Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તક્ષક્ષિલા અગ્નિકાંડના હીરો જતીનના પરિવારની મદદે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ

3 વર્ષ પહેલાં સુરતમાં  સર્જાયેલી ગોઝારી આગની દુર્ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે આ ગોઝારી દુર્ઘટનાને 3 વર્ષ વધુનો સમય થઇ ગયો છે. ત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બનેલા સુરતના આ જાંબાઝ હીરોએ પોતાનો જીવ સટોસટીનો દાવ ખેલીને 14 બાળકોનો જીવ બચાવ્યો હતો. અનેક સામાજિક સંસ્થા તથા આગેવાનો હવે જતીનના પરિવારની મદદે  આવ્યાં છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં જીવ બચ
તક્ષક્ષિલા અગ્નિકાંડના હીરો જતીનના પરિવારની મદદે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ
3 વર્ષ પહેલાં સુરતમાં  સર્જાયેલી ગોઝારી આગની દુર્ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે આ ગોઝારી દુર્ઘટનાને 3 વર્ષ વધુનો સમય થઇ ગયો છે. ત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બનેલા સુરતના આ જાંબાઝ હીરોએ પોતાનો જીવ સટોસટીનો દાવ ખેલીને 14 બાળકોનો જીવ બચાવ્યો હતો. અનેક સામાજિક સંસ્થા તથા આગેવાનો હવે જતીનના પરિવારની મદદે  આવ્યાં છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં જીવ બચાવનારાને સહાય કરાઇ છે. બાળકોના જીવ બચાવનારા જતીનના ઘરે ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ગયાં હતાં. તેમજ સી.આર. પાટીલે જતીનને રૂ. 5 લાખની સહાયની કરી છે.  તેમજ ઓપરેશન માટે પણ CM અને PM ફંડમાંથી સહાય આપવાની જાહેરાત કરી છે. 
ચોતરફથી આ પરિવાર માટે દાનની સરવાણી વહી
પરંતુ વિધિની વક્રતા વચ્ચે આ દુર્ઘટના બાદ તેઓ જ પથારીવશ થઇ ગયાં અને પરિવારનો મોભી મુશ્કેલીમાં મુકાઇ જતાં પરિવાર આર્થિક મુશ્કેલીમાં મૂકાઇ ગયો આ અંગે ગુજરાત ફર્સ્ટે તક્ષશિલા અગ્નિ હોનારતની વર્ષીના દિવસે આ જાંબાઝ હીરોની આપવીતી વર્ણવી હતી. જે વાંચીને ચોતરફથી આ પરિવાર માટે દાનની સરવાણી વહી રહી છે. તમામ લોકો તેમની બહીદુરીના વખાણ કરી રહ્યાં છે. સાથે જ તેઓ જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યાં છે. આજે સુરત ભાજપ તરફથી આ પરિવારના ઘરે જઇ તેમને મદદરુપ થવાના આશયથી 5 લાખ રૂપિયાની  સહાય આપવામાં આવી છે.  
અનેક સામાજિક સંસ્થા તથા આગેવાનો જતીનના પરિવારની મદદે 
સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવના જોખમે 14 બાળકના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો, ગંભીર ઇજાના કારણે જતીન નાકરાણી કોમામાં સરી પડ્યો હતો. ત્યારથી લઈ 3 વર્ષથી તે પથારીવશ છે, જેને કારણે પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. નોબતએ આવી કે વૃદ્ધ પિતા પાસે પણ મરણમૂડી ન હતી અને બેન્કના હપતા ન ભરાતાં બેન્ક ઘર સીલ કરવા સુધી નોબત આવી ગઈ હતી. તેમના પરિવારને મદદ કરવા સૌપ્રથમ ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જાણ થતાં એક વર્ષ ચાલે એટલા અનાજ કરિયાણાની કિટ તેમના પરિવારને પહોંચાડી હતી. ત્યાર બાદ ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અનેક સામાજિક સંસ્થા તથા આગેવાનો જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 20લાખથી વધુની સહાય કરાઇ છે. 

દેશ વિદેશના દાનવીરોએ મદદની ખાતરી  આપી 
તક્ષશિલામાં જતીન નાકરાણીના પૂર્વ વિદ્યાર્થી  પાયલ જિયાણી કે જેઓ 3 મહિના પૂર્વે યુએસ સ્થાયી થઇ છે. પાયલે તેના પહેલા પગારમાંથી 15 હજાર રૂપિયા જતીન નાકરાણીના પરિવારને અમેરિકાથી ટ્રાન્સફર કર્યા છે.સુરત ભાજપ દ્વારા 5 લાખની સહાય, સાથે જ ડાયમંડ કરિયર ફાઉન્ડેશન 6 લાખ રૂપિયા મદદા કરાઇ. શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 5 લાખ રૂપિયા તો કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) 5 લાખ રૂપિયા સહાય અપાઇ છે.બાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, અમદાવાદ અને સુરતના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક કરી

કામ કરવાની સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી  મદદ
જતીન નાકરાણીના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. હાલ જતીન નાકરાણી પથારીવશ હોવાથી માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરાઇ હતી કે જ્યાં સુધી જતીન નાકરાણી કામ કરવાની સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમના પરિવારને મદદ કરશે.  સાથે જ જતીન નાકરાણીની એક વિદ્યાર્થિનીએ અમેરિકાથી કરી મદદ કરી છે.
 
Advertisement
Tags :
Advertisement

.