Surat : યુવકના ઘરે જઈ મારામારી કરી, ઘર-દુકાન અને કારને લગાવી આગ!
બાઇક અથડાવા જેવી નજીવી બાબતે બુટલેગર તેનાં સાગરીતો સાથે યુવકનાં ઘરે પહોંચ્યો હતો અને બબાલ કરી યુવકનાં પરિવારજનો પર હુમલો કર્યો હતો.
Advertisement
- Surat નાં માંગરોળ પીપોદરા GIDC વિસ્તારમાં બુટલેગરનો આતંક
- એક યુવક દ્વારા મોટર સાયકલ અથડાતાં બુટલેગરે તેનાં ઘરે જઈ ધમાલ મચાવી
- યુવકના ઘરે 10 થી વધુ સાગરીતોને લઈ બુટલેગર પહોંચ્યો હતો અને મારામારી કરી
- યુવકના પરિવાર પર હુમલો કર્યો, દુકાન-મકાન અને કારમાં આગ લગાવી
ડાયમંડ નગરી સુરતમાં (Surat) ગુનેગારોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરનાં માંગરોળનાં પીપોદરા GIDC વિસ્તારમાં રાતે લગભગ 11 વાગે એક બુટલેગરે તેનાં સાગરીતો સાથે મળીને ભારે ધમાલ મચાવી હતી અને આખી સોસાયટી માથે લીધી હતી. બાઇક અથડાવા જેવી નજીવી બાબતે બુટલેગર તેનાં સાગરીતો સાથે યુવકનાં ઘરે પહોંચ્યો હતો અને બબાલ કરી યુવકનાં પરિવારજનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. સાથે જ બુટલેગર અને તેનાં સાથીઓએ સોસાયટીમાં વાહનો, મકાન અને દુકાનમાં તોડફોડ કરી આગ લગાવી હતી. આ મામલે જાણ થતાં ASP, DYSP ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
- સુરતના માંગરોળ પીપોદરા GIDC વિસ્તારમાં બુટલેગરનો આતંક
- એક યુવક દ્વારા મોટર સાયકલ અથડાતા બુટલેગરે કરી ધમાલ
- જેને લઈને યુવકના ઘરે 10થી વધુ અસામાજિક તત્વોને પોહોચ્યાં હતા
- બુટલેગર અને તેના સાગરીતોએ યુવકના પરિવાર પર હુમલો કર્યો
- યુવકના પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરવામાં… pic.twitter.com/yOmjfq2mWa— Gujarat First (@GujaratFirst) February 22, 2025
એક યુવક દ્વારા મોટર સાયકલ અથડાતાં બુટલેગરે તેનાં ઘરે જઈ હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) માંગરોળ પીપોદરા GIDC વિસ્તારમાં આવેલ પાર્થ સોસાયટીમાં ગતરાતે અંદાજે 11 કલાકે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લુખ્ખા તત્વોએ સોસાયટીમાં ધમાલ મચાવીને મકાન, દુકાન અને વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં ASP, DYSP સહિત પોલીસ જવાનો સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, એક યુવક દ્વારા મોટર સાયકલ અથડાવા જેવી નજીવી બાબતે વિસ્તારમાં દારૂનો ધંધો કરતો બુટલેગર પદ્માનાભ વિજય મલિક ઉર્ફ પકોડા તેનાં 10 જેટલા સાગરીતો સાથે પાર્થ સોસાયટી પહોંચ્યો હતો.
દુકાન-મકાન અને કારમાં આગ લગાવી, બુટલેગરની ધરપકડ
આરોપ અનુસાર, બુટલેગર પદ્માનાભ વિજય મલિકે તેનાં સાગરીતો સાથે મળી યુવકનાં ઘરે જઈ મારઝૂડ કરી હતી અને ઘર અને દુકાનમાં આગ લગાવી હતી. સાથે જ સોસાયટીમાં પાર્ક એક કારને પણ આગ લગાવી હતી. આ ઘટનામાં યુવકનાં પરિવારજનો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી છે. આ મામલે પોલીસે (Surat Police) બુટલેગર પદ્માનાભ વિજય મલિક ઉર્ફ પકોડાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર, આરોપી સામે અગાઉ પણ મારામારી અને દારૂ સહિતનાં અનેક કેસ નોંધાયેલા છે.
Advertisement