Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં પહેલી વખત થયું હાથનું દાન

સુરતમાં ફરી વખત થયું અંગદાનબ્રેઈન ડેડ યુવકના હાથનું દાન કરાયુંસિવિલમાં પહેલું હાથનું અંગદાનગુજરાતમાંથી કુલ 6 હાથનું અત્યાર સુધી ડોનેશન કરાયુંસુરતના દર્દીનો હાથ કોચીમાં દર્દી ને ડોનેટ કરાયોસુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન (Organ Donation)નું  ઐતિહાસિક કાર્ય થયું છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ યુવકના હાથનું દાન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હાથનું દાન પહેલી
04:06 AM Dec 03, 2022 IST | Vipul Pandya
  • સુરતમાં ફરી વખત થયું અંગદાન
  • બ્રેઈન ડેડ યુવકના હાથનું દાન કરાયું
  • સિવિલમાં પહેલું હાથનું અંગદાન
  • ગુજરાતમાંથી કુલ 6 હાથનું અત્યાર સુધી ડોનેશન કરાયું
  • સુરતના દર્દીનો હાથ કોચીમાં દર્દી ને ડોનેટ કરાયો
સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન (Organ Donation)નું  ઐતિહાસિક કાર્ય થયું છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ યુવકના હાથનું દાન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હાથનું દાન પહેલી વખત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 6 હાથનું દાન કરવામાં આવ્યું છે. 
સિવિલમાં હાથનું દાન
ગુજરાતની છઠ્ઠી અને સુરત સિવિલની પ્રથમ‌ ઘટના સામે આવી છે.અમદાવાદ સિવિલમાં ત્રણ અંગદાતાઓનું હાથનું દાન થયું હતું.  કિરણ હોસ્પિટલ દ્વારા બે અંગદાતાઓના હાથનું દાન થયુ હતુ અને હવે સુરત સિવિલ દ્વારા પ્રથમ વાર ડાબા હાથનું અંગદાન થયુ. અંગદાતા આનંદા ધનગઢ મુળ મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના સોનગિર ગામના મૂળ વતની છે અને જેઓ પડી જતાં તેમની સારવાર સુરત સિવિલમાં થઈ રહી હતી. આ સારવાર દરમિયાન ડોકટરો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. 
પરિવારે પણ તૈયારી બતાવી
બ્રેઈન ડેડ થતા ડોકટરો એ એમના પરિવારને અંગદાન વિશે માહિતી આપતા તેમના પુત્ર અને પરિવારે અંગદાન કરવાની તૈયારી બતાવી‌ હતી.તેઓ યશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં કામ કરતા હતા, જેથી આ કંપનીના માલીક અને કર્મચારીઓ દ્વારા આ અંગ દાનની પહેલને આગળ ધપાવતા સાથ સહકાર આપ્યો અને આ અંગ દાતાના ડાબા હાથનુ દાન કરી ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા 1200 કી.મી દુર સુરત થી કોચી અમ્રિતા હોસ્પિટલમાં અંગ પહોચાડવામાં આવ્યુ.આ અંગદાન ના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--સુરતની લાજપોર જેલમાં પહોંચ્યું આરોગ્ય તંત્ર
Tags :
GujaratFirstorgandonationSurat
Next Article