ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, માતાએ ઠપકો આપ્યો તો બાળકે ઘર છોડી દીધું અને...

સુરત જિલ્લામાં માતા પિતા માટે આવ્યો ચેતવણી રૂપ કિસ્સો બહાર રમવા બાબતે માતાએ ઠપકો આપતા બાળકએ ઘર છોડી દીધું પોલસે કીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી સહી સલામત બાળક મળી આવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો Surat:...
11:23 AM Sep 24, 2024 IST | VIMAL PRAJAPATI
Surat Rel Light case
  1. સુરત જિલ્લામાં માતા પિતા માટે આવ્યો ચેતવણી રૂપ કિસ્સો
  2. બહાર રમવા બાબતે માતાએ ઠપકો આપતા બાળકએ ઘર છોડી દીધું
  3. પોલસે કીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી
  4. સહી સલામત બાળક મળી આવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

Surat: સુરત જિલ્લામાં એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, જેનાથી માતા-પિતાને સારી રીતે સમજવું જોઈએ કે બાળસુરક્ષા કેટલા મહત્વની છે. એક બાળક કે જેને માતા પિતાએ માત્ર નાનાં રમવા બાબતે ઠપકો આપ્યો હતા. જેથી ઘરેથી ભાગી ગયા હતો. આટલી નાની એવી બાબતે બાળકને એટલું લાગી આવ્યું અને તે ઘર છોડીને જતો રહ્યો હતો. જેથી પરિવારે ઘણી શોધખોળ કરી પણ બાળક મળી આવ્યુ નહીં.

આ પણ વાંચો: Bharuch: હેવાનિયતે હદ વટાવી! નરાધમીએ માત્ર 10 મહિનાની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

બાળક કિમ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસી ભરૂચ ચાલ્યો ગયો

નોંધનીય છે કે, ઘણે કલાકો સુધી જ્યારે બાળક ઘર પરત ન આવ્યો, ત્યારે માતા-પિતા ને એક આશંકા લાગી. તેઓ કીમ પોલીસ મથક (Surat) ખાતે પહોંચ્યા અને પોલીસને તેમના પુત્રની ગુમશુદીની જાણ કરી હતી. જેથી કીમ પોલીસે તરત જ ક્રિયાપ્રવૃત્તિ શરૂ કરી અને બાળકની શોધખોળ માટે અલગ અલગ બજારોમાં તથા કીમ રેલવે સ્ટેશન પર તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, નિયમ વિરૂદ્ધ લેવાઈ રહીં હતી પરીક્ષાઓ

પોલીસે બાળકના વાલીને કિમ પોલીસ મથક ખાતે બોલાવી મિલન કરાવ્યું

ખુશકિસ્મતીથી, કીમ રેલવે સ્ટેશન (Surat)ના પ્લેટફોર્મ પાસે બાળક મળી આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન બાળકે કહ્યું કે, તેણે ટ્રેનમાં બેસીને ભરૂચ જવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ, ભરૂચથી બીજી ટ્રેનમાં બેસીને તે સુરત આવી ગયો. આ ઘટનાને પગલે,કીમ પોલીસ દ્વારા બાળકના વાલીઓને કીમ પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યા. પોતાના બાળકને સહી સલામત જોઈને માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતા. આ ઘટના આદર્શ ભવિષ્ય માટે મોટી ચેતવણી છે કે, બાળકોને નિયમોના અર્ધમાં રાખવાની જરૂર છે, અને માતા-પિતા સંવેદનશીલ અને જાગૃત રહેવું જોઈએ.

આ પણ વાંચો: Surat: કીમમાં ટ્રેન ઉથલાવવાના કેસમાં 3 લોકોની ધરપકડ, થયો આ મોટો ખુલાસો

Tags :
Gujarati NewsRed Light Casesurat case like red lightSurat PoliceVimal Prajapati
Next Article
Home Shorts Stories Videos