સુરત શહેરમાં વધુ એક પોલીસ સ્ટેશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લું મુકાયું
સુરત શહેરમાં ઉમરા પોલીસ સ્ટેશનથી વિભાજિત કરી પનાસ ગામ સ્થિતિ કેનાલ રોડ ખાતે જનભાગીદારીથી નવનિર્માણ પામેલા અદ્યતન વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વેસુ પોલીસ સ્ટેશનના કારણે સિટીલાઈટ,અણુવ્રત દ્વારથી કેનાલ રોડ, આભવા ચોકડી, એસ.કે.નગર ચોકડી, વાય જંકશન સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોને પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે, આ સાથે સુà
Advertisement
સુરત શહેરમાં ઉમરા પોલીસ સ્ટેશનથી વિભાજિત કરી પનાસ ગામ સ્થિતિ કેનાલ રોડ ખાતે જનભાગીદારીથી નવનિર્માણ પામેલા અદ્યતન વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વેસુ પોલીસ સ્ટેશનના કારણે સિટીલાઈટ,અણુવ્રત દ્વારથી કેનાલ રોડ, આભવા ચોકડી, એસ.કે.નગર ચોકડી, વાય જંકશન સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોને પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે, આ સાથે સુરત શહેરમાં કુલ 35 પોલીસ સ્ટેશન કાર્યરત થયા છે.
વિકાસની ગતિએ ઝડપથી આગળ વધી રહેલા સુરતને નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશનની ભેટ આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નવું પોલીસ સ્ટેશન પોલીસ અને નાગરિકોના સહયોગ અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. વિકાસને પંથે આગળ વધી રહેલા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય તેમજ વધતા જતા વ્યાપારી વર્ગ અને વધતી વસ્તીને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ સરકારની પ્રાથમિકતા છે.
ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા તહેવારોમાં પોલીસની કામગીરીની સરાહના કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આગામી દિવસોમાં સ્થાનિક વિસ્તારના ક્રાઈમ રેટ, લોકોની માંગ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ નવા પોલીસ મથકોનું નિર્માણ કરશે. તેમણે દરેક પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશને કોઈ સમસ્યા લઈને આવનાર વડીલો, આમ નાગરિકોને સભ્યતા સાથે મદદરૂપ બનવા ઉપરાંત પોલીસ અને નાગરિક વચ્ચે લાગણીનો સેતુ રચવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.