ચૂંટણી બાદ ઉતરાયણમાં પણ મોદીની મેજીક છવાશે, PMશ્રીના ફોટાવાળા પતંગોની ધુમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો હતો. રેકોર્ડબ્રેક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવાયો અને સુરત મોદીમય બન્યું જો કે હજી મકરસંક્રાંતિને મહિનો કરતા પણ વધુ સમય બાકી છે છતાં સુરતના બજારમાં PM નરેન્દ્ર મોદીના ફોટા સાથેના પતંગો ધૂમ મચાવી રહ્યા છે.પતંગમાં મોદી બ્રાંડઆ વખતે પતંગ બજારમાં પણ 'મોદી બ્રાન્ડ' છવાઇ છે. વડાપ્રધાનશ્રી મોદીના ફોટા સાથેના પતંગ
10:28 AM Dec 14, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો હતો. રેકોર્ડબ્રેક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવાયો અને સુરત મોદીમય બન્યું જો કે હજી મકરસંક્રાંતિને મહિનો કરતા પણ વધુ સમય બાકી છે છતાં સુરતના બજારમાં PM નરેન્દ્ર મોદીના ફોટા સાથેના પતંગો ધૂમ મચાવી રહ્યા છે.
પતંગમાં મોદી બ્રાંડ
આ વખતે પતંગ બજારમાં પણ "મોદી બ્રાન્ડ' છવાઇ છે. વડાપ્રધાનશ્રી મોદીના ફોટા સાથેના પતંગોનું વેચાણ શરૂ થયું છે. બાળકો અને યુવાનોમાં સૌથી લોકપ્રિય તહેવાર એવા ઉત્તરાયણને મહિનો બાકી છે ત્યારે પતંગરસિકોની મનપસંદ દોરી અને પતંગની ખરીદી માટે બજારમાં ભીડ જામી રહી છે.
આ થીમ છવાઈ
દર વર્ષે પતંગ પર ફિલ્મી હીરો, હિરોઇન, ક્રિકેટર્સ કે રાજનેતાની તસવીરવાળાં પતંગ વધુ વેચાતાં હોય છે પરંતુ આ વખતે પતંગબજારમાં તિરંગા પતંગ,બેટી બચાવ અને મોદી બ્રાન્ડ છવાઇ ગઇ છે.
મોદીજીના ફોટાવાળા પતંગોની ડિમાન્ડ
સતત ચોથી પેઢીથી પતંગનો વેપાર કરતાં પતંગ વેપારી હિતેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ ઉતરાયણમાં વડાપ્રધાનશ્રી મોદીના ફોટો વાળા પતંગની ડિમાન્ડ ઉઠી છે. ઉતરાયણને મહિના જેટલો સમય છે. છતાં મોદી ફોટો વાળા પતંગનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સાથે તિરંગા પતંગ અને બેટી બચાવ અને બાળકો માટે છોટા ભીમવાળા પતંગનું પણ વેચાણ થઈ રહ્યું છે.
મોદીજીના ફોટાવાળા પતંગ ખરીદી રહ્યાં છે લોકો
પતંગની ખરીદી કરવા આવનાર પતંગરસિકે પતંગની ખરીદી કરતા કહ્યું હતું કે, આ વખતે જાતજાતના પતંગો બજારમાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ સૌના વહાલા એવા વડાપ્રધાન મોદીના ફોટો વાળા પતંગ પણ જોવા મળી રહ્યા છે. જેથી PM મોદીના ફોટોવાળા પતંગ પણ ખરીદી રહ્યા છે જેનાથી બાળકોમાં પણ ભાજપ અંગે PMના વિકાસના કામો અંગે જાગૃતતા આવે એ હેતુસર પતંગની ખરીદી કરી છે.
આ વખતની ઉત્તરાયણ વધુ જામશે એવું પતંગ બજારમાં થતા પતંગ અને દોરીના વેચાણ થી લાગી રહ્યું છે. આકાશમાં મોદી અને તિરંગાના રંગ પતંગ સહિતના પતંગ ચગશે, સાથે જ પતંગરસિયા પતંગબાજી કરતા જોવા મળશે.
આ પણ વાંચો - CM ભૂપેન્દ્ર પટેલે ભવ્ય જીત બાદ પહેલું કામ આ કર્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article