લાજપોર મધ્યસ્થ જેલમાં બંદીવાણીઓએ ઉજવી દિવાળી
સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી સારી રીતે થઈ. નાના લોકોથી માંડીને વયોવૃદ્ધએ ભારે ઉત્સાહ સાથે આ તહેવાર ઉજવ્યો ત્યારે લાજપોર મધ્યસ્થ જેલના વર્તમાન સુપ્રિટેન્ડન્ટ જે. એન. દેસાઇના માર્ગદર્શન હેઠળ તથા ડીવાય.એસ.પી. નરવડે ના સંયોજન સાથે ૨,૬૦૦ જેટલા કેદી ભાઇઓ-બહેનો માટે લાજપોર જેલમાં કાળી ચૌદસની સંધ્યાએ એક પ્રેરક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સંગીતની રસ લહાણ સાથે શહેરના જાણીà
02:09 PM Oct 25, 2022 IST
|
Vipul Pandya
સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી સારી રીતે થઈ. નાના લોકોથી માંડીને વયોવૃદ્ધએ ભારે ઉત્સાહ સાથે આ તહેવાર ઉજવ્યો ત્યારે લાજપોર મધ્યસ્થ જેલના વર્તમાન સુપ્રિટેન્ડન્ટ જે. એન. દેસાઇના માર્ગદર્શન હેઠળ તથા ડીવાય.એસ.પી. નરવડે ના સંયોજન સાથે ૨,૬૦૦ જેટલા કેદી ભાઇઓ-બહેનો માટે લાજપોર જેલમાં કાળી ચૌદસની સંધ્યાએ એક પ્રેરક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સંગીતની રસ લહાણ સાથે શહેરના જાણીતા શિક્ષણવિદ્ અને પ્રેરક વક્તા હરિકૃષ્ણ શાસ્ત્રીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
તેઓએ દિવાળી પૂર્વે તમામ કેદીઓને શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં આવેશને કારણે, સ્વભાવને કારણે, સંગત દોષને કારણે, જરૂરિયાત કરતા વધુ ભૌતિક સુખ એકત્ર કરી લેવાની લાલસાને કારણે, કે પછી ગુનાહિત માનસિકતાને કારણે બે પાંચ મિનિટનો સમયગાળો બેહોશી અવસ્થા જેવો આવી જાય છે. જ્યારે આપણે કાનૂનની લક્ષ્મણરેખા ઓળંગી જઇએ છીએ, અને છેવટે પોતાની સાથે પરિવારને પણ દુ:ખની જંજાળમાં ખેંચી જઇએ છીએ. આવા સમયે માત્ર ત્રણ બાબતો તમને જેલની દીવાલની પેલે પાર જવાની આઝાદી આપી શકે તેમ છે.
ધીરજ, પ્રાર્થના, અને સક્રિયપણે જેલમાં થતી રચનાત્મક પ્રવૃત્તિઓમાંથી કશુંક શીખવાની ધગશ.લઇ શકો, તે તમારી આવનારા સમયની જિંદગીને અવશ્ય બદલશે. કારણકે જેલમાં બંદીવાન થઇને વીતતો સમયએ તમારી જિંદગીનું પૂર્ણવિરામ નથી, માત્ર અલ્પવિરામ છે! આમ સમજીને પરમાત્માને ચરણે પ્રાર્થના કરતા રહીએ. તેઓએ આ સંદર્ભમાં વાલિયામાંથી વાટિથકી, તથા અંગૂલિમાલ તેમજ ભગવાન સ્વામિનારાયણના સમયના જોબન વડતાલાના દૃષ્ટાંતો આપીને સહુને નવા જીવન માટે નવી વિચારસરણી અપનાવવા અપીલ કરી હતી.
Next Article