Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરક્ષા, રોજગાર અને સ્વાભીમાનનો ત્રિ-ચક્રીય રથ એટલે પિંક ઓટો પ્રોજેક્ટ જેને મહિલાઓએ સફળ કરી બતાવ્યો

પિંક ઓટો (Pink Auto) રીક્ષા યોજનાનો સુભારંભ વર્ષ 2017માં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના (Vijay Rupani) હસ્તે કરવામાં આવ્યો હતો. છેલ્લા છ વર્ષથી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પિંક ઓટો રીક્ષા પ્રોજેક્ટ (Pink Auto Rickshaw Project) શરૂ કરવામાં આવ્યો ત્યાર થી આજ દિન સુધી સતત સુરતમાં શાનથી પિંક ઓટો દોડી રહી છે. સુરક્ષા, રોજગાર અને સ્વાભીમાનનો ત્રી-ચક્રીય રથ એટલે પિંક ઓટો, પિંક રીક્ષા શરૂ થઈ તે વખતે શરુઆતમાં જ રીક્ષા
સુરક્ષા  રોજગાર અને સ્વાભીમાનનો ત્રિ ચક્રીય રથ એટલે પિંક ઓટો પ્રોજેક્ટ જેને મહિલાઓએ સફળ કરી બતાવ્યો
પિંક ઓટો (Pink Auto) રીક્ષા યોજનાનો સુભારંભ વર્ષ 2017માં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના (Vijay Rupani) હસ્તે કરવામાં આવ્યો હતો. છેલ્લા છ વર્ષથી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પિંક ઓટો રીક્ષા પ્રોજેક્ટ (Pink Auto Rickshaw Project) શરૂ કરવામાં આવ્યો ત્યાર થી આજ દિન સુધી સતત સુરતમાં શાનથી પિંક ઓટો દોડી રહી છે. સુરક્ષા, રોજગાર અને સ્વાભીમાનનો ત્રી-ચક્રીય રથ એટલે પિંક ઓટો, પિંક રીક્ષા શરૂ થઈ તે વખતે શરુઆતમાં જ રીક્ષા ચલ્લાવા માટે મનપા ધ્વારા 70 જેટલી મહીલો ઓને રીક્ષા ચલવવની ટ્રેનિંગ સાથે જ લાઈસન્સ અને રીક્ષાની લોન મેળવવામાં પણ મનપા મુખ્ય ભૂમિકા ભજવી હતી,
  • મુબઈમાં પિંક ઓટોરીક્ષા પ્રોજેક્ટ અંતર્ગત હજારો મહિલાઓ રોજગાર મેળવી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ આ પ્રકાર ની પહેલ વર્ષ 2017માં કરવામાં આવી હતી. જે છ વર્ષ માં સફળ થયેલી ખુદ રીક્ષા ચાલક મહિલાઓએ જણાવી હતી.
મહિલાઓને પગભર કરવાનો પ્રયાસ
સુરત સ્કુલ રીક્ષા કે સ્કુલ વેનમાં જતી બાળકીઓ અવારનવાર પુરુષ ડ્રાઈવરો ધ્વારા શારીરિક અડપલા ગંદી ભાષામાં વાતો કરવી કે છેડતી વગેરે નો શિકાર બનતી હોય છે. જાહેર સ્થળોએ આ ઘટનાઓ હવે સામાન્ય થઇ ગઈ છે,ત્યારે એક બાળકી કે કિશોરી આ પ્રકારના હેરેસમેન્ટની વાત પોતાની માતા કે વડીલો સાથે કરતા દરે છે. શરમ અનુભવે છે. જેથી કેટલીક સંસ્થાઓ અને પાલિકા પણ સભર બની અને પાલિકા દ્વારા કરવામાં આવી પિંક રીક્ષાની શરૂઆત, આ પ્રોજેક્ટ થકી પાલિકા મહિલાઓને ઓટોરીક્ષા આપવામાં મદદ કરવા સાથે તેમને રીક્ષાની તાલીમ રોડ રસ્તાનો અનુભવ સાથે જ તેમની આર્થિક સ્થિતિ સુધારવા અને મહિલાઓને પગભર કરવાનો એક અવસર આપ્યો હતો.
