PM Modi in Gujarat : આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, વાંચો વિગત
- આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં બે દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi in Gujarat)
- સુરતમાં પીએમ મોદીનાં આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
- પીએમ મોદીની સુરક્ષા-વ્યવસ્થાને લઈ આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું રિહર્સલ
- નવસારીમાં પીએમ મોદી લખપતિ દીદી સંમેલન’ માં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ એટલે કે 7 માર્ચથી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે (PM Modi in Gujarat) છે. દરમિયાન, પીએમ મોદી સુરત અને નવસારીમાં (Navsari) વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીનાં આગમને લઈ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન, પીએમ મોદી સુરતમાં (Surat) વિશાળ સભાને સંબોધિત કરશે. આ સભામાં અંદાજે 1 લાખ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. રૂ. ચાર કરોડનાં ખર્ચે વિશાળ ડોમ અને અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે 8 મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે.
આ પણ વાંચો - Gujarat BJP : જિલ્લા-શહેરમાં નવા પ્રમુખોની વરણી, જાણો કોણ થયું રિપીટ અને કોણ છે નવો ચહેરો?
પીએમ મોદીનાં આગમનને લઈ સુરતમાં એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રિહર્સલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે (PM Modi in Gujarat) આવી રહ્યા છે. આવતીકાલથી પીએમ મોદી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત (Surat) અને નવસારીમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. માહિતી અનુસાર, પીએમ મોદીનાં આગમને લઈ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સુરતમાં એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રિહર્સલ યોજાયું હતું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. વડાપ્રધાનની સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે રિહર્સલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Morbi : વધુ એક સ્વમીનો બફાટ! માફી ન માગે તો ઊગ્ર વિરોધની ચીમકી
1 લાખથી વધુ લોકો બેસી શકે તે માટે 4 કરોડનાં ખર્ચે વિશાળ ડોમ તૈયાર કરાયો
માહિતી અનુસાર, સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ સભાને સંબોધિત પણ કરશે. આ સભામાં 1 લાખથી વધુ લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે. રૂ. 4 કરોડનાં ખર્ચે વિશાળ ડોમ ઊભો કરાયો છે. સાથે જ લાઈટિંગ, સાઉન્ડ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, ફૂડ, વોટર, રંગરોગાન અને હોર્ડિગ્સ સહિત તમામ વ્યવસ્થાઓ પાછળ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. VIP, VVIP અને જનરલ પબ્લિક માટે અલગ-અલગ એન્ટ્રી રહેશે. સભાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ વિભાગનાં (Surat Police) અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે, 8 મીએ પીએમ મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Women's Day) ઉજવણી નિમિત્તે નવસારી જિલ્લાની મુલાકાત લેશે. અહીં, વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ માં (Lakhpati Didi Sammelan) તેઓ ભાગ લેશે. દરમિયાન, રાજ્યની 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને રૂ. 450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો - Sabarkantha: જિલ્લાની 395 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી, આ રહી સંપૂર્ણ વિગતો