Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ધો. 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાનાં બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

બારડોલી પોલીસે (Bardoli Police) મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
surat   ધો  11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાનાં બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
Advertisement
  1. Surat માં ધોરણ 11 ની વિદ્યાર્થિનીનો અગમ્ય કારણોસર આપઘાત
  2. બારડોલીનાં ભુવાસણની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનો બનાવ
  3. શાળાનાં બાથરૂમનાં લિન્ટર પર દુપટ્ટો બાંધી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
  4. શાળાનાં સંચાલકોએ પોલીસ તેમ જ વાલીને જાણ કરી

સુરતમાં (Surat) વધુ એક વિદ્યાર્થીનાં આપઘાતની ઘટના સામે આવી છે. બારડોલીનાં ભુવાસણ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. વિદ્યાર્થિનીએ આપઘાત કેમ કર્યો તે પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી. બારડોલી પોલીસે (Bardoli Police) મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : અમદાવાદની સ્ટલિંગ હોસ્પિટલનાં ડોક્ટરે રાજકોટમાં આપઘાત કર્યો, પરિવારજનોમાં શોકનો માહોલ

Advertisement

ધોરણ 11 ની વિદ્યાર્થિનીનો અગમ્ય કારણોસર આપઘાત

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાનાં (Surat) બારડોલી તાલુકાનાં ભુવાસણ ગામે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં (Uttar Buniyadi Ashram School) ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. વિદ્યાર્થિનીએ શાળાનાં બાથરૂમનાં લિન્ટર પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં શાળાનાં સંચાલકોએ પોલીસ તેમ જ વાલીને જાણ કરી હતી અને તેઓની હાજરીમાં વિદ્યાર્થિનીનાં મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે બારડોલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું, અબુધાબીથી આવેલ બે મુસાફરોની અટકાયત

વિદ્યાર્થિનીએ આપઘાત કેમ કર્યો ? રહસ્ય અકબંધ

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક વિદ્યાર્થિની તાપી જિલ્લાના (Tapi) ઉચ્છલ તાલુકાની રહેવાસી હતી અને છેલ્લા 1 વર્ષ થી બારડોલીનાં ભુવાસણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ આપઘાત કેમ કર્યો તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે વિદ્યાર્થિનીનાં આપઘાત પાછળનું કારણ જાણવા અને તેણીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Chhota Udepur : સબ જેલમાં 13 દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Bihar વિધાનસભા ચૂંટણી અંગે મોટું અપડેટ, NDA ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે ચૂંટણી

featured-img
ગુજરાત

VADODARA : સાવલીની ટોરેસીડ કંપનીમાં ભીષણ આગ, કારણ અકબંધ

featured-img
ગુજરાત

VADODARA : કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર એરપોર્ટ પર સલવાયા

featured-img
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર કરાર પર વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, વેપાર કરાર પર સહમતિ

featured-img
ક્રાઈમ

Rajkot : ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસમાં પોલીસની કામગીરી પર શંકા

featured-img
ગુજરાત

VADODARA : 'વડોદરામાં અધિકારીઓ આવતા ગભરાય છે', સિનિયર ધારાસભ્યનો કટાક્ષ

Trending News

.

×