Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુવકને ઢોરમાર મારવાના બનાવમાં પગલાં ના લેવાતા લોકોમાં આક્રોષ

હજીરા ગામવાસીઓએ સરપંચ સામે મોરચો કાઢ્યોયુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોમાં રોષ ભભૂક્યોલાકડાના ફટકા વડે યુવક ને માર માર્યા બાદ તેને ગાડી સાથે બાંધીને ઢસેડવામાં આવ્યો હતો. જો કે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સરપંચ સામે કોઈ પગલાં ન લેવાયાઆખરે હજીરા ગામવાસીઓ દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરાઈગામના સરપંચની દાદાગીરી સામે પગલાં લેવા ગામવાસીઓએ માંગ કરીસુરત (Surat) શહેરના àª
યુવકને ઢોરમાર મારવાના બનાવમાં પગલાં ના લેવાતા લોકોમાં આક્રોષ
  • હજીરા ગામવાસીઓએ સરપંચ સામે મોરચો કાઢ્યો
  • યુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોમાં રોષ ભભૂક્યો
  • લાકડાના ફટકા વડે યુવક ને માર માર્યા બાદ તેને ગાડી સાથે બાંધીને ઢસેડવામાં આવ્યો હતો. 
  • જો કે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સરપંચ સામે કોઈ પગલાં ન લેવાયા
  • આખરે હજીરા ગામવાસીઓ દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ
  • ગામના સરપંચની દાદાગીરી સામે પગલાં લેવા ગામવાસીઓએ માંગ કરી
સુરત (Surat) શહેરના છેવાડે આવેલા હજીરા વિસ્તારના રાજગરી ગામમાં સરપંચ દ્વારા માનસિક બિમાર યુવકને ઢોર માર મારવાની ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરવાના આક્ષેપ સાથે યુવકના પરિવારજનો દ્વારા કમિશનર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. 
પોલીસ કમિશનરને રજૂઆત
જીવલેણ હુમલાનો ભોગ બનેલ માનસિક રીતે બિમાર યુવકની માતાએ પોલીસ કમિશનર સમક્ષ રજુઆત કરતાં જણાવ્યું હતું કે, રાજકીય વગ ધરાવતાં ગામના સરપંચ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે આગામી દિવસોમાં તેમના પરિવારજનોના જીવને પણ જોખમ હોવાનું પીડિત યુવકની માતાએ જણાવ્યું હતું.
ગાડી પાછળ બાંધી ઘસડ્યો
પોલીસ કમિશનર અજયકુમાર તોમરને આવેદન પત્ર પાઠવતાં પીડિત યુવકની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, ગત ૧લી ડિસેમ્બરના રોજ તેઓના માનસિક રીતે બિમાર પુત્ર દ્વારા સરપંચની ગાડીનો કાચ તુટી ગયો હતો. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા સરપંચ દ્વારા તેમના પુત્રને ગાડીની પાછળ બાંધીને એક કિલોમીટર સુધી રોડ પર ઘસડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી. 
સરપંચ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી ના કરી
જો કે, પાંચ દિવસ વીત્યા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા માત્ર ફરિયાદ દાખલ કરીને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, રાજકીય વગ ધરાવતાં અને ભાજપના કિસાન મોર્ચાના અગ્રણી એવા સરપંચ વિરૂદ્ધજો વહેલી તકે સખ્ત કાર્યવાહી નહીં કરવામાં આવે તો હજીરા પોલીસ મથકની સામે જ ભુખ હડતાળ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.