ ના  જુદા- જુદા 18 રાજ્યોના ખેલાડીઓએ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ગેમમાં ભાગ લીધો હતો.જેમાં 14 ફેબ્રુઆરીએ કશ્મીરમાં સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.આ  સ્પર્ધામાં ગુજરાતે પણ સારું પ્રદશન કર્યું.જ્યારે રાજસ્થાનની ટીમને ,બ્રોન્ઝ અને દિલ્હી તથા તામિલનાડુની બ્રોંઝ એનાયત કરવામાં આવ્યો હતો.
ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023માં 29 રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના 1,500 ખેલાડીઓ ગેમ્સ રમી સારું પ્રદશન કર્યું હતું.આ ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાઇ હતી.. 10 થી 14 ફેબ્રુઆરી વચ્ચે આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 માં ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમમાં આઈસ સ્ટોકની રમતમા ખેલાડીઓના પ્રતિનિધિત્વ કરતી જુદી- જુદી ઈવેન્ટ માં ભાઈઓ અને બહેનો એ ભાગ લઈ વિજેતા થયા હતા..સાથે જ વિવિધ ગેમ્સ પણ રમાઈ હતી..જેવી કે ટીમ ગેમ, ડીસ્ટન્સ, ઈન્ડીવ્યુઝઅલ ટાર્ગેટ, ઈન્ડીવ્યુઝઅલ ડીસ્ટન્સ જેવી મહિલાઓની કેટેગરીમાં આઈસ સ્ટોક ગેમ યોજાઈ હતી. સ્પર્ધામાંથી પરત ફરેલા ખેલાડીઓનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.