ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત શહેર અને જિલ્લાની 16 બેઠક પર મતદારો રહ્યા નિરુત્સાહી, નોંધાયું માત્ર 62.27 ટકા મતદાન

સુરત શહેર અને જિલ્લાની 16 બેઠક માટે યોજાયેલી ચૂંટણીનું સરવૈયુંએકમો બંધ, પ્રક્રિયામાં વિલંબ, કાર્યકરોમાં નિરાશાથી મતદાન 5% ઘટ્યુંમતદારો નિરુત્સાહ, માત્ર 62.27 ટકા મતદાનસુરત શહેરમાં સૌથી હોટ પૈકીની કતારગામ બેઠક પર મતદાનમાં માત્ર ૦.૯૬ ટકાનો ઘટાડોલીંબાયતમાં સૌથી વધુ ૪.૧૪ ટકા મતદાનમાં ઘટાડોવરાછા બેઠક પર મતદાનમાં ૬.૦૬ ટકાનો મોટો ઘટાડો નોંધાયોસુરત ગ્રામ્યમાં માંગરોળ બેઠક પર સૌથી વધુ ૪
06:29 AM Dec 02, 2022 IST | Vipul Pandya
  • સુરત શહેર અને જિલ્લાની 16 બેઠક માટે યોજાયેલી ચૂંટણીનું સરવૈયું
  • એકમો બંધ, પ્રક્રિયામાં વિલંબ, કાર્યકરોમાં નિરાશાથી મતદાન 5% ઘટ્યું
  • મતદારો નિરુત્સાહ, માત્ર 62.27 ટકા મતદાન
  • સુરત શહેરમાં સૌથી હોટ પૈકીની કતારગામ બેઠક પર મતદાનમાં માત્ર ૦.૯૬ ટકાનો ઘટાડો
  • લીંબાયતમાં સૌથી વધુ ૪.૧૪ ટકા મતદાનમાં ઘટાડો
  • વરાછા બેઠક પર મતદાનમાં ૬.૦૬ ટકાનો મોટો ઘટાડો નોંધાયો
  • સુરત ગ્રામ્યમાં માંગરોળ બેઠક પર સૌથી વધુ ૪.૧૮ ટકા મતદાન ઘટ્યું
  • ૬ લાખથી વધુ નવા મતદાર અને ૨૦૧૭ની તુલનામાં ૫ ટકા ઓછા મતદાનને કારણે ઘણી બેઠકો પર પરિણામ પર સીધી અસર પડશે
વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીના આંકડા આ વખતે પણ ઊંધા ફર્યા છે. મતદારોના અક્કડ વલણ વચ્ચે સુરત શહેર-જિલ્લામાં કુલ મતદાનની ટકાવારી તબક્કાવાર ઘટી છે. 2017ની તુલનાએ સુરતમાં મતદારોની કુલ સંખ્યામાં 7,17,081નો વધારો થયો છે. આમ છતાં મતદાનની ઓવરઓલ ટકાવારીમાં 5.08 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સુરતમાં મતદાનનો સતત નીચે સરકી રહેલો ગ્રાફ લોકશાહી માટે ચિંતાનો તો, રાજકીય પક્ષો માટે મનોમંથનનો વિષય બની ચૂક્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતાં ઓછી નોંધાઇ હતી. રાજકીય પક્ષોના ઝંઝાવાતી પ્રચાર વચ્ચે મતદારો પહેલેથી જ મૂડમાં નહીં હોય તેવો સુરત શહેરમાં માહોલ છવાયો હતો. જેની સીધી અસર ગુરુવારે મતદાન ઉપર જોવા મળી હતી. મતદારોના નિરુત્સાહને પગલે કુલ મતદાનની ટકાવારીમાં સીધો 5.08 ટકાનો ડાઉનફોલ નોંધાયો હતો. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી બંને પક્ષોએ મતદારોને રીઝવવા સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારી હતી. મોંઘવારી, બેરોજગારી, વિકાસની નવી ઊંચાઇ, જાહેર સલામતી સહિતના મુદ્દાઓ ચૂંટણી પ્રચારમાં ખૂબ ગાજ્યા હતા. આમ છતાં તેનો પ્રભાવ મતદાન ઉપર દેખાયો ન હતો. પરિણામ સ્વરૂપે 2017માં નોંધાયેલા કુલ 66.79 ટકા મતદાનની તુલનાએ આ વખતે માત્ર 62.27 ટકા મતદાન જ નોંધાયું હતું. 
દસ વર્ષ અગાઉ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં કુલ મતદાનની ટકાવારી 69.58 નોંધાઇ હતી. જે તબક્કાવાર ઘટી રહી હોય ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની ચૂક્યો છે. આ વખતે નોંધાયેલા મતદાનના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સુરત શહેર-જિલ્લાની કુલ 16 પૈકીની એક પણ બેઠક ઉપર ગત વખતની તુલનાએ મતદાન વધ્યું ન હતું. એકમાત્ર કતારગામ બેઠક ઉપર માત્ર 1 ટકા મતદાન ઓછું થયું હતું. તેને બાદ કરતા અન્ય તમામ બેઠકો ઉપર સરેરાશ ત્રણથી ચાર ટકા મતદાન ઘટ્યું હોવાનું નોંધાયું છે.
  • વધુ મતદાન માટે ખાનગી સંસ્થા-એકમો બંધ કરાવ્યાં તો લોકો મતદાન કરવાને બદલે ફરવા માટે જતા રહ્યા હતા.
  •  મતદાનની પ્રક્રિયામાં પણ ભૂતકાળની સરખામણીમાં વધુ સમય થતાં અનેક મતદારો લાઈનોથી કંટાળી જતા રહ્યા હતા. 
  • પાટીદાર મતદારોવાળી બેઠકોમાં ઓછા મતદાનથી ભાજપની છાવણીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
  • ઓછા મતદાનને કારણે મોટા ભાગની બેઠકો પર ઓછા માર્જિનથી હાર-જીત થશે, લીડ ઘટશે.
આ પણ વાંચો - રાજ્યમાં ઠેર ઠેર ખોટકાયા EVM, તો સુરત ઉત્તરમાં વીજળી ગુલ થતા મતદાન અટક્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article