Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નકલી બારકોડ ચોંટાડી આઈફોન વેચતા શખ્સો ઝડપાયા, આવી રીતે કરતા હતા વેપાર

સુરતના બે યુવકો વિદેશથી લૂઝ પેકિંગ મા એપલ ફોન મંગાવી દિલ્લી ખાતેથી બોક્સ મંગાવી IMEI નંબર કોમ્પ્યુટરમાં ટાઈપ કરી ઓરીજનલ મોબાઈલ ફોનના બીક્સ જેવા બારકોડ મારી વેચતા હતા. જે  ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ  સાથે ઝડપી પાડયા હતા.જો આપ iphoneના ચાહક હો અને આપને iphone ખરીદવો છે તો આ સમાચારને તમારે ખૂબ ધ્યાનથી જોવા જરૂરી છે ગુજરાત ફર્સ્ટ સલાહ આપશે કે જ્યારે પણ iphone ખરીદવો હોય ત્યારે માત્ર અને માત્ર ક
નકલી બારકોડ ચોંટાડી આઈફોન વેચતા શખ્સો ઝડપાયા  આવી રીતે કરતા હતા વેપાર
સુરતના બે યુવકો વિદેશથી લૂઝ પેકિંગ મા એપલ ફોન મંગાવી દિલ્લી ખાતેથી બોક્સ મંગાવી IMEI નંબર કોમ્પ્યુટરમાં ટાઈપ કરી ઓરીજનલ મોબાઈલ ફોનના બીક્સ જેવા બારકોડ મારી વેચતા હતા. જે  ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ  સાથે ઝડપી પાડયા હતા.
જો આપ iphoneના ચાહક હો અને આપને iphone ખરીદવો છે તો આ સમાચારને તમારે ખૂબ ધ્યાનથી જોવા જરૂરી છે ગુજરાત ફર્સ્ટ સલાહ આપશે કે જ્યારે પણ iphone ખરીદવો હોય ત્યારે માત્ર અને માત્ર કંપનીના શોરૂમમાંથી જ ખરીદશો નહીં તો આપ સાથે મોટી ઠગાઈ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.
Iphone ખરીદતી વખતે તમે કોઈપણ દુકાનમાંથી ખરીદી કરી લો છો. દુકાનદાર આપને તમામ બાબતોથી માહિતગાર કરશે કે આ ફોનની વોરંટી ગેરંટી તમામ વસ્તુ આપને મળશે પરંતુ ખરેખર એવું કાંઈ હોતું જ નથી.
આ પ્રકારની થતી હતી છેતરપિંડી?
સુરતમાં અનેક વખત છેતરપીંડીની ઘટના સામે આવે છે તેવામાં ફરી વખત બે ભેજાબાજો પોતાનું કારસ્તાન અજમાવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા હતા. વિદેશ થી લૂઝ પેકિંગમાં એપલ મોબાઈલ ફોન મંગાવતા હતા જેથી કસ્ટમ અને ટેક્સ ના ભરવો પડે ત્યારબાદ દિલ્લી ખાતેથી એપલ કંપની ના હૂબહૂ નકલ કરાયેલા બોક્સ પણ લૂઝ પેકિંગ માં મંગાવતા હતા ત્યારબાદ સુરત બોક્સ લાવી તેમાં એપલ કંપનીના મોબાઈલ બોક્સ પર લગાવવામાં આવતા સ્ટીકરો પણ કોપી મારી લગાવતા હતા સાથે લેપટોપ માં.ટાઈમ કરી IMEI પણ લગાવવામાં આવતા હતા સાથે જરૂરી એસેસરીઝ પણ બોક્સમા નાખી મોબાઈલ ફોન બજાર કિંમત કરતા ઓછા ભાવે વગર બિલ આપતા હતા.
જે બાતમી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ને મળતા પોલીસે અડાજણ વિસ્તાર આવેલ ઋષભ ચાર રસ્તા પર આવેલી સંગીની મેગ્નેસ કોમ્પ્લેક્સ માં આવેલી ઓફિસ 314 માં આવેલી મોબીકેર સર્વિસીસ નામની દુકાન માં રેડ કરી હતી..જ્યાંથી પોલીસ ને એપલ કમ્પની ના 238 મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત 73,57,000 સાથેજ દુકાન માં રહેલી 61 નંગ 17,80,000 ની કિંમત ની સ્માર્ટ વોચ , યુ એસ બી ચાર્જર ,લેપટોપ ,એપલ કંપની ના ખાલી બોક્સ સહિત બે ઈસમ ફઈમ ફાતિમ મોતીવાળા અને સઈદ ઇબ્રાહિમ પટેલ ને ઝડપી પાડયા હતા.સાથેજ સુરત પોલીસે એપલ કંપની ને પણ આ વાત ની જાણ કરતા એપલ કંપની ટિમ પણ રવાના થઈ ગઈ હતી..હાલ એપલ કંપની ની ફરિયાદ ના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.