Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોકો મહત્તમ મતદાન કરે તે માટેનો ચૂંટણીપંચનો પ્રયાસ, મિશન-2022 માટે 'અવસર રથ' મેદાને

તા. 3 નવેમ્બર થી 17 નવેમ્બર દરમિયાન 'અવસર રથ' ફરશેસુરત ના તમામ વિસ્તારોમાં રથ ફરશેમતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરશેગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મતદારોને રીઝવવા તેમને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા મિશન-2022 'અવસર રથ' મેદાને ઉતારવામાં આવ્યું છે. ખાસ કરીને ચૂંટણીમાં મહત્વના ગણાતા એવા બુથ અધિકારીઓ માટે 51,782 મતદાન મથકોએ 'ચૂનાવ પાઠશાલા'નું આયોજન કરાયું છે. મતદાન મથકોએ à
06:04 PM Nov 03, 2022 IST | Vipul Pandya
  • તા. 3 નવેમ્બર થી 17 નવેમ્બર દરમિયાન 'અવસર રથ' ફરશે
  • સુરત ના તમામ વિસ્તારોમાં રથ ફરશે
  • મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરશે
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મતદારોને રીઝવવા તેમને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા મિશન-2022 'અવસર રથ' મેદાને ઉતારવામાં આવ્યું છે. ખાસ કરીને ચૂંટણીમાં મહત્વના ગણાતા એવા બુથ અધિકારીઓ માટે 51,782 મતદાન મથકોએ 'ચૂનાવ પાઠશાલા'નું આયોજન કરાયું છે. મતદાન મથકોએ વિશેષ સુવિધા ઓ માટે સેલ્ફી બુથ અને શપથ જેવા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
'અવસર લોકશાહીનો' અભિયાન
ગુજરાત વિધાનસભા 2022ના ઇલેક્શનમાં મતદાનની ટકાવારી અને મતદાતાઓનાં ઉત્સાહભેર મતદાન કરવા જિલ્લા વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. મતદાતાઓને મતદાન મથકો સુધી લાવવા અવનવા પ્રયત્ન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્ય છે. જેના માટે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
15 દિવસ 'અવસર રથ ફરશે'
તંત્ર આ વખતે સંવેદનશિલ વિસ્તારોને કેન્દ્રમાં રાખશે અને જ્યાં ઓછું મતદાન નોંધાયું હોય એવા સ્થળો પર કામગીરી કરાશે, રાજ્યમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું તેવા 2022 મતદાન મથકોને ધ્યાનમાં લઈને એવા વિસ્તારોમાં મતદાતા ઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 'મિશન-2022' હાથ ધરવામાં આવશે.આ વિસ્તારોમાં તા. 3 નવેમ્બર થી 17 નવેમ્બર દરમિયાન 'અવસર રથ' ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરશે.
11 ઝોનમાં 11 'અવસર રથ' ફરશે
વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ કુલ 11 ઝોનમાં 11 'અવસર રથ' ફરશે. 17મી નવેમ્બર સુધી આ 'અવસર રથ' નિયત રૂટ ઉપર ફરીને મતદાન જાગૃતિનું કાર્ય કરશે.
મતદાનની ટકાવારી વધે તેવા પ્રયાસ
'અવસર લોકશાહીનો' ના 'મિશન-2022' અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઓછુ મતદાન થવા પાછળના સંભવિત કારણો શોધીને સુધારાત્મક ઉપાયો કરવામાં આવશે એટલું જ નહીં આગામી ચૂંટણીમાં આવા મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
વિવિધ આકર્ષણો
વર્તમાનની લોકપ્રિયતાને ધ્યાને રાખીને કેટલાક સ્થળોએ  ‘સેલ્ફી બુથ’ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઑનલાઇન ‘પ્લેજ કેમ્પેઈન’ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજીને મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવશે.
આ પણ વાંચો -  વહીવટી તંત્ર કામે લાગ્યું, જિલ્લા કલેક્ટર દ્વારા તૈયારી અંગેની માહિતી અપાઈ
Tags :
AvsarRathElections2022GujaratElections2022GujaratFirstSurat
Next Article