Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોનાની મુરત કહેવાતા સુરતમાં લોકો ખાશે સોનાની ઘારી

કોરોનાકાળ બાદ હવે મોંઘવારીમાં પણ સુરતીઓએ ચંદી પડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરત (Surat)ના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારી (Ghari)ગોલ્ને નવીન રૂપ આપવામાં આવ્યું છે અને આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા. જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી (Golden Ghari) બનાવવામાં આવી છે.સોનાની વરખ વાળી ગોલ્ડન ઘારી તૈયાર કરાઇસુ
04:37 AM Oct 09, 2022 IST | Vipul Pandya
કોરોનાકાળ બાદ હવે મોંઘવારીમાં પણ સુરતીઓએ ચંદી પડવાને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરત (Surat)ના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારી (Ghari)ગોલ્ને નવીન રૂપ આપવામાં આવ્યું છે અને આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા. જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી (Golden Ghari) બનાવવામાં આવી છે.
સોનાની વરખ વાળી ગોલ્ડન ઘારી તૈયાર કરાઇ
સુરતની ઘારી આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને આ વખતે ચંદી પડવો સોનેરી બનવા જઈ રહ્યો છે. કારણકે સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા 24 કેરેટ દ્વારા સોનાના વરખ વાળી ગોલ્ડન ઘારી તૈયાર કરાઈ છે. સુરતીઓએ ખાણી પીણીમાં ક્યારેય મોંઘવારીનો સમય જોયો નથી એ વાતનો સાક્ષી સુરતનો ઈતિહાસ છે. સુરતના મીઠાઈ વિક્રેતા રાધાબેન મીઠાઇવાલાના જણાવ્યા અનુસાર સુરતમાં હાલ કેસર પિસ્તા ફ્લેવરમાં આ ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. આવતીકાલે જ્યારે હવે ચંદી પડવો છે ત્યારે અનેક ઇન્કવાયરીઓને પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા હાલ 10 કિલોગ્રામ ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. 
શુધ્ધ ઘી અને ડ્રાયફ્રુટનો ઉપયોગ 
આ ઘારીની બનાવટમાં ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે ઘારી પર સોનાની વરખ ચડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે મંદી અને મોંઘવારી વચ્ચે પણ અમેરિકામાં 25 કિલો જેટલી ગોલ્ડન ઘારી લગ્નપ્રસંગે મોકલવામાં આવી છે. 
10 દિવસ સુધી ઘારી બગડતી નથી
પ્રાચીન કાળમાં આયુર્વેદની દ્રષ્ટિએ સોનાની ભસ્મ એટલે કે સોનાના વરખને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવતી હતી. જેથી જે તે સમયે રાજા રજવાડાઓના સમયમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ જોઈને ગોલ્ડન ઘારી બનાવાઈ છે અને 10 દિવસ સુધી આ ઘારી બગડ્યા વગર રહી શકે છે. સુરતની ઘારીની ડિમાન્ડ ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. 
ઘારી લેવા લોકોનો ધસારો 
સુરતીઓ તો ચંદીપડવા નિમિતે ઘારી અને ભુસું ખાઈને ઉજવણી કરે જ છે. જેને પગલે મીઠાઈની દુકાનો પર ઘારી લેવા માટે લાઈનો પણ જોવા મળી રહી છે. અહીં સામાન્ય ઘારી ખરીદવા આવતા ગ્રાહકો પણ આ ગોલ્ડન ઘારી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ ઘારી મીઠાઈ વિક્રેતા દ્વારા બનાવવામાં આવી રહી છે. પરંતુ નવા આવનારા ગ્રાહકો માટે આ ગોલ્ડન ઘારી એક સરપ્રાઈઝ સાબિત થાય છે.
9000 રૂપિયા પ્રતિ કિલોએ ઘારી 
 ગોલ્ડન ઘારીની ડિમાન્ડ એટલી છે કે દર વર્ષે સુરત શહેર ઉપરાંત આસપાસના શહેરોમાં 50 કિલો થી વધુ ઘારી વેચાય છે. આટલો ઊંચો ભાવ હોવા છતાં સુરતીઓ ચંદીપડવાની ઉજવણી માટે આ ઘારી ખરીદીને ખાય છે. હાલ 9000 રૂપિયા પ્રતિ કિલોએ ઘારી વેચવામાં આવી રહી છે.

વિદેશમાંથી પણ ઓર્ડર 
સુરતની ઘારી આમ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે આ મીઠાઈ વિક્રેતા દ્વારા ઓનલાઈન પણ ઓર્ડર લેવામાં આવે છે. જેને પગલે વિદેશમાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ ઓનલાઈન ઓર્ડર કરીને પણ અન્ય ઘારી સાથે ગોલ્ડન ઘારી પણ મંગાવી રહ્યા છે અને આ વર્ષે બે વર્ષ બાદ સુરતીઓ લાખો રૂપિયાના ભુસુ અને ઘારી ચંદી પડવા નિમિત્તે આરોગી જશે.
આ પણ વાંચો-- હોય નહીં! રાવણ બળી ગયો પણ માથાં રહી ગયા! જવાબદારો સાથે શું થયું?
Tags :
GoldenGhariGujaratFirstSurat
Next Article