Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનાની બીજી લહેરમાં સુરતમાં રેમડેસીવર વિતરણનો વિવાદ સંદર્ભે થયેલી અરજી પર હાઇકોર્ટમાં સુનવણી

સુરત ભાજપ કાર્યાલય તરફથી રેમડેસીવર ઇંજેક્શન વિતરણ બદલ કાર્યવાહીની માંગ સાથે થયેલી અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. આ અરજીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને હાલના ગૃહમંત્રી અને તત્કાલીન ધારાસભ્ય હર્ષ સંઘવી સામે કાર્યવાહીની આ અરજીમાં માગ કરાઇ છે.   બંન્ને પક્ષના વકીલની હાઇકોર્ટમાં રજૂઆત કરીઆજે આ કેસની સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં સી.આર પાટીલ પક્ષના વકીલ àª
12:47 PM May 05, 2022 IST | Vipul Pandya
સુરત ભાજપ કાર્યાલય તરફથી રેમડેસીવર ઇંજેક્શન વિતરણ બદલ કાર્યવાહીની માંગ સાથે થયેલી અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. આ અરજીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને હાલના ગૃહમંત્રી અને તત્કાલીન ધારાસભ્ય હર્ષ સંઘવી સામે કાર્યવાહીની આ અરજીમાં માગ કરાઇ છે.  
 
બંન્ને પક્ષના વકીલની હાઇકોર્ટમાં રજૂઆત કરી
આજે આ કેસની સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં સી.આર પાટીલ પક્ષના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે 'રાજકીય કિન્નખોરીમાં આ અરજી કરાઈ છે સાથે જ તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં આ કેસને લઈને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ થશે. કોર્ટમાં જાહેર હિતની અરજી તરીકે ટકવાપાત્ર કેસ નથી, છતાંય હજુ કેસ પડતર છે. આવનારા દિવસોમાં આ પિટિશનની પેન્ડન્સીને બ્યુગલની જેમ વાપરવામાં આવશે. 
હાઇકોર્ટમાં એડવોકેટ જનરલનું મોટું નિવેદન
એડવોકેટ જનરલે આ મુદ્દે નિવેદન આપતા નોંધ્યું કે,જે ઇન્જેક્શન બજારમાં ઉપલબ્ધ હતાં એ ઇન્જેક્શનને દાતાઓ તરફથી ચેકથી ડિસ્ટ્રીબ્યુટરને પેમેન્ટ કરીને લેવાયા હતા અને ડોકટર્સની હાજરીમાં પ્રિસ્ક્રિપ્શન પર તેની વહેંચણી કરાઇ હતી. હાલના ગૃહમંત્રી હર્ષ સંઘવી કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઇન્જેક્શન ખરીદ્યા હોય કે તેનું વિતરણ કર્યું હોય તેવું આ કેસની તપાસમાં ક્યાંય ફળીભૂત  થતું નથી. 
હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સી.આર પાટીલના વકીલને ટકોર
કોર્ટે આજે વેધક સવાલ કર્યો કે, તમારી સામે કોઈ વિપરીત હુકમ તો છે નહીં, અત્યાર સુધી કંઇ નહોતું થયું તો હવે? સાથે જ સી.આર. પાટીલ પક્ષના વકીલે કહ્યું કે આગામી દિવસોમાં આ કેસને પોલિટિકલ માઇલેજ માટે મિસયુઝ ના કરાય એની ચિંતા કરીએ છીએ આ વાત પર ચીફ જસ્ટિસે ટકોર કરી હતી કે તમે શા માટે સામાં પક્ષને વિચારવા માટેની સ્ફુરણા સામેથી આપો છો? સામ પક્ષે શું કરવું જોઈએ એવા તમે સામેથી એમને વિચાર આપો છો!!!  સાથે જ  આ કેસની ઝડપી સુનાવણી માટેની તારીખ નક્કી કરવાની વિરોધ પક્ષ પરેશ ધાનાણીની રજૂઆત કોર્ટે નકારી છે. 
 
શું છે સમગ્ર મામલો 
ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાનું કહેવામાં આવ્યું હતું. આ જીવન રક્ષક ઇંજેક્શનની તંગી સમયે પણ રાજકારણ ગરમાયું હતું. તે જ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરફથી સુરત ભાજપ કાર્યાલસ ખાતે મફત ઇન્જેક્શન વિતરણ કરાયું હતું. આ જીવન રક્ષક ઇંજેક્શનની તંગીના કારણે લોકોએ રીતસર વલખાં માર્યા હતાં. જેના કારણે ખૂબ મોટો વિવાદ સર્જાયો હતો. સરકારી તંત્ર સામે ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભાજપ-પ્રમુખ સીઆર પાટીલે સુરત ભાજપ કાર્યાલય પર મફત ઇન્જેકશનનું વિતરણ કર્યું એનાથી સરકારી મેડિકલ સિસ્ટમ સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા. તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ વચ્ચેનો વિવાદ પણ જગજાહેર થયો હતો. 
Tags :
CRPatilGujaratFirstHarshSanghviremdesivirSurat
Next Article