Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુર્યપુત્રી તાપીમાં પ્રદુષણનું ગ્રહણ, ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી

ચૂંટણી પુરી થઈ ગઈ છે. નવી સરકારે ચાર્જ લઈ લીધો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તાપી શુદ્ધિકરણ ચોપડે ચાલી રહ્યું હોય તેવું દેખાય રહ્યું હતું ત્યારે હવે ગુજરાત ફર્સ્ટ ન્યુઝની ટીમે બોટમાં બેસીને તાપી નદીનો ચિતાર મેળવ્યો હતો તે ચોકવનારો હતો. જેમાં સુર્ય પુત્રી તાપી નદીની ચોકવનારી હક્કીત બહાર આવી છે.સુરત શહેરના રાંદેર ટાઉન અને સિંગણપોરને જોડતો આ છે વિયર કમ કોઝવે, જે સુર્ય પુત્રી તાપ
સુર્યપુત્રી તાપીમાં પ્રદુષણનું ગ્રહણ  ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી
ચૂંટણી પુરી થઈ ગઈ છે. નવી સરકારે ચાર્જ લઈ લીધો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તાપી શુદ્ધિકરણ ચોપડે ચાલી રહ્યું હોય તેવું દેખાય રહ્યું હતું ત્યારે હવે ગુજરાત ફર્સ્ટ ન્યુઝની ટીમે બોટમાં બેસીને તાપી નદીનો ચિતાર મેળવ્યો હતો તે ચોકવનારો હતો. જેમાં સુર્ય પુત્રી તાપી નદીની ચોકવનારી હક્કીત બહાર આવી છે.
સુરત શહેરના રાંદેર ટાઉન અને સિંગણપોરને જોડતો આ છે વિયર કમ કોઝવે, જે સુર્ય પુત્રી તાપી નદીના ઉપર બનાવામાં આવ્યો છે. આજે જયારે ગુજરાત ફર્સ્ટની ટીમે સુર્યપુત્રી તાપી નદીની મુલાકાત લીધી હતી. ખરેખર તો સુરત શહેરની મહાનગરપાલિકા હોય કે પછી હોય GPCB એક વાર સુર્ય પુત્રી તાપી નદીની મુલાકાત લેવા જેવી છે. સુરતના લોકો હાલ લીલ વાળું પાણી પીવા મજબૂર બન્યા હોય તેવું દૃશ્ય સામે આવ્યું છે, લીલા રંગ નું પાણી ના દ્રશ્યો જે આપ જોય રહ્યા છો એ વિયર કમ કોઝ વે ના બંધીયાર પાણી ગંધાઈ ઉઠ્યું છે.
એક તરફ સુરત મહાનગર પાલિકાનું તંત્ર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યુ છે. નવનિયુક્ત સુરત મનપા કમિશનર દ્વારા સફાઈ ઝુંબેશ માટે આરોગ્ય વિભાગની સાથે સાથે ઝોનલ ચીફને પણ જવાબદારી સોંપી છે. CCTV ના માધ્યમથી જાહેરમાં કચરો ફેંકનારાઓને દંડ પણ કરી રહ્યા છે, અને એ એક સારી વાત પણ કહેવાય, પરંતુ ખુદ સુરત મહાનગર પાલિકાનું તંત્ર અને GPCBની લોલમ્પોલ ખુલીને સામે આવી છે તેની જીમેદારી કોણ લેશે,સુરત શહેરના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત એવા વિયર કમ કોઝવેમાં પારાવાર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઝવે પાસેથી પસાર થવાનું પણ મુશ્કેલ કરી દે તેવી દુર્ગંધ અહીં આવી રહી છે. પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં હોય તેવી પ્રતિતી થઈ રહી છે.
આ અંગે પર્યાવરણ વિદ એમ એસ શેખે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે, સુરત મનપા તંત્ર દ્વારા તાપી શુધ્દિકરણ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. જેથી તાપી નદી શુધ્ધ થાય ગંદા આઉટલેટોનું પાણી અહી છોડવાનું બંધ કરી દેવાયું છે અને તબક્કાવાર આ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ સુરત શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત એવા કોઝવે તરફ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. કોઝવેના પાણીનો કલર લીલો થઈ ગયો છે,કોઝવે પરથી પસાર થતા વાહનચાલકો અને રહદારીઓને રીતસર અહી નાક બંધ કરીને પસાર થવાનો વારો આવ્યો છે.
સ્વચ્છતામાં અગ્રેસર ગણાતા સુરત મનપાના અધિકારીઓની ટીમ હજી કોઝવેની ગંદકી દુર કરવામાં આળસ કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.સુરત મનપા કમિશનરે હાલ શહેરમાં ગંદકી દુર કરવા અને શહેરને સ્વચ્છ સુંદર બનાવવા માટે ખાસ સર્વેની ટીમ ઉતારી છે પરંતુ આ સર્વેની ટીમ હજી કોઝવે સુધી પહોંચી શકી નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.