Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉડીયા ભાષામાં લખેલી એક નાની ચિઠ્ઠીની મદદથી 15 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પંદર દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની ચપ્પુના 49 જેટલા ઘા ઝીંકીને હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં મહિલાની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. જો કે પોલીસે માત્ર એક નાનકડી કડીના આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો છે.ઉડિયા ભાષામàª
01:40 PM Dec 14, 2022 IST | Vipul Pandya
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પંદર દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની ચપ્પુના 49 જેટલા ઘા ઝીંકીને હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં મહિલાની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. જો કે પોલીસે માત્ર એક નાનકડી કડીના આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો છે.
ઉડિયા ભાષામાં લખેલી ચિઠ્ઠી મળી
મહિલાની હત્યા કરાયેલી લાશ જે જગ્યાએ મળી હતી તે જગ્યાની આસપાસ કોઈ CCTV ન હોવાના કારણે પોલીસ માટે મહિલાની ઓળખ તેમ જ હત્યારાની ઓળખ કરવી પણ એક ચેલેન્જ રૂપ હતું. જો કે પોલીસને મહિલા પાસેથી મળેલ એક કાગળમાં ઉડિયા ભાષામાં લખાણ હોવાના કારણે અંદાજો લગાવ્યો હતો કે, મહિલા ઓડીસાથી આવી હોઈ શકે. ત્યારબાદ પોલીસે તે વિસ્તારના તેમજ રેલ્વે સ્ટેશનના CCTV ચેક કરવાનું શરૂ કર્યું હતું.
શંકાસ્પદની પુછપરછ
જેમાં રેલ્વે સ્ટેશનના CCTVમાં આ મહિલા એક યુવક સાથે આવતી દેખાઈ હતી. જેને પગલે CCTVના આધારે યુવકની ઓળખ કરીને પોલીસે આ યુવક જગન્નાથ ગૌડાને ઝડપી તેની પૂછપરછ કરતા તેણે આ યુવતીની હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. યુવકે પોલીસને જણાવ્યું હતું કે પ્રેમ સંબંધ ના કારણે તેણે આ હત્યા કરી હતી.
હત્યાની કબુલાત
પોલીસની પૂછપરછમાં જગન્નાથ એ જણાવ્યું હતું કે, તે કોસાડ આવાસ ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મૃતક મહિલા કુનીદાસ સાથે તેને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. આ મહિલા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રહેતી હતી. જેથી બંને વચ્ચે ટેલીફોનિક સંપર્કો ચાલુ હતા. છેલ્લા ઘણા સમયથી આ મહિલા આરોપી જગન્નાથને સુરત લઈ આવવા માટે દબાણ કરી રહી હતી. તેમજ પૈસાની પણ માંગણી કરી રહી હતી. જેથી આખરે કંટાળીને 15 દિવસ અગાઉ જગન્નાથ ઓરિસ્સા ગયો હતો અને મહિલાને ટ્રેન મારફતે સુરત લઈને આવ્યો હતો.
CCTVમાં ના આવે તેથી હત્યા માટે ખેતર પસંદ કર્યું
સુરત સ્ટેશન પર ઉતાર્યા બાદ તે સીધો આ મહિલાને લઈને તે ખેતરમાં ગયો હતો અને તેની પાસે રહેલા ચપ્પુ વડે મહિલા પર ઉપરા છાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી એટલો ચાલાક હતો કે તેને ખબર હતી કે, ખેતરની આસપાસ કોઈ CCTV લાગેલા નથી. તેનો લાભ લઈને તેણે હત્યા માટે આ જગ્યા પસંદ કરી હતી.
એક ચિઠ્ઠીના કારણે ભેદ ઉકેલાયો
આરોપીની ચાલાકીને કારણે પ્રથમ તો પોલીસ પણ અવઢવમાં મુકાઈ હતી. કારણ કે આસપાસ કોઈ CCTV કે કોઈ જોનાર ન હોવાના કારણે હત્યારાનું કોઈ પગેરું મળી રહ્યું ન હતું. પરંતુ માત્ર એક ચિઠ્ઠીના કારણે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
આ પણ વાંચો - લેબગ્નોન ડાયમંડની આયાતમાં ઘટાડો, નેચરલ રફ ડાયમંડની માંગમાં વધી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsGujaratFirstGujaratiNewsMurderSCBSuratsuratCrimeBranchSuratpolice
Next Article