સામાન્ય વરસાદી ઝાપટાએ સુરત મહાનગરપાલિકાની ખોલી પોલ, રસ્તા ધોવાતા જનતામાં આક્રોશ
વરસાદની શરૂઆત થાય અને જો ભુવો ન પડે તો તે વરસાદ પડ્યો ન કહેવાય. કઇંક આવું જ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જોવા મળે છે. સુરતમાં પણ કઇંક આવો જ હાલ છે. જ્યા માત્ર 3 દિવસના વરસાદી ઝાપટાના કારણે રોડ ધોવાઇ ગયા છે. જેણે સુરત મહાનગરપાલિકાની કામગીરીની પૂરી પોલ ખોલી દીધી છે. આવું જ કઇંક રાજ્યના અન્ય જિલ્લાઓની હાલત છે. ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે જ્યા લોકોને બà
વરસાદની શરૂઆત થાય અને જો ભુવો ન પડે તો તે વરસાદ પડ્યો ન કહેવાય. કઇંક આવું જ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જોવા મળે છે. સુરતમાં પણ કઇંક આવો જ હાલ છે. જ્યા માત્ર 3 દિવસના વરસાદી ઝાપટાના કારણે રોડ ધોવાઇ ગયા છે. જેણે સુરત મહાનગરપાલિકાની કામગીરીની પૂરી પોલ ખોલી દીધી છે. આવું જ કઇંક રાજ્યના અન્ય જિલ્લાઓની હાલત છે.
ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે જ્યા લોકોને બફારાથી રાહત મળી રહી છે તો બીજી તરફ લોકોને અન્ય ઘણા કારણોસર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમા એક રસ્તાનું ધોવાણ છે. જી હા, વરસાદી ઝાપટા પડ્યા નથી કે રસ્તાનું ધોવાણ શરૂ. સુરતમાં પણ કઇંક આવું જ જોવા મળ્યું છે. અહીં માત્ર 3 દિવસ વરસાદી ઝાપટામાં રોડ ધોવાઇ ગયા છે. અહીં રેતી, કપચી અને મટિરિયલ છૂટા પડી જતા લોકોની ફરિયાદો ઉઠી છે.
સૌથી નવાઈની વાત એ છે કે, અહીં વરસાદી ઝાપટામાં રોડ-રસ્તાની આવી દુર્દશા થઇ છે, તો વિચારો કે જો ભારે વરસાદ પડ્યો હોય તો શું સ્થિતિ ઉત્પન્ન થઇ શકે. એક વિરામ બાદ વરસેલા વરસાદે પાલિકાની રસ્તા રિપેરિંગની પોલ ઉઘાડી પાડી દીધી છે. એવું નથી કે કોઇ એક વિસ્તારના જ રોડ-રસ્તા ધોવાયા હોય પરંતુ શહેરના અલગ-અલગ વિસ્તારના રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે. લોકોની ફરિયાદ છે કે, શહેરમાં યોગ્ય રીતે રોડ-રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે અકસ્માત થવાનો પણ ભય છે.
શહેરમાં વરસાદી ઝાપટા બાદ ઉબડખાબડ બનેલા રસ્તાઓને લીધે વાહન ચાલકો માટે મુશ્કેલી જાણે વધી ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, 2 હજાર ટનથી વધુનું મટિરિયલ પાણીમાં વહી ગયું છે. પાલિકાના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગતની પણ ફરિયાદો ઉઠવા પામી છે. રસ્તાઓની ખરાબ હાલત હવે લોકોએ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ પણ વાંચો - રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
Advertisement