સુરત પાલિકા દ્વારા કચરાના ઢગલા દૂર કરવા નિર્ણય
સુરત પાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણયકચરાના ઢગલા દૂર કરવા નિર્ણયખજોદમાંથી રોજનો 6 હજાર ટન લેખે 1 વર્ષમાં 15 લાખ ટન કચરો કઢાશેખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ ખાતે ખડકાયેલાં કચરાના ડૂંગરો એક વર્ષમાં દૂર કરાશેહાલ સુધી માત્ર 4200 ટન કચરો કઢાતો હતો હવે JCB, ટ્રોલી, મેનપાવરને કામે લગાડાશે8 એકર જેટલી જગ્યા ખુલ્લી થતાં ઉપયોગમાં લેવાશે રમત ગમતની પ્રવૃત્તિ માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરાશેસુરત મહાનગપ
- સુરત પાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
- કચરાના ઢગલા દૂર કરવા નિર્ણય
- ખજોદમાંથી રોજનો 6 હજાર ટન લેખે 1 વર્ષમાં 15 લાખ ટન કચરો કઢાશે
- ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ ખાતે ખડકાયેલાં કચરાના ડૂંગરો એક વર્ષમાં દૂર કરાશે
- હાલ સુધી માત્ર 4200 ટન કચરો કઢાતો હતો
- હવે JCB, ટ્રોલી, મેનપાવરને કામે લગાડાશે
- 8 એકર જેટલી જગ્યા ખુલ્લી થતાં ઉપયોગમાં લેવાશે
- રમત ગમતની પ્રવૃત્તિ માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરાશે
સુરત મહાનગપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શહેરમાં થતી તમામ કામગીરીઓને ઝડપી બનાવવા આયોજન કરાયું છે. મનપાની 50% ઝડપી બનાવવા મશીનરી સાથે મેન પાવરનો પણ ઉપયોગ કરવા પાલિકા કમિશનરે સૂચના આપી છે.સાથે જ ખજોદમાંથી રોજના 6 હજાર ટન લેખે 1 વર્ષમાં 15 લાખ ટન કચરો (Garbage) કાઢી તે જગ્યાને ઉપયોગમાં લેવા નિર્ણય કરાયો છે.
રોજનો 6 હજાર મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવશે
સુરતના ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ ખાતેની બાયો માઇનિંગ સાઇટ પર ખડકાયેલા કચરાના ડૂંગરોને આગામી એક વર્ષમાં દૂર કરી દેવાના હેતુ થી મનપા કમિશનર શાલિની અગ્રવાલે કામગીરી તેજ કરી છે. બાયો માઇનિંગ સાઇટ પરના કચરાના ઢગલા દૂર કરવા માટે તમામ મશીનરીઓ, ટ્રોલી, જેસીબી, મેન પાવર કામે લગાડી દીધાં છે. અગાઉ દૈનિક 4200 મેટ્રિક ટન કચરો સાઇટ પરથી દૂર કરવામાં આવતો હતો તેમાં વધારો કરી હવે રોજનો 6 હજાર મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવશે.
આવનારા દિવસોમાં સુરત વેજ્ઞાનિક રૂપે કામગીરી કરશે
આ અંગે મનપા કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા એક્શન પ્લાન બનવામાં આવ્યો છે. સુરત શહેરમાં સ્વચ્છતા સાથે પાણી,રોડ ,જંગલ કટિંગ ના તમામ વિભોગની ટીમ બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે. બે પ્રકારના વેસ્ટ માટે જૂના વેસ્ટ નિકાલની પ્રકિયા હાથ ધરાશે. સાથે જ હાલમાં જમાં થયેલા નવા કચરાનો પણ નિકાલ કરાશે. આ તમામ જગ્યાને સાફ સફાઈ કરી ને ઉપયોગમાં લેવાશે, જ્યાં વિવિધ પ્રકારના ગાર્ડન,સ્પોર્ટ્સના સાધન મુકાશે. આવનારા દિવસોમાં સુરત વેજ્ઞાનિક રૂપે કામગીરી કરશે.
બે મહિનામાં જ 1800 મેટ્રિક ટન કચરો વધુ દૂર કરવામાં પાલિકાને સફળતા
બે મહિનામાં જ 1800 મેટ્રિક ટન કચરો વધુ દૂર કરવામાં પાલિકાને સફળતા મળી છે. આગામી દિવસોમાં તેમાં પણ વધારો કરી ને 7 મેટ્રિક ટન થી વધુ લઈ જવા કામગીરી કરાશે. સાથે જ ખાલી પડેલી જગ્યાની સાફ સફાઈ કરી એ જગ્યા સ્પોર્ટ્સ અથવા અન્ય કોઈ કામમાં ઉપયોગમાં લેવાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement