Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતની લાજપોર જેલમાં પહોંચ્યું આરોગ્ય તંત્ર

લાજપોર જેલનાં કેદીઓનાં માટે મેડિકલ કેમ્પ યોજાયોસિવિલ હોસ્પિટલનાં સહયોગથી મેડિકલ કેમ્પકેમ્પનો 633 કેદી એ લાભ લીધોસુરત (Surat)માં આવેલી લાજપોર મધ્યસ્થ જેલ (Lajpore Jail) ખાતે રાખવામાં આવતા કાચા- પાકા,પાસા અટકાયતી કેદી ભાઇઓ-બહેનોનું સ્વાસ્થ્ય સારૂ અને નિરોગી રહે તે માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતના વિવિધ વિભાગના નિષ્ણાત ડૉક્ટર દ્વારા મેગા મેડીકલ કેમ્પ (Medical Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું,633 કેદà
03:47 AM Dec 03, 2022 IST | Vipul Pandya
  • લાજપોર જેલનાં કેદીઓનાં માટે મેડિકલ કેમ્પ યોજાયો
  • સિવિલ હોસ્પિટલનાં સહયોગથી મેડિકલ કેમ્પ
  • કેમ્પનો 633 કેદી એ લાભ લીધો
સુરત (Surat)માં આવેલી લાજપોર મધ્યસ્થ જેલ (Lajpore Jail) ખાતે રાખવામાં આવતા કાચા- પાકા,પાસા અટકાયતી કેદી ભાઇઓ-બહેનોનું સ્વાસ્થ્ય સારૂ અને નિરોગી રહે તે માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતના વિવિધ વિભાગના નિષ્ણાત ડૉક્ટર દ્વારા મેગા મેડીકલ કેમ્પ (Medical Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું,
633 કેદીઓનું ચેક અપ કરાયુ
મેગા મેડીકલ કેમ્પમાં નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેના વિવિધ રોગના નિષ્ણાંત તજજ્ઞો જેવા કે, ઓર્થોપેડીક, ઇ.એન. ટી, પીડીયાટ્રીક, સર્જરી, દાંત વિભાગ, ઓપ્થલમોલોજી, સ્કીન, ટી.બી. અને ચેસ્ટ, ગાયનેકોલોજી, મેડીસીન જેવા વિવિધ રોગના નિષ્ણાંત ડૉકટર અને તેમની ટીમ દ્વારા જેલના બંદીવાન ભાઇઓ-બહેનો તથા મહિલા બદીવાન સાથે રહેતા નાના બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. 
આ મેગા મેડીકલ કેમ્પમાં જેલના કુલ- ૬૩૩ કેદી/બંદિવાન ભાઇઓ-બહેનોએ સા૨વા૨નો લાભ લીધો તેમજ તજજ્ઞોના અભિપ્રાય મુજબની ગંભીર ઘરાવતા બીમારી કેદી આરોપીઓને વધુ સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા.  
 જેલના અધિક્ષક જે.એન દેસાઇ, નાયબ અધિક્ષક પી.જી.નરવાડે તેમજ લાજપોર જેલના મેડીકલ ઓફીસર જેનિશભાઇ ઓવનપરીયા તેમજ સ્ટાફના કર્મચારીઓ હાજર રહી મેગા મેડીકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો---Googleના CEO સુંદર પિચાઇને પદ્મ ભૂષણ એનાયત
Tags :
GujaratFirstLajporeJailMedicalCampSurat
Next Article