Surat : વિચિત્ર ઘટના! ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ ફાંસો ખાધેલી હાલતમાં મળી!
- Surat નાં ભેસ્તાનમાંથી વિચિત્ર કિસ્સો આવ્યો સામે
- ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ બાળકીનું મોત
- 1 વર્ષની બાળકી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી
- સુરક્ષા માટે બાંધેલો રુમાલ ગળામાં આવી જતાં મોત!
સુરતનાં (Surat) ભેસ્તાન વિસ્તારમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે. 1 વર્ષની બાળકીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સુરક્ષા માટે બાંધેલો રુમાલ ગળામાં આવી જતાં મોત નીપજ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. બાળકીનાં શંકાસ્પદ મોતને લઈ પોલીસે તપાસ હાથ ઘરી છે.
આ પણ વાંચો - Ahmedabad : HC માં સરકારી વકીલે કહ્યું- ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે શહેરો સુરક્ષિત હોવા જોઈએ..!
માતાએ બાળકીની સુરક્ષા માટે રૂમાલ બાંધ્યો હોવાનું નિવેદન
સુરતનાં (Surat) ભેસ્તાન વિસ્તારમાં એક વિચિત્ર અને દુ:ખદ ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, માતા-પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો ભેસ્તાન વિસ્તારમાં (Bhestan) આવેલી સંગમ સોસાયટીનો છે, જ્યાં રહેતા પરિવારમાં માતાએ ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ બાળકીનાં પેટ પર રૂમાલ બાંદ્યો હતો અને પોતે કામમાં વ્યસ્ત થઈ હતી. જો કે, દરમિયાન બાળકીનાં પેટ પર બાંધેલો રૂમાલ ગળામાં આવી જતાં ફાંસો બની ગયો હતો.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યમાં કાયદા-વ્યવસ્થા અંગે કોંગ્રેસને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ
બાળકી ઘોડિયામાં મૃત લટકતી હાલતમાં મળતા માતા અચંબિત!
બાળકીની માતાએ જોયું તો ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ ઝૂલામાં લટકતી હાલતમાં મળી આવી હતી. આ દ્રશ્યો જોઈને માતાનાં પગ તળેથી જમીન સરકી પડી હતી. બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, પરંતુ, ત્યાં હાજર તબીબઓએ બાળકીને મૃત જાહેર કરી હતી. એક વર્ષની માસૂમ બાળકીનાં મોતથી પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો છે. જ્યારે આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને બાળકીનાં રહસ્ય મોત અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Sanand Veeranjali Program : સાણંદ ખાતે શહીદ દિને વીર સપૂતોની યાદમાં વીરાંજલિ કાર્યક્રમ યોજાશે