Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી બ્રિજનું કરાયું લોકાર્પણ, રહીશોએ આનંદ વ્યક્ત કર્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુંસુરત મનપાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષ નેતા સહિત ભાજપના હોદ્દેદારો લોકાર્પણમાં ઉપસ્થિત સુરત શહેર મેયરના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુંપુલ કાર્યરત થતા પરવટ પાટિયાના આસપાસ રહેતા લાખો લોકોને રાહત પાલિકાએ એક પણ પિલર વગર રેકોર્ડબ્રેક સમયમાં લોખંડનો ખાડીપુલ સાકાર કર્યો આ ખાડીપુલ ખુલ્લો મુકાતા આવ
સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી બ્રિજનું કરાયું લોકાર્પણ  રહીશોએ આનંદ વ્યક્ત કર્યો
  • સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું
  • સુરત મનપાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષ નેતા સહિત ભાજપના હોદ્દેદારો લોકાર્પણમાં ઉપસ્થિત 
  • સુરત શહેર મેયરના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું
  • પુલ કાર્યરત થતા પરવટ પાટિયાના આસપાસ રહેતા લાખો લોકોને રાહત 
  • પાલિકાએ એક પણ પિલર વગર રેકોર્ડબ્રેક સમયમાં લોખંડનો ખાડીપુલ સાકાર કર્યો 
  • આ ખાડીપુલ ખુલ્લો મુકાતા આવનારા ચોમાસા દરમિયાન આ વિસ્તારના રહીશોને મોટી રાહત
  • સુરતના પરવટ માધવબાગ ખાડીપુલનું લોકાર્પણ સુરત શહેર મેયર હેમાલી બોઘવાલાના હસ્તે કરવામાં આવ્યું છે.
સુરત શહેરના પરવટ પાટિયાથી પરવટ ગામને જોડતા રસ્તા ઉપર ખાડીપુલને કારણે ખાડીપૂર આવતું હોવાથી પાલિકાએ એક પણ પિલર વગર રેકોર્ડબ્રેક સમયમાં લોખંડનો ખાડીપુલ સાકાર કર્યો છે. આજે ખાડીપુલ ખુલ્લો મુકાતા આવનારા ચોમાસા દરમિયાન પુલના આસપાસ રહેતા રહીશોને મોટી રાહત મળશે.
છેલ્લા કેટલાક વર્ષોથી માધવબાગ સોસાયટીના રહીશો ચોમાસા દરમિયાન આવતા ખડીપૂરને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે આવનારા ચોમાસે અહીંના રહીશોને રાહત મળે એ રીતે પાલિકાએ કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા પાણીના વહેણ અવરોધાય નહી તે માટેનું આયોજન કરાયું છે. પાલિકાએ ખાડીમાં પિલર સિવાયના બ્રિજનું ખુલ્લો મુકાયો છે.
સુરત શહેરના ઈતિહાસમાં પહેલી વખત 27 મીટર લંબાઇ ધરાવતા 70 મેટ્રીક ટન વજનના લોખંડના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં રૂ.3.25 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા. પાલિકાએ રેકોર્ડ સમયમાં ખાડીપુલની કામગીરી પૂરી કરી દીધી છે. આ બ્રિજ સાકાર થતા ચોમાસા દરમિયાન માધવબાગ તથા પરવટ પાટિયા વિસ્તારની આસપાસની સોસાયટીમાં ખાડીના પાણી ભરાવાની સંભાવના નહીંવત થઇ જશે. આ સાથે જ આ વિસ્તારને દર વર્ષે ખાડીપૂરના પાણી ભરાવાની સમસ્યામાથી મુક્તિ મળશે. આ પુલનો ઉપયોગ કરી લોકો સીધા મિડલ રિંગરોડ પહોંચી શકશે.
સુરત શહેરના મગોબ વિસ્તારમાં રંગ અવધૂત સોસાયટી નજીક ખાડીપુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના મેયર હેમાલી બોઘાવાલા સહિત સુરત મનપાના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મગોબ વિસ્તારમાં આ ખાડીપુલ બનવાના કારણે દર વર્ષે ખાડીપૂરની સમસ્યાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે નહીં કરવો પડે. ખાડીપૂરની પરિસ્થિતિના કારણે લોકો રસ્તા પર અવરજવર કરી શકતા ન હતા કારણ કે રસ્તા પર ખાડીનું પાણી ભરાઈ જતું હતું પરંતુ આ ખાડીપુલનું નિર્માણ થવાના કારણે હવે ચોમાસામાં પણ લોકો આ રસ્તા પરથી અવર-જવર કરી શકશે. 
સ્થાનિક લોકો પણ ખાડીપુલનું લોકાર્પણ થતાં ખુશીનો અનુભવ કરી રહ્યા છે. સ્થાનિક લોકોના કહેવા અનુસાર ચોમાસામાં જો ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાય તો લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે તકલીફનો સામનો કરવો પડશે નહીં. ખાડીપુલના નિર્માણનો નિર્ણય કરી આજે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવતા સ્થાનિકોએ પણ સુરત મહાનગરપાલિકાનો આભાર માન્યો હતો. 
મહત્વની વાત છે કે, આ જગ્યા પર પહેલા જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે નીચો હોવાના કારણે ચોમાસામાં જો ખાડીમાં પાણીનું સ્તર વધે તો આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હતું અને પુલ પાણીમાં ગરકાવ થઈ જતો હતો.જો કે 2020થી આ પુલ તોડીને નવા બ્રિજનું નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને હવે આ નવો બ્રિજ નિર્માણ પામતા તેનું લોકાર્પણ સુરતના મેયરના હસ્તે કરવામાં આવ્યું છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.