Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાળપણમાં નડેલો અકસ્માત ટેબલટેનિસ રમવાનું કારણ બન્યો, સરકારની યોજના ખુબ મદદરૂપ થઈ: માનુષ શાહ

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સમાં (National Games 2022) માનુષ શાહ (Manush Shah) હરમીત દેસાઈ (Harmit Desai) અને મનન ઠક્કરની (Manan Thakker) સાથે રમી રહ્યો છે. માનુષ શાહ પોતાના સારા પ્રદર્શન સાથે ગેમ્સમાં આગળ વધી રહ્યો છે. ગુરૂવારે તેણે ત્રણેય પર્સનલ ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચીને પોતાના 4 મેડલ ફિક્સ કરી લીધાં છે. માનુષે પોતાની ટેબલટેનિસની જર્ની અંગેની રસપ્રદ વાતો શેર કરી હતી.ગોલ્ડ જીતવાની આશાતેમણે જણાવ્યું કે, ગુજરાત દ્વા
બાળપણમાં નડેલો અકસ્માત ટેબલટેનિસ રમવાનું કારણ બન્યો  સરકારની યોજના ખુબ મદદરૂપ થઈ  માનુષ શાહ
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સમાં (National Games 2022) માનુષ શાહ (Manush Shah) હરમીત દેસાઈ (Harmit Desai) અને મનન ઠક્કરની (Manan Thakker) સાથે રમી રહ્યો છે. માનુષ શાહ પોતાના સારા પ્રદર્શન સાથે ગેમ્સમાં આગળ વધી રહ્યો છે. ગુરૂવારે તેણે ત્રણેય પર્સનલ ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચીને પોતાના 4 મેડલ ફિક્સ કરી લીધાં છે. માનુષે પોતાની ટેબલટેનિસની જર્ની અંગેની રસપ્રદ વાતો શેર કરી હતી.
ગોલ્ડ જીતવાની આશા
તેમણે જણાવ્યું કે, ગુજરાત દ્વારા આયોજિત રાષ્ટ્રીય રમતોમાં (National Games) હું ભાગ લઈ રહ્યો છું તે મારા માટે ખૂબ જ ગર્વની લાગણી છે. મેં એક ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો જે મેં ભાગ લીધેલ ચાર ઈવેન્ટમાંથી પહેલો છે. હું અહીં સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સ પણ રમી રહ્યો છું. શરૂઆતમાં બેક-ટુ-બેક મેચોના કારણે મારા માટે થોડું અઘરું હતું પરંતુ હવે પરિસ્થિતિ સાથે ઢળી ગયો છું. હું બે ડબલ્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગયો છું અને બંને ડબલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા છે. તેમજ આવતા અઠવાડિયે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે જઈ રહેલી ભારતીય ટીમનો પણ હું ભાગ છું.
ટેબલટેનિસમાં આવવાનું કારણ
ટેબલટેનિસમાં (Table Tennis) આવવા અંગે માનુષે જણાવ્યું કે, બીજા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે લોખંડના સળિયા પર પડ્યો હતો અને આ અકસ્માતના કારણે ડોક્ટરોએ મને આઉટડોર ગેમ રમવાની સંપુર્ણપણે ના પાડી હતી. સ્વસ્થ થયાં બાદ ફેમિલી ટ્રીપમાં ગયા ત્યાં પપ્પા સાથે ટેબલટેનિસ રમવાનું શરૂ કર્યું અને  મારા પિતાએ મને કહ્યું કે, જો મને રસ છે, તો હું ટેબલ ટેનિસ રમવાનું શરૂ કરી શકું છું. જેથી બરોડા પરત આવ્યા બાદ મેં એકેડમીમાં જોઈન કરી અને 8 મહિના પછી મેં મારી પ્રથમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો.
દેશ અને રાજ્યનું ગૌરવ વધારવું છે
તેમણે પોતાની અને માતા-પિતાની મહત્વકાંક્ષા અંગે જણાવ્યું કે, દરેક માતા-પિતા તેમના બાળક માટે સારું ઇચ્છે છે અને ઇચ્છે છે કે તેઓ સફળ થાય. મારા માતા-પિતા પણ ઈચ્છે છે કે હું દેશ અને રાજ્ય માટે મેડલ જીતી ગૌરવ વધારૂ.
સરકારી મદદ મળી
મારી કારકિર્દીની શરૂઆતથી જ સરકાર ખૂબ જ મદદરૂપ થઈ, મેં રાજ્ય સરકારની શક્તિદૂત યોજના હેઠળ મદદ મેળવેલી છે. ઉપરાંત, કેન્દ્ર સરકારે ટોપ્સ  યોજના શરૂ કરી હતી જેના હેઠળ તેઓ નાણાકીય, ટેક્નિકલ અને હેલ્થ સંબંધિત મદદ પૂરી પાડે છે.
Advertisement
Tags :
Advertisement

.