Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ગુજસીટોકના ગુનામાં ઝડપાઇ ચૂકેલા ટામેટા ગેંગનો ફરાર મુખ્ય સાગરીત ઝડપાયો

સુરતમાં ગુજસીટોકના (GUJCTOC) ગુનામાં ઝડપાઇ ચૂકેલા ટામેટા ગેંગના મુખ્ય સાગરીત અજજુ ટામેટાએ 10માં મહિનામાં વચગાળાના જામીન લઈ ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો હતો. જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા અજજુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કરાયો.ટામેટા ગેંગસુરતમાં 2020ના વર્ષમાં ઘણી બધી ગેંગ કાર્યરત થઈ હતી. જે મારામારી, લૂંટ, મર્ડર સહિતના ગુના અચરતી હતી તે દરમ્યાન સુરત પોલીસ કમિશ્
સુરતમાં ગુજસીટોકના ગુનામાં ઝડપાઇ ચૂકેલા ટામેટા ગેંગનો ફરાર મુખ્ય સાગરીત ઝડપાયો
સુરતમાં ગુજસીટોકના (GUJCTOC) ગુનામાં ઝડપાઇ ચૂકેલા ટામેટા ગેંગના મુખ્ય સાગરીત અજજુ ટામેટાએ 10માં મહિનામાં વચગાળાના જામીન લઈ ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો હતો. જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા અજજુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કરાયો.
ટામેટા ગેંગ
સુરતમાં 2020ના વર્ષમાં ઘણી બધી ગેંગ કાર્યરત થઈ હતી. જે મારામારી, લૂંટ, મર્ડર સહિતના ગુના અચરતી હતી તે દરમ્યાન સુરત પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ઘણી ગેંગ પર ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટામેટા ગેંગ પણ મુખ્ય હતી. જેમના પર 27-11-2020ના રોજ 14 જેટલા ઈસમો પર ગુજસીટોક ટોક કાયદા મુજબ કાર્યવાહી કરી તમામની ધરપકડ કરવામાં આવી હતી.
વચગાળાના જામીન પરથી ફરાર
જેમાંથી મુખ્ય આરોપી અજજુ ટામેટાને 12-10-2022ના રોજ 10 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા. જેને 10 દિવસ બાદ જેલમાં ફરી હાજર થવાનું હતું. જોકે તે આજદિન સુધી હાજર નહીં થઈ ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસને સૂચના મળી હતી કે અજજુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કરવો તે દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાગમી મળી હતી કે અજજુ ટામેટા માન દરવાજા વિસ્તારમાં છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી અજજુ ટામેટાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
કેવી રીતે બની ટામેટા ગેંગ
ટામેટા ગેંગનો મુખ્ય સૂત્રધાર છે આસિફ ટામેટા. થોડા સમય પહેલા આસિફ ને પોતાની ટામેટાની લારી હતી તેથી આસિફ ટામેટા તરીકે ઓળખાયો. આસિફ ટામેટાએ ગુનાખોરીની દુનિયામાં મારામારી થી પગ મુક્યો હતો અને પ્રથમ ગુનો તેની સામે 2001 માં નોંધાયો હતો ત્યારબાદ તેની સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે ઘણી વખત પોલીસ પકડમાં પણ આવી ચૂક્યો છે તેના દ્વારા ચલાવવામાં આવતી આ ગેંગ નો મુખ્ય ઉદ્દેશ્ય લોકો પાસેથી ખંડણી વસૂલ કરવાનો છે આસિફ ટામેટા ની ગેંગ સામે ગેંગવોરના પણ અનેક ગુના નોંધાયા છે સાથે સાથે તેમની ઉપર ખંડણી માંગવાના પણ ગુનાઓ નોંધાયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.