Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત મનપાના મહાકાય વહિવટી ભવનનું CMના હસ્તે ખાતમુહૂર્ત

મનપાના સુચિત મહાકાય વહીવટી ભવન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરાશે ઉપરાંત મનપાના અન્ય પ્રોજેક્ટોના ખાતમુર્હુત લોકાર્પણ,આવાસોના ડ્રોકુલ 1600 કરોડની આસપાસનું પ્રોજેક્ટોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાશેસાત વર્ષ અગાઉ વડા પ્રધાન મોદી આગળ સુરત મનપાના સુચિત વહીવટી ભવનની ડિઝાઈનની પ્રેઝન્ટેશન કરાયું હતું સુરત (Surat)મનપાના સુચિà
03:24 AM Jan 24, 2023 IST | Vipul Pandya
  • મનપાના સુચિત મહાકાય વહીવટી ભવન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 
  • 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરાશે 
  • ઉપરાંત મનપાના અન્ય પ્રોજેક્ટોના ખાતમુર્હુત લોકાર્પણ,આવાસોના ડ્રો
  • કુલ 1600 કરોડની આસપાસનું પ્રોજેક્ટોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાશે
  • સાત વર્ષ અગાઉ વડા પ્રધાન મોદી આગળ સુરત મનપાના સુચિત વહીવટી ભવનની ડિઝાઈનની પ્રેઝન્ટેશન કરાયું હતું 
સુરત (Surat)મનપાના સુચિત મહાકાય વહીવટી ભવન પ્રોજેક્ટનું ૨૭મી જાન્યુઆરીએ ખાતમુહર્તનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) હાજર રહેશે. ઉલ્લેખનિય છે કે  સાત વર્ષ પૂર્વે આ પ્રોજેક્ટનું ભૂમિપુજન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પણ થયું હતું. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવા મનપા સુડા દ્વારા તમામ તૈયારીઓ કરાઇ છે..

27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરાશે 
૧૩૪૪ કરોડના ખર્ચે રિંગરોડ- સબ જેલવાળી જમીન પર સુચિત મનપાના મહત્વકાંક્ષી વહીવટી ભવન પ્રોજેક્ટના ટેન્ડર મંજૂર કરાયા બાદ હવે આગામી ૨૭ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રોજેક્ટના બાંધકામ માટે ખાતમુર્હુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપાના સુચિત વહીવટી ભવન પ્રોજેક્ટના ખાતમુર્હુત ઉપરાંત મનપાના અન્ય પ્રોજેક્ટોના ખાતમુહૂત લોકાર્પણ, આવાસોના ડ્રો જેવા અન્ય પ્રોજેક્ટો પણ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવાની કવાયત કરવામાં આવી છે 
 
અગાઉ રાજકીય મતમતાંતરોને કારણે ડિઝાઈન જ તૈયાર શકી ન હતી
રિંગરોડ-સબજેલવાળી જમીન પર મનપાના વહીવટી ભવન પ્રોજેક્ટનું ભૂમિપુજન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઓક્ટોબર ૨૦૧૫માં કરવામાં આવ્યું હતું.પરંતુ ત્યારબાદ પ્રોજેક્ટ બિલ્ડિંગની ઊંચાઈ બાબતે ઊભા થયેલ રાજકીય મતમતાંતરોને કારણે ડિઝાઈન જ તૈયાર શકી ન હતી. સી.આર. પાટિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વડા પ્રધાન સુધી સુરત મનપાના સુચિત વહીવટી ભવનની ડિઝાઈનની પ્રેઝન્ટેશન કરાયું હતું અને વડા પ્રધાનના સુચન મુજબ છેવટે ગ્રાઉન્ડ ૨૮ માળના બે ટાવર ઊભા કરવાનો નક્કી થયું હતું. 
એક બિલ્ડિંગ એક્સક્લુઝિવ રીતે સુરત મનપા માટે
એક બિલ્ડિંગ એક્સક્લુઝિવ રીતે સુરત મનપા માટે રાખવામાં આવશે. જ્યારે અન્ય ભવનમાં સુરત સ્થિત રાજ્ય, કેન્દ્ર સરકારને વિવિધ કચેરીઓ માટે ફાળવવામાં આવશે. એક જ કેમ્પસમાં મોટાભાગના સરકારી વિભાગો આમેજ થઈ જાય તેવા કન્સેપ્ટ સાથે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરાયું છે.

મહાકાય પ્રોજેક્ટ માટેના ટેન્ડરને મંજૂરી
સ્થાયી સમિતિ દ્વારા તાજેતરમાં આ મહાકાય પ્રોજેક્ટ માટેના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ શાસકો આ મહાકાય પ્રોજેક્ટ માટે ખૂબ જ પોઝિટિવ રહ્યા છે અને ઝડપથી આ પ્રોજેક્ટની કામગીરી માટે શરૂ કરવા માટે આગામી ૨૭ જાન્યુઆરીએ ખાતમુહૂત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૪:૦૦ કલાકની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ સબજેલવાળી જગ્યા પર જ યોજવામાં આવશે. કુલ ૧૬૦૦ કરોડની આસપાસનું પ્રોજેક્ટોનું ખાતમુર્હુત લોકાર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચો--સોમવારની રાત ઠંડા પવનના કારણે બની કાતિલ, જાણો ક્યાં કેટલી ઠંડી પડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AdministrativeOfficeBhupendraPatelGujaratFirstSuratSuratmunicipality
Next Article