Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યવ્યાપી સાયબર રેકેટ ઝડપાયું, ONLINE શોપિંગના નામે છેતરપિંડીનો ખેલ કરાયો, જાણો સમગ્ર અહેવાલ

સુરત શહેરની ખટોદરા પોલીસને એક ફરિયાદ મળી હતી કે એક યુવકે મોબાઈલ વોટ્સએપ થકી પેમેન્ટ લઈ લીધો પરંતુ બદલામાં માલ નહિ મોકલ્યો. એક બાદ એક એવી અસંખ્ય ફરિયાદો આવી ત્યાર બાદ પોલીસે યુવક વિરૂદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આખરે ખોટોદરા પોલીસે (Police) એક ઈસમને ઝડપી પાડ્યો. ફરિયાદને ધ્યાને રાખી યુવકની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાય સાથે જ તેના રહેઠાણની તપાસ કરાઇ હતી. તપાસ દરમિયાન યુવક પાસેથી પોલીસને 12 àª
11:17 AM Jan 15, 2023 IST | Vipul Pandya
સુરત શહેરની ખટોદરા પોલીસને એક ફરિયાદ મળી હતી કે એક યુવકે મોબાઈલ વોટ્સએપ થકી પેમેન્ટ લઈ લીધો પરંતુ બદલામાં માલ નહિ મોકલ્યો. એક બાદ એક એવી અસંખ્ય ફરિયાદો આવી ત્યાર બાદ પોલીસે યુવક વિરૂદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આખરે ખોટોદરા પોલીસે (Police) એક ઈસમને ઝડપી પાડ્યો. ફરિયાદને ધ્યાને રાખી યુવકની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાય સાથે જ તેના રહેઠાણની તપાસ કરાઇ હતી. તપાસ દરમિયાન યુવક પાસેથી પોલીસને 12 એકાઉન્ટની પાસબુક મળી આવી. જેમાં કરોડોનું ટ્રાંજેકશન થયું હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જેથી પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેમેન્ટ મેળવી વસ્તુ આપી નહી
માત્ર સુરત (Surat) એજ નહિ પરંતુ રાજ્યમાં જુદાં-જુદાં શહેરોમાં સાયબર ક્રાઈમની ઘટનામાંઓમા સતત વધારો થઈ રહ્યો છે. પોલીસનો ચોપડો પણ સાઇબર ક્રાઇમના ગુના ઓથી ભરાઈ રહ્યો છે અને એમાં પણ ઓનલાઈન છેતરપીંડીની અનેક ફરિયાદો સામે આવી રહી છે. એ દરમિયાન સુરતના ખટોદરા પોલીસને પણ સાઇબર ક્રાઇમની (Cyber Crime) ફરિયાદ મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ ઓનલાઇન માલનો ઓર્ડર આપ્યો હતો અને ક્યૂઆર કોડ મારફતે 4,997 રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન પણ કરી દીધું  હતું. જોકે રૂપિયા લઈ લીધા બાદ પૈસા આપનાર વ્યક્તિને માલ નહિ મોકલી છેતરપીંડી આચર્યું હોવાનું ફરિયાદીએ ખટોદરા પોલીસને જણાવ્યું હતું.
પોલીસે ફરિયાદ નોંધી
જેથી ખટોદરા મથકમાં વ્યક્તિની ફરિયાદ લઈ પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધી છેતરપિંડી કરનાર યુવકની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેક્નિકલ ટીમ અને હ્યુમન સોર્સીસના આધારે સુરતના ગોપીપુરામાં રહેતા સૂફીયાન સાજીદ રંગુનવાલાને (Sufiyan Sajid Rangunwala) ઝડપી પાડ્યો હતો. સૂફીયાનના રહેઠાણની તપાસ કરતા તેની પાસેથી અલગ-અલગ 12 બેન્ક એકાઉન્ટની પાસબુક મળી આવી હતી સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાનું  ટ્રાન્જેક્શન થયું હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે તપાસ તેજ કરતા આરોપી સુફિયાન પાસેથી 33 મોબાઈલ, 38 સીમકાર્ડ, 12 ચેકબુક અને કોમ્પ્યુટર કબ્જે કર્યા હતા સાથે જ 40 હજાર રોકડા સહિત યુવક પાસેથી 2,39,600 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાત આપતો
આરોપીના 12 એકાઉન્ટમાં રહેલા 4,18,227 રૂપિયા પણ પોલીસે ફ્રીઝ કર્યા હતા. આ મામલામાં અન્ય કોણ કોણ છેતરપિંડીનો ભોગ બન્યું છે તેની પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ જેમાં આરોપી સુફિયાનની પૂછપરછ કરતા તેની પાસે 1 હજાર જેટલી મહિલાઓના કોન્ટેકટ નંબર પણ પોલીસને મળી આવ્યા હતા. આ કોન્ટેકટના માધ્યમથી તે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમ થકી બ્રોડકાસ્ટ બનાવી અલગ અલગ કપડાંને લઈ લોભામણી જાહેરાત કરતો હતો ત્યાર બાદ વસ્તુ સિલેક્શન કર્યા બાદ ક્યૂઆર કોડ (QR Code) મારફતે પેમેન્ટ મેળવી માલ મોકલતો ના હતો
ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આરોપી
પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા સુરતના પાલ પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ (Ahmedabad), દિલ્હી (Delhi) અને રાજ્યસ્થાનમાં (Rajasthan) પણ આરોપી વિરુદ્ધ છેતરપીંડીના ગુના નોંધાયા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હાલ આરોપી સુફિયાન સાથે અન્ય કોઈ વ્યક્તિ છેતરપિંડીમાં સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે રાજ્યવ્યાપી સાયબર રેકેટ ચલાવતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - સુરતની નવી સિવિલહોસ્પિટલમાં નવજાત બાળકીને ત્યજીને મા-બાપ ફરાર, પોલીસે ઝડપ્યા તો સામે આવી કરુણ દાસ્તાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CrimeNewsCyberFraudRacketCyberRacketFraudGujaratFirstSuratSuratpoliceગુજરાતછેતરપિંડીપોલીસસમાચારસુરત
Next Article