Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાડા છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારને ફાંસીની સજા

સુરત (Surat) શહેરના કતારગામ વિસ્તારમાં આશરે બે માસ પૂર્વે હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. સાડા છ વર્ષીય બાળકી સાથે પાડોશમાં રહેતા નરાધમ યુવક દ્વારા દુષ્કર્મ (Rape) બાદ હત્યા કરાઈ હતી હત્યા (Murder) બાદ બાળકીને કોથળામાં પેક કરી પેટી પલંગમાં સંતાડી હતી. આ ઘટનામાં ગણતરીના સમયમાં પોલીસે (Police) આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે આ કેસને સુરત સેશન કોર્ટની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. આજે આ ઘ
સાડા છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારને ફાંસીની સજા
સુરત (Surat) શહેરના કતારગામ વિસ્તારમાં આશરે બે માસ પૂર્વે હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. સાડા છ વર્ષીય બાળકી સાથે પાડોશમાં રહેતા નરાધમ યુવક દ્વારા દુષ્કર્મ (Rape) બાદ હત્યા કરાઈ હતી હત્યા (Murder) બાદ બાળકીને કોથળામાં પેક કરી પેટી પલંગમાં સંતાડી હતી. આ ઘટનામાં ગણતરીના સમયમાં પોલીસે (Police) આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે આ કેસને સુરત સેશન કોર્ટની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. આજે આ ઘટનાના બાદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે સાથે પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
કોર્ટે ફાંસીની સજા સંભળાવી
ગત 7 ડિસેમ્બર ના રોજ 6 વર્ષ અને 8 માસની એક પરપ્રાંતી નાની બાળકી ઉપર તેના જ બિલ્ડીંગમાં રહેતા મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલ નામના નારાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં બાળકીની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ગુનામાં સુરત સેશન કોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુરત સેશન કોર્ટના એડિશનલ જજ યુ.એમ ભટ્ટ દ્વારા દાખલા રૂપ ચુકાદો આપતા બળાત્કાર અને હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી છે.
મોડી રાત સુધી કોર્ટની કાર્યવાહી ચાલી
રાત્રે 9:00 વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી અને એડિશનલ સેશન જજ યુ.એમ ભટ્ટ દ્વારા બળાત્કારી મુકેશ પંચાલને ફાંસીએ લટકાવવાની સાથે સાથે જુદા જુદા કલમ મુજબ પણ સજા સંભળાવી હતી. જેમાં IPC કલમ 376 A અને B માં ફાંસી, કલમ 302 હત્યામાં ફાંસી અને રૂ. 5000નો દંડ, કલમ 303 માં 1 વર્ષ અને રૂ. 200 દંડ, કલમ 363 માં 7 વર્ષ અને રૂ. 1000નો દંડ, કલમ 366 માં 10 વર્ષ અને રૂ. 1000નો દંડ, કલમ 376(2)(J)(L) 10 વર્ષ રૂ. 3000નો દંડ, કલમ 376 (3)માં 20 વર્ષ અને રૂ. 5000 દંડની સજા સંભળાવી છે.
  • આ અંગે સરકારી વકીલ લઈને સુખડવાલાએ જણાવ્યું હતું કે, આજે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે તે માટે અઢીથી ત્રણ કલાક જેટલી દલીલો કરવામાં આવી હતી અને મોડી રાત્રીએ જજ દ્વારા આરોપીને મહત્તમ મહત્તમ સજાનું રૂપે ફાંસીની સજા સંભળાવી છે.
દુષ્કર્મના કેસમાં અત્યાર સુધીનું મહત્તમ વળતર
બળાત્કારના કેસમાં સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસે સાથે બાળકીને ગુમાવનાર માતા-પિતાને પણ ખૂબ જ મોટું વળતર ચૂકવવાની જજ દ્વારા જાહેરાત કરાઈ હતી. જજ દ્વારા પરિવારને રૂ. 23.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું હુકમ કર્યો હતો. જે આજ દિન સુધી બળાત્કારના ગુનામાં સંભળાવેલી સજામાં પરિવારને આપવામાં આવતા વળતર કરતાં સૌથી વધુ છે.
શું હતી ઘટના?
કતારગામ વાળીનાથ ચોક પાસેથી 7 ડિસેમ્બરે 7 વર્ષની બાળકી ગુમ થયાંની ફરીયાદ ચોક બજાર પોલીસમાં નોંધાયા બાદ તપાસ દરમિયાન બાળકીનો મૃતદેહ પાડોશમાં રહેતા યુવકના ઘરમાંથી મળી આવ્યો હતો. જે બાદ પાડોશમાં રહેતા આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલને પંડોળ વિસ્તારમાંથી ઝડપી લઈ પુછપરછ કરતા તેણે બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી રૂમમાં લઈ ગયો અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી મૃતદેહને કોથળામાં પેક કરી પેટી પલંગમાં છૂપાવી નાસી છૂટ્યો હતો. તેણે લાશનો નિકાલ કરવાનો પ્લાન પણ ઘડ્યો હતો પણ તે કરે એ પહેલા તે ઝડપાઈ ગયો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.