ખાસ પ્રોજેક્ટ
આ અંગે પાલિકા અધિકારી એ જણાવ્યું હતું કે, આ એક સ્પેશ્યલ પ્રોજેક્ટ છે. સૌ પ્રથમ પાલિકા દ્વારા પિંક ઓટો પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં મહિલાઓનાં પરિવારને મળ્યા તેમને સમજણ આપી રીક્ષા ચલવવાની તાલીમ સાથે લાઇસન્સ કડવવાની તમામ પ્રકિયા માટે પાલિકા સતત મહિલા ઓનાં સાથે રહી સરકારની યોજના મદદરૂપ કરી લોન અપાવી પગભર કરવનો પ્રયાસ પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.
ઓછા હપ્તે લોન
મહિલાઓને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી બાજપાઈ યોજના થકી સબસિડી મેળવી ઓછા હપ્તે લોન અપાવી રીક્ષા ચલવતી કરી હતી સાથે જ શહેરભરમાં પ્રદુષણ ઘટાડવામાં મદદરૂપ થાય એ રીતે ઈ-રીક્ષાનો પણ હાલ છ મહિના અગાઉ સમાવેશ કરાયો છે. જેમાં 136 ઈ રીક્ષા અને 300 જેટલી પિંક રીક્ષાની ફાળવણી કરાઈ છે. પ્રથમ તબક્કામાં 34 રીક્ષા અપાઈ. પિંક ઓટો રીક્ષા સ્કુલ જતી વિદ્યાર્થીઓને ઘરે થી સ્કૂલ અને સ્કુલ થી ઘરે લઇ જવા માટે ચલાવી સાથે રીક્ષા ભાડું અને મહિલા ઓને નોકરી પર થી ઘર મૂકવા નું ભાડું લઈ પોતાનું ગુજરાન ચલવવા માં મદદરૂપ થાય તે માટે ના તમામ સુંદર પ્રયાસો પાલિકા દ્વારા કરવામાં આવ્યા હોવાનું રીક્ષા ચાલક મહિલા એ જણાવ્યું હતું.
પ્રોજેક્ટને મહિલાઓએ સફળ કરી બતાવ્યો
શરૂઆતમાં ઓટો રિક્ષાની તાલીમ મેળવનાર 70 મહિલાઓનો સમાવેશ થયો હતો. જેઓએ અન્ય મહિલાઓને પણ તે તાલીમ આપી પગભર કરી અને તેમાંની 25 મહિલાઓએ લર્નિંગ લાઇસન્સ તેમજ 17 મહિલાઓએ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ શરૂઆત માજ મેળવી પગભર થઈ મેળવી લીધા હતા. મહિલા અને બાળકોને સુરક્ષિત મુસાફરીનો વિકલ્પ મળી રહે તેમજ મહિલાઓ આર્થિક રીતે પગભર બની સ્વારોજગાર મેળવે તે ઉમદા હેતુ થી સુરત મહાનગર પાલિકા દ્વારા પિન્ક પ્રોજેક્ટ અમલમાં મુકવામા આવ્યો હતો અને આ પ્રોજેક્ટને કેટલીક જરૂરિયાતમંદ મહિલાઓએ સફળ કરી બતાવ્યો છે.
કોરોનામાં પતિના મોત બાદ પગભર બની
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યુઝ એ છેલ્લા પાંચ વર્ષ થી સુરત માં પિન્ક ઓટો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાના ઘરની તેની રીક્ષા ચાલવવાની પરિસ્થિતિ અંગે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મહિલાએ ગુજરાત ફર્સ્ટની સાથે વાત કરતા કહ્યું હતું કે, કોરોના માં પતિનું મોત થઈ ગયું, ઘરનો કોઈ આધાર ન રહેતા પોતે રીક્ષા શિખી પિંક ઓટો રિક્ષા ચાલક બની પગભર થઈ હતી.
