Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI નું સપનું ટેમ્પલ ઓફ ડેમોક્રેસી તૈયાર થયું સુરતમાં, જાણો રોચક માહિતી

સુરત ડાયમંડ સિટી એ તૈયાર કર્યું મોડલજ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું ટેમ્પલ ઓફ ડેમોક્રેસીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનામાંનું એક સપનું છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી15 કિલોગ્રામ સોના, ચાંદીનો ઉપયોગ કરી તૈયાર કરાયું ટેમ્પલ મોડલ ટેમ્પલ ઓફ ડેમોક્રેસી કલેક્શનને મંત્રી પીયૂષ ગોયલના હસ્તે લોંચ કરાયુંકતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં ડાયમંડ ઉદ્યોગà
pm modi નું સપનું ટેમ્પલ ઓફ ડેમોક્રેસી તૈયાર થયું સુરતમાં  જાણો રોચક માહિતી
  • સુરત ડાયમંડ સિટી એ તૈયાર કર્યું મોડલ
  • જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું ટેમ્પલ ઓફ ડેમોક્રેસી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનામાંનું એક સપનું છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી
  • 15 કિલોગ્રામ સોના, ચાંદીનો ઉપયોગ કરી તૈયાર કરાયું ટેમ્પલ મોડલ 
  • ટેમ્પલ ઓફ ડેમોક્રેસી કલેક્શનને મંત્રી પીયૂષ ગોયલના હસ્તે લોંચ કરાયું
  • કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા યોજાયો કાર્યક્રમ
  • રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ કાર્યક્રમમાં હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના સપનાઓ પૈકીનું એક સપનું સુરત (Surat) માં સાકાર થવા જઇ રહ્યું છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા ટેમ્પલ ઓફ ડેમોક્રેસી (Temple of Democracy) તૈયાર કરવામાં આવ્યું છે. અનોખા આકર્ષણ એવા કલેક્શનને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના હસ્તે લોંચ કરાયું હતું. 
મંત્રી પિયુષ ગોયલના હસ્તે લોંચ
સોમવારે મંત્રી પીયૂષ ગોયલ સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા આયોજિત ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહયા હતા. કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં મંત્રી પીયૂષ ગોયલ સાથે કેન્દ્રીય ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા,દરમિયાન સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ૧૫ કિલોગ્રામના સોના, ચાંદીથી તૈયાર થઇ રહેલા ટેમ્પલ ઓફ ડેમોક્રેસી કલેક્શન મંત્રી પીયૂષ ગોયલ હસતે લોંચ કરાયું હતું.

270 કલાકમાં થશે તૈયાર 
અનોખું આકર્ષણ પાડે એવી સોનાની ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની બનાવટ જોવા મળી હતી,જેની સાઈઝ 1.5 ફીટ અને અને વજન 14-15 કિલો જેટલું છે.ગોલ્ડ અને સિલ્વરનો ઉપયોગ કરી ટેમ્પલ ઓફ ડેમોક્રેસી મોડલ બનવામાં આવ્યું છે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસીમાં નેચરલ ડાયમન્ડ, લેબગ્રોન ડાયમંડ, પ્રશ્યશ સ્ટોન, મધર ઓફ પર્લનો ઉપયોગ કરાયો છે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની અંદાજિત માર્કેટ કિંમત 80 લાખથી વધુની છે. જેને ટુકડે ટુકડે બનવામાં કુલ 270 કલાક લાગી શકે તેવું અનુમાન હોવાનું ડાયમંડ ઉદ્યોગકાર કલ્પેશ વગાશિયા એ જણાવ્યું હતું,
ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની ખાસીયત
•ટેમ્પલ ઓફ ડેમોક્રેસી ની સાઈઝ 1.5 ફીટ
•વજન 14-15 કિલો
•ગોલ્ડ અને સિલ્વરથી બનવાઈ રહ્યો છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી મોડલ
•નેચરલ ડાયમન્ડ,લેબગ્રોન ડાયમંડ, પ્રશ્યશ સ્ટોન, મધર ઓફ પર્લ, વુડ, લેપીસ, રૂબી, એમરલેન્ડ અને અન્ય ચીજોનો ઉપયોગ
•ટેમ્પલ ઓફ ડેમોક્રેસી ની અંદાજિત માર્કેટ કિંમત 80 લાખથી વધુ 
•ટેમ્પલ ઓફ ડેમોક્રેસી બનાવતાં કુલ 270 કલાક થશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.