SMC ક્રોમા આવાસના પહેલા માળના સ્લેબના પોપડા ખરી પડતા ભાગદોડ મચી
અડાજણ વિસ્તારમાં મનપા દ્વારા બનાવવામાં આવેલા આવાસ થોડા વર્ષોમાં જર્જરિત થઇ જતા ટપોટપ સ્લેપ પડવાની ઘટનાઓ બની રહી છે, ક્રોમા આવાસમાં સ્લેબનો કાટમાળ પડતા એ જગ્યા એ રમતા બાળકોમાં ભાગદોડ મચી ગઇ હતી અનેકવાર પાલિકામાં ફરિયાદ કરવા છતાં રીપેરીંગ કામ ન થતા ગરીબ લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું આવાસ વાસીઓએ જણાવ્યું હતું.સ્થાનિકોમાં ભારે રોષઆવાસમાં રહેતા લોકોના જીવ રામ ભરોસે મુકાયા, à
અડાજણ વિસ્તારમાં મનપા દ્વારા બનાવવામાં આવેલા આવાસ થોડા વર્ષોમાં જર્જરિત થઇ જતા ટપોટપ સ્લેપ પડવાની ઘટનાઓ બની રહી છે, ક્રોમા આવાસમાં સ્લેબનો કાટમાળ પડતા એ જગ્યા એ રમતા બાળકોમાં ભાગદોડ મચી ગઇ હતી અનેકવાર પાલિકામાં ફરિયાદ કરવા છતાં રીપેરીંગ કામ ન થતા ગરીબ લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું આવાસ વાસીઓએ જણાવ્યું હતું.
સ્થાનિકોમાં ભારે રોષ
આવાસમાં રહેતા લોકોના જીવ રામ ભરોસે મુકાયા, આવાસમાં જર્જરિત થતા રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આવાસની કામગીરી હલકી ગુણવત્તાની હોવાનું સમયની સાથે ફલિત થયું છે. પાલિકાના માથે નવી ઉપાધિ આવી છે. બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારોભાર રોષની લાગણી છે તેવામાં, કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.
આવાસ જર્જરિત
છ મહિના પહેલાં ભેસ્તાનના સરસ્વતી આવાસ કૌભાંડમાં હાથ કાળા કરનારાઓને સોધવા વિશેષ સમિતિએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યાજ ઉમરામાં નિર્મળનગર આવાસ પણ 13 વર્ષમાં જ જર્જરિત થઈ ગયું હતું અને હવે તેના ત્રણ મહિના પછી અડાજણ વિસ્તારનું ક્રોમા આવાસ જર્જરિત બન્યું છે. જેના કારણે પાલિકાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે તપાસનો ગાળિયો કસવા આવાસ વાસીઓ માંગ કરી રહ્યા છે.
સ્થાનિકોમાં રોષ
અડાજણના આવાસ નો સ્લેબ પડવાની ફરિયાદો ઉઠી છે. અડાજણ ખાતે આવેલા ક્રોમાં આવાસમાં રહેતા 1500થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનો અવાસવાસીએ આક્ષેપ કર્યો છે. આવાસમાં અચાનક એજ સ્લેપ પડતા બાળકોના જીવ જોખમ માં મૂકાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે આવાસવાસીઓએ જણાવ્યુ હતુ કે, માત્ર આઠ વર્ષમાં આવાસની બિલ્ડીંગમાં તિરાડો આવા સાથે વિવિધ જગ્યાએથી સ્લેપ પડતા સળિયા દેખાવા લાગ્યા છે. કોઈનો રૂમ કોઈની છતનો સ્લેપ તો કોઈના ધાબા નો સ્લેપ પડતા આવાસમાં રહેતા બાળકોના જીવ જોખમમાં મુકાય છે. અનેક વાર ફરિયાદ કરવા છતાં આવાસનું રિપેરિંગ ન થતા આવાસ રહેવાસીઓએ પાલિકા પ્રત્યે રોષ વ્યકત કરતા ચીમકી પણ આપી હતી જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા આવાસમાં રીપેરીંગ ન થયું તો તમામ અવસવાસીઓ કચેરી બહાર ઘરના ધરણાં પ્રદશન કરશે.એવી ચીમકી પણ આપવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement