ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MBBS મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો માસ્ટર માઈન્ડ ઝડપાયો

MBBS મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ લોકોને દોઢ લાખ રૂપિયાના રોકડા મુદ્દામાલ સાથે દિલ્હી નોઈડા ખાતેથી ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળકી બાળકોને ઓછા રેન્ક આવ્યા હોય તો પણ MBBSમાં એડમિશન આપવાની લાલચ આપી વાલીઓ સાથે લાખો રૂપિયા પડાવતી હતી.કેવી રીતે થયો સંપર્ક?સુરતના (Surat) ડીંડોલી પોલીસ સ્ટેશનમાં એક શાàª
02:58 PM Feb 17, 2023 IST | Vipul Pandya
MBBS મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ લોકોને દોઢ લાખ રૂપિયાના રોકડા મુદ્દામાલ સાથે દિલ્હી નોઈડા ખાતેથી ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળકી બાળકોને ઓછા રેન્ક આવ્યા હોય તો પણ MBBSમાં એડમિશન આપવાની લાલચ આપી વાલીઓ સાથે લાખો રૂપિયા પડાવતી હતી.
કેવી રીતે થયો સંપર્ક?
સુરતના (Surat) ડીંડોલી પોલીસ સ્ટેશનમાં એક શાળાના આચાર્યના દીકરા જેને નીટની પરીક્ષા આપી હતી પરંતુ તેના રેન્ક નીચે હોવાથી મેડિકલ કોલેજમાં એડમિશનની શક્યતા નહીંવત હતી. ત્યારે ભણેલા ગણેલા કેટલાક તત્વો જસ્ટ ડાયલમાંથી આ પ્રકારના વાલીઓના કોન્ટેક નંબર લઇ વાલીઓનો વાલીઓના સંપર્ક કરી બાળકને સારા મેડિકલ કોલેજના એડમિશન કરાવી આપશે એવી રીતે લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે. ત્યારે સુરતમાં પરિવાર સાથે રહેતા અને શાળાના આચાર્ય આધ્યા પ્રસાદ ક્ષત્રિય ડીંડોલીમાં રહે છે. તેમના દીકરાને બારમાં સાયન્સ પછી નીટની પરીક્ષામાં ઓછા રેન્ક આવ્યા હતા.
ખોટી સંસ્થા રજીસ્ટર કરી હતી
જેથી પ્રિન્સિપાલ આધ્યા પ્રસાદના દીકરા પ્રિયાંશનું એડમિશન મેડિકલ કોલેજમાં થઈ શકે તેમ ન હતું. તેથી ગુનાહિત તત્વએ ખોટા ID ઉપરથી ખોટી એક સંસ્થા રજીસ્ટર કરાવી હતી. આ સંસ્થાનું નામ વિનાયક એજ્યુકેશન હતું. જેની મુખ્ય ઓફિસ ગુડગાવ હરિયાણામાં છે. આ ઈસમોએ વિદ્યાર્થીના વાલીઓનો સંપર્ક કર્યો હતો. ડીંડોલીના જે ફરિયાદી છે એના દીકરાને લખનઉના કિંગસ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે પહેલાં ગુડગાવ ખાતે પોતાના ઓફિસે બોલાવ્યા હતા.
26.25 લાખ પડાવ્યા
ત્યારબાદ મેડિકલ કોલેજ એટલે કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ લખનઉમાં જે દિવસે એડમિશનની પ્રક્રિયા ચાલતી હતી તે દિવસે ફરિયાદીને બોલાવ્યા હતા. ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નિર્માળ ભવનનું દિલ્હીનું એનઓસી લેટર બતાવી કોલેજનો બનાવટી એડમિશન લેટર બતાવી ફરિયાદી પાસેથી 26 લાખ 25 હજાર રૂપિયા પડાવી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
આરોપીઓને દબોચ્યા
આ મામલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમે બાતમીના આધારે નોઈડા અને દિલ્હી થી આરોપી રાહુલ ઉર્ફે ઋષભ તિવારી, મોહમ્મદ સલાઉદ્દીન ખામ અને સોએબ ઉર્ફે અભિષેક સિંગ રોજી નામના ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી દોઢ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે અને અન્ય મુદ્દામાલ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - SP કક્ષાના અધિકારી પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
arrestedCheatingGangCrimeCrimeNewsDindoliPoliceGujaratFirstGujaratPoliceMastermindMastermindArrestedMedicalAdmissionSurat
Next Article