ગુજરાત ફર્સ્ટના માધ્યમથી THANK YOU SMC
ગરીબી અને ઈમાનદારીથી પોતાના ઘર ચલાવતી અન્ય એક રીક્ષા ચાલક મહિલાએ જણાવ્યું હતું કે, કોઈની આગળ હાથ ફેલાવવા કરતા કોઈ ના ઘરે વસાળમાં જવા કરતા નોકરી કરવા કરતા રીક્ષા શીખી આત્મનિર્ભર બનવું મહિલાએ પસંદ કર્યું હતું. મોટા ભાગની રીક્ષા ચાલક મહિલા છેલ્લા 5 થી 6 વર્ષથી પિંક ઓટો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આજે તેઓ ગુજરાત ફર્સ્ટના માધ્યમ થી THANK YOU SMC કહે છે.
ઘરની પરિસ્થિતિ બગડતા રિક્ષા શિખી આત્મનિર્ભર બની
56 વર્ષની મહિલા રીક્ષા ચાલક એ પણ પોતાની આપ વીતી દર્શાવી હતી. 50 વર્ષ જે ઉમ્મરે લોકો ભજન કીર્તન કરે, ઘરે બેસી દીકરી અથવા વહુ ના હાથે જમે તે ઉમ્મરે ઘર ની પરિ્થિતિ બગડતાં રીક્ષા શીખી અને છેલ્લા છ વર્ષ થી રીક્ષા ચલાવી પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલવવા સાથે અન્ય મહિલાઓને રીક્ષા શિખાડી હવે આત્મનિર્ભર બનવાનો વિશ્વાસ આપે છે.વધુમાં તેઓ એ કહ્યું હતું. સુરતમાં રીક્ષામાં મુસાફરી કરનાર મહિલાઓ છેડતી અને લૂંટનો ભોગ બનતા હોય છે ઉપરાંત રીક્ષામાં કિંમતી માલસામાન ભૂલી જતા તેને મેળવવો મુશ્કેલ બનતું હોય છે.
ઇ-ઓટો પણ આપવામાં આવી
સુરત મહાનગર પાલિકા ના સહયોગથી સેંકડો મહિલાઓને પિન્ક ઓટો આપવામાં આવી. પિન્ક ઓટો પ્રોજેક્ટ આ અગાઉ રાંચી અને હૈદરાબાદ માં સફળ રહ્યો છે અને હવે ગુજરાતના સુરતમાં પ્રોજેક્ટ સફળ થતા ઇ-ઓટોને પણ મહિલાના રોજગાર માટે તેમને આત્મનિર્ભર બનવવામાં મદદ રૂપ થાય તેવા હેતુથી આપવામાં આવી છે.
સ્વાભિમાન ભર્યું જીવન મળ્યું
પિંક રીક્ષા પાછળનો મુખ્ય કોન્સેપ્ટ એ છે કે એક મહિલા બીજી મહિલાઓને સુરક્ષા અને સ્વાભીમાંન ભર્યું જીવન જીવવામાં મદદ કરશે સાથે સાથે કેટલીક બેરોજગાર મહિલાઓને પણ એક મજબુત રોજગાર મળી રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટ્રેનીંગ સેન્ટરનો સંપર્ક કરી મહિલાઓને રોજગાર મેળવવામાં મદદરૂપ થઈ શકે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમજ મહિલાઓને 7 ટકા લોન પણ રીક્ષા મેળવવાનું મહત્વપૂર્ણ કામ પણ પાલિકા એ પૂરું પાડ્યું છે. પિંક રીક્ષા ચલાવતી મહિલા આજે શાન થી કહે કે હમ ભી કિસી સે કામ નહી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.