Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક કિશોરીનું ગળું કાપવા પહોંચ્યો, પણ....

ગુજરાતભર (Gujarat)માં ચકચાર મચાવનાર સુરત (Surat)ના ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ (Grisma Vekaria murder) જેવી ઘટનાનું સુરતમાં જ પુરાવર્તન થતાં રહી ગયું હતું.  સુરતના પાંડેસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક  14 વર્ષની કિશોરીનું ગળું કાપવા પહોંચ્યો હતો. જોકે, યુવતી પડી જતા ગળાને બદલે તેના ગાલ ઉપર ચપ્પું વાગ્યું હતું. જેથી તેને 17 જેટલા ટાંકા આવ્યા હતા.પાંડેસરા પોલીસે (Police)  આ મામલે  ગુનો નોંધી તપાસ શરૂ કàª
09:11 AM Oct 06, 2022 IST | Vipul Pandya
ગુજરાતભર (Gujarat)માં ચકચાર મચાવનાર સુરત (Surat)ના ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ (Grisma Vekaria murder) જેવી ઘટનાનું સુરતમાં જ પુરાવર્તન થતાં રહી ગયું હતું.  સુરતના પાંડેસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક  14 વર્ષની કિશોરીનું ગળું કાપવા પહોંચ્યો હતો. જોકે, યુવતી પડી જતા ગળાને બદલે તેના ગાલ ઉપર ચપ્પું વાગ્યું હતું. જેથી તેને 17 જેટલા ટાંકા આવ્યા હતા.પાંડેસરા પોલીસે (Police)  આ મામલે  ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાલુ એક તરફી પ્રેમમાં હતો
સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઇ છે. ભારે ચર્ચા જગાવનારા ગ્રીષ્મા હત્યાકાંડમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીના ઘેર પહોંચીને જાહેરમાં યુવતીનું ગળુ કાપી નાક્યું હતું. આ ઘટનાનો વિડીયો  વાયરલ થાય થયા બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ જ પ્રકારની વધુ એક ઘટના સુરતમાં થતા થતા રહી ગઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી 14 વર્ષની કિશોરીને તેના ઘર નજીક રહેતો કાલુ નામનો યુવક છેલ્લા લાંબા સમયથી એક તરફી પ્રેમમાં હતો.
 
કિશોરી વશ ના થતાં હુમલો કર્યો
યુવક કાલુ કિશોરીને વાત કરવા માટે અને પ્રેમ સંબંધ બાંધવા માટે સતત દબાણ કરતો હતો. જોકે, આ કિશોરી યુવકને તાબે ન થતા યુવાન તેને મારવા માટે હથિયાર સાથે પહોંચ્યો હતો. યુવકે યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સગીરા ફરી જતા તેના ગળાને બદલે તેના ગાલ પર ઘા પડ્યો હતો. જેનાથી તેના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા હતા. 

હુમલો કરી મહારાષ્ટ્ર તરફ ભાગ્યો 
આ ઘટનાની સુરતની પાંડેસરા પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક યુવક વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો--હર્ષદ રીબડીયાએ કેસરીયો ધારણ કર્યો, જાણો ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું
Tags :
attackGujaratFirstpoliceSurat
Next Article