Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં 16 બેઠકોની મતગણતરીની તૈયારી પૂર્ણ, હાઇપ્રોફાઇલ બેઠકો પર સૌની નજર

મતદાનની કસોટી બાદ હવે ગણતરીકારોની કસોટીગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત મતણતરીની પેટર્ન બદલાશેમતણતરી દરમિયાન બેલેટ પેપર માટે અલાયદા ટેબલની વ્યવસ્થા કરાશેમહત્વની બેઠકો ઉપર મતગણતરી કરનારાઓની રીતસરની ચટણી થશેSVNIT કોલેજ અને ગાંધી કોલેજ ખાતે તમામ બેઠકો ની મતગણતરી ખંડ ઉપર બેરીકેડ કરાયાએક વિધાનસભા દીઠ 96 કર્મીઓનો સ્ટાફ કામગીરીમાં જોડાશેજડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે સીસી કà«
સુરતમાં 16 બેઠકોની મતગણતરીની તૈયારી પૂર્ણ  હાઇપ્રોફાઇલ બેઠકો પર સૌની નજર
  • મતદાનની કસોટી બાદ હવે ગણતરીકારોની કસોટી
  • ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત મતણતરીની પેટર્ન બદલાશે
  • મતણતરી દરમિયાન બેલેટ પેપર માટે અલાયદા ટેબલની વ્યવસ્થા કરાશે
  • મહત્વની બેઠકો ઉપર મતગણતરી કરનારાઓની રીતસરની ચટણી થશે
  • SVNIT કોલેજ અને ગાંધી કોલેજ ખાતે તમામ બેઠકો ની મતગણતરી ખંડ ઉપર બેરીકેડ કરાયા
  • એક વિધાનસભા દીઠ 96 કર્મીઓનો સ્ટાફ કામગીરીમાં જોડાશે
  • જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે સીસી કેમેરા સાથે મોનીટરીંગ કરાશે
  • મતગણતરી કેન્દ્રો બહાર સમર્થકો માટે LED સ્ક્રીન મુકાઈ
સુરત (Surat) શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકો ઉપર આવતી કાલે મતગણતરીનો આરંભ થશે, જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર (Counting Centre) ઉપર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

16 બેઠકો માટે મતગણતરી
મતદાનના છ દિવસ બાદ સુરત શહેર અને જિલ્લાની બેઠકો ઉપર મતગણતરી તૈયારી શરુ કરાઇ છે. આ અંગે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક એ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે સુરતની બે કોલેજોમાં મતગણરી કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતી કાલે સુરતની એસ વી એન આઈ ટી કોલેજ અને ગાંધી એન્જિનિયિંગ કોલેજ આમ બે સ્થળે મતગણતરી કરાશે. સુરત શહેર જિલ્લાની 16 બેઠક છે.જેમાં 10 બેઠક ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને અન્ય 6 બેઠક એસ વી એન આઈ ટી કોલેજ આમ બે સ્થળે 16 વિધાનસભા બેઠકોની મતગણતરી માટે ની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

સૌથી લાંબી મતગણતરી ચોર્યાસી અને કામરેજની રહી શકે
જો કે આ વખતે પણ સ્ટ્રોંગ રૂમ ખાતે જ મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું છે.એક વિધાનસભા ખાતે 96 વ્યક્તિ ઓનો સ્ટાફ કામગીરીમાં જોડાશે,લિંબાયત વિધાનસભામાં 44 ઉમેદવાર હોવા થી બે ટેબલ અને ડબલ ટીમ લાગશે. એક વિધાનસભામાં 14 ટેબલ રહેશે,એટલે કે 12 વિધાનસભામાં અંદાજે કુલ.168 ટેબલ ની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ પોસ્ટલ બેલેટ થી મતગણતરી ની શરુઆત થશે. સૌથી લાંબી મતગણતરી ચોર્યાસી અને કામરેજની રહી શકે જેમાં 37 રાઉન્ડ નો અંદાજ છે.દરેક કેન્દ્ર બહાર સીસીટીવી અને ચુસ્ત પોલીસ બંદબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

એલ ઇ ડી સ્ક્રીન મુકાયા
મતગણતરીને ધ્યાને રાખી સુરત કલેકટર આયુષ ઓક દ્વારા શહેરીજનોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરાઇ છે. મતગણતરી કેન્દ્રો બહાર પબ્લિક અને સમર્થકો માટે એલ ઇ ડી સ્ક્રીન મુકાયા છે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ રહેશે.

હવે ગણતરીકારોની કસોટી 
આવતી મતદાનની કસોટી બાદ હવે ગણતરીકારોની કસોટી થનાર છે.જો કે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત મતણતરીની પેટર્ન બદલાશે. મતણતરી દરમિયાન બેલેટ પેપર માટે અલાયદા ટેબલની વ્યવસ્થા કરાઈ છે મહત્વની બેઠકો ઉપર મતગણતરી કરનારાઓની રીતસરની ચટણી થશે,SVNIT કોલેજ અને ગાંધી કોલેજ ખાતે તમામ બેઠકો ની મતગણતરી ખંડ ઉપર બેરીકેડ કરાયા છે.જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે સીસી કેમેરા સાથે મોનીટરીંગ કરાશે.
આ સીટો પર સૌની નજર
સુરત શહેરની વરાછા, કતારગામ, પૂર્વ અને લિંબાયત બેઠક ઉપર સૌ કોઈ ની નજર રહેશે. જ્યારે જિલ્લાની મહુવા ,કામરેજ અને ઓલપાડ, પર સૌની નજર રહેશે. કતારગામના હાઇ પ્રોફાઇલ જંગમાં કોણ જીતશે એની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. કતારગામ બેઠક પર રાજ્ય રારકારના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા અને કોગ્રેસના યુવા નેતા કલ્પેશ વરિયા તો આપના પ્રદેશ પ્રમુખ ઇટાલિયા વચ્ચેના જંગ માં વધુ મતે વિજય કોનો થશે એ ચિત્ર મતગણતરી પછી સ્પષ્ટ થશે.
મતગણતરી કેન્દ્રો પર પ્રતિબંધો
જો કે સુરત પશ્ચિમ, મજુરા, ચૌર્યાસી, લિબાયત, ઉધના પર પરિણામો બાદ જીતનો સહેરો કોના માથે બેસે એ જોવું રહ્યું. કે મતગણતરી ને સુરત જિલ્લા કલેકટર દ્વારા કેટલાક પ્રતિબંધો ફવવામાં આવ્યા છે. મતગણતરી કેન્દ્ર અંદર મોબાઈલ કે સ્માર્ટવોચ લઇ જવા પર પ્રતિબંધ છે. ૨૦૦ મીટર ના અંતરમાં ચારથી વધુ વ્યક્તિ ભેગા થવું નહિ. સાથે જ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ લઈ ના જવું. જ્યારે સ્ટ્રોંગ રૂમ બહાર મોનીટરીંગ કરવા છ જેટલી ડિસ્પ્લે પણ મૂકવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.




Advertisement
Tags :
Advertisement

.