ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Surat : અહો આશ્ચર્યમ્..! પાણી પીધા બાદ એક સાથે 50 થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી

પીવાનાં પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો રત્નકલાકારોએ આરોપ લગાવ્યો છે.
06:18 PM Apr 09, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Surat_gujarat_first
  1. Surat નાં કાપોદ્રા વિસ્તારમાં 50 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક લથડી
  2. અનોભ જેમ્સમાં ભયનો માહોલ, કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ તમામની તબિયત લથડી
  3. પીવાનાં પાણીના કુલરમાં કોઈએ અનાજમાં નાંખવાની દવા ભેળવી હોવાનો આરોપ
  4. સેલફોર્સની ગોળીઓ નાંખી હોવાનો રત્નકલાકારોનો આક્ષેપ

સુરતનાં (Surat) કાપોદ્રા વિસ્તારમાંથી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વિસ્તારમાં આવેલ અનોભ જેમ્સમાં (Anobh Gems) પાણી પીધા બાદ 50 થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હતી. તમામ રત્નકલાકારોને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પીવાનાં પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો રત્નકલાકારોએ આરોપ લગાવ્યો છે. કૂલરનું પાણી દૂષિત હોવાની વાતથી અરાજકતા ફેલાઈ છે. ઘટનાને પગલે રત્નકલાકારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો - પિતા કોંગ્રેસી, 1 પુત્ર SPમાં અને 2જો પુત્ર BJPમાં તો પિતા શહેર પ્રમુખ બની શકે ? Alok Mishraનો ધારદાર સવાલ

50 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક લથડી

પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં (Surat) કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનોભ જેમ્સ કંપનીમાં કામ કરતા 50 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ, કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડી હતી. જો કે, તમામ રત્નકલાકારોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રત્નકલાકારોનો આરોપ છે કે પીવાના પાણીના કુલરમાં કોઈએ સેલફોર્સની ગોળીઓ (અનાજ માં નાખવાની દવા) નાંખી છે.

આ પણ વાંચો - રાજ્ય સરકારે MLAની ગ્રાન્ટમાં કર્યો વધારો, બાયડના ધવલસિંહે નિર્ણય આવકાર્યો

પાણી પીધા બાદ સ્વાસ્થ્ય બગડતા રત્નકલાકારો ગભરાઈ ગયા, ગંભીર આરોપ

માહિતી મુજબ, પાણી પીધા બાદ સ્વાસ્થ્ય બગડતા રત્નકલાકારો ગભરાઈને પોતાનો રિપોર્ટ કરાવવા હોસ્પિટલ દોડ્યા હતા. આ ઘટના બાદ ડાયમંડ કંપનીનાં રત્નકલાકારોમાં ભયનો માહોલ સર્જાયો છે. સદનસીબે હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી. જો કે, એક સાથે 50 જેટલા રત્નકલાકારોની તબિયત કેમ લથડી તે પાછળનું ચોક્કસ અને સાચું કારણ હાલ સામે આવ્યું નથી. પરંતુ, જો આ ઘટનામાં સઘન તપાસ થાય તો મોટો ખુલાસો થવાની વકી છે.

આ પણ વાંચો - ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?

Tags :
Anabh GemsAnobh GemsGUJARAT FIRST NEWSjewelersKapodraPrivate HospitalSuratTop Gujarati News