Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશ માંડલેવાલાનું સન્માન કરાયું

સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન પ્રવૃત્તિમાં જાગૃતી લાવનારા ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાનું ખાસ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં અંગદાન પ્રવૃત્તિમાં સહયોગ આપનારા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન જનજાગૃતના કાર્યક્રમ અને તેની સાથે કેડેવર ઓર્ગન ડોનર પરિવારજનો, ડોક્ટર્સ તથા વિવિધ વિભાગો અને ડોનેટ લાઇફ સંસ્થાના કાર્યકરોનà
સુરતની ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશ માંડલેવાલાનું સન્માન કરાયું
સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન પ્રવૃત્તિમાં જાગૃતી લાવનારા ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાનું ખાસ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં અંગદાન પ્રવૃત્તિમાં સહયોગ આપનારા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. 
કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન જનજાગૃતના કાર્યક્રમ અને તેની સાથે કેડેવર ઓર્ગન ડોનર પરિવારજનો, ડોક્ટર્સ તથા વિવિધ વિભાગો અને ડોનેટ લાઇફ સંસ્થાના કાર્યકરોના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 221 અંગદાતાના પરિવારજનો તથા અંગદાન પૃવૃત્તિમાં સહયોગ આપનારા ડોક્ટર તથા સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલીકા ઉપરાંત સુરત એરપોર્ટ ઓથોરીટીનું પણ સન્માન કરાયુ હતું. તદપરાંત સુરત શહેરમાં 17 વર્ષથી અંગદાન પ્રવૃત્તિમાં જનજાગૃતીનું કાર્ય કરીને 1 હજારથી વધુ ઓર્ગન અને ટીસ્યુંનું દાન કરાવનાર ડોનેટ લાઇફ સંસ્થાના  નિલેશ માંડલેવાલાનું સવિશેષ સન્માન કરાયુ હતું. કાર્યક્રમમાં ડોનેટ લાઇફની ટીમ અને કાર્યકરોનું પણ સન્માન કરાયું હતું. 
છેલ્લા 17 વર્ષથી અંગદાન જનજાગૃતીનું અભિયાન ચલાવી 1 હજારથી વધુ લોકોને નવું જીવન આપવામાં નિમીત્ત બનનાર  અને અંગદાનની પ્રવૃત્તિમાં સુરત શહેર અને ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે અલગ ઓળખ અપાવનાર ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશ માંડલેવાલાનું રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ તથા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઇ સવાણી અને સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઇ ધોળકિયાના હસ્તે ખાસ સન્માન કરાયું હતું. 
Advertisement
Tags :
Advertisement

.