Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા કરી ધોકાવાળી, Video

ફિલ્મોમાં ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને કેવી રીતે પકડે છે તે તમે જોયું જ હશે. પરંતુ શું તમે ખરેખરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડતા દ્રશ્યો જોયા છે ખરા? મહત્વનું છે કે, રાજ્યના ડાયમંડ સિટી ગણાતા સુરત માં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડવા માટે જે કર્યું તે આજે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચનું એક ગેંગને પકડતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ગેં
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા કરી ધોકાવાળી  video
ફિલ્મોમાં ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને કેવી રીતે પકડે છે તે તમે જોયું જ હશે. પરંતુ શું તમે ખરેખરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડતા દ્રશ્યો જોયા છે ખરા? મહત્વનું છે કે, રાજ્યના ડાયમંડ સિટી ગણાતા સુરત માં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડવા માટે જે કર્યું તે આજે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 
સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચનું એક ગેંગને પકડતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ગેંગને પકડવા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે જે ક્યું તે ખાસ કરીને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ચીખલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, બારડોલી નજીકથી ચીખલીગર ગેંગના 3 સભ્યોની સુરત ક્રાઇમ બ્રાંચે (Surat Crime Branch) ફિલ્મી ઢબે ધરપકડ કરી છે. આ સમગ્ર ઓપરેશનમાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે પહેલા ચીખલીગર ગેંગના સભ્યોની રાહ જોઈ અને તે નાસી ન છૂટે તે માટે પહેલાથી જ રસ્સા વચ્ચે JCB મુકી દીધું હતું. જ્યારે આ ગેંગ ક્રાઈમ બ્રાન્ચ ટીમની નજરે આવી ત્યારે તેમણે ડંડા અને ધોકાથી તેમને મારવાનું શરૂ કરી દીધું. અચાનક પોતાની ઉપર થયેલા હુમલાથી ચીખલીગર ગેંગના સભ્યો ડરી ગયા હતા. 
તમે વિડીયોમાં સ્પષ્ટપણે જોઇ શકો છો કે, પહેલાથી તૈયાર બેઠેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર નજીક આવતા જ ધોકા અને ડંડાથી હુમલો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ગેંગ એક ઈકો કારમાં હતી ત્યારે આ કારને ચલાવી રહેલો સભ્ય અચાનક થયેલા હુમલાથી એટલો ગભરાઇ ગયો કે તેને ખબર હોવા છતા કે રસ્તા વચ્ચે JCB છે તો પણ કારને ચલાવી અને ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પૂરી તૈયારીઓ સાથે આ ગેેંગ પર ત્રાટકી હોવાના કારણે આ ગેંગના એક પણ સભ્યને ભાગવાનો સમય મળી શક્યો નહતો. 
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી ચીકલીગર ગેંગના સભ્યની પોલીસ શોધખોળ કરી રહી હતી. આથી, જ્યારે ક્રાઇમ બ્રાંચને બાતમી મળી કે, બારડોલીના દાસ્તાન ફાટક પાસે ચીખલીગર ગેંગના સભ્યો પસાર થવાના છે. જેને કારણે, વહેલી સવારમાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા આ ઓપરેશન ફિલ્મી ઢબે પાર પાડવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.