Gyan Prakash Swami : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કર્યા બાદ સ્વમીને થયું જ્ઞાન! જાણો શું કહ્યું?
- જલારામ બાપા પર બફાટ બાદ અંતે જ્ઞાનપ્રકાશ સ્વામીને લાદ્યું જ્ઞાન! (Gyan Prakash Swami)
- ગુજરાત ફર્સ્ટ પર માફી માગ્યા બાદ હવે વીડિયોથી માગી માફી
- સંત શિરોમણિ જલારામ બાપાને શત શત વંદન : જ્ઞાનપ્રકાશ સ્વામી
- દિલ દુભાણું હોય તો હું સાચા દિલથી માફી માગું છું : જ્ઞાનપ્રકાશ સ્વામી
જલારામ બાપા (Jalaram Bapa) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જ્ઞાન પ્રકાશ સ્વામીને પોતાની ભૂલનું જ્ઞાન થયું છે. સ્વામીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે વાતચીત દરમિયાન માફી માગ્યા બાદ હવે વીડિયો થકી પણ માફી માગી છે. આ વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ (Gyan Prakash Swami) કહ્યું કે, 'સંત શિરોમણિ જલારામ બાપાને શત શત વંદન.. એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહી સંભળાવ્યો હતો. પરંતુ, આનાથી કોઈનું દિલ કે લાગણી દુભાણી હોય તો હું સાચા દિલથી માફી માગું છું.'
આ પણ વાંચો - જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, જલારામ બાપા પરના નિવેદનથી ફેલાયો આક્રોશ
Swaminarayan સ્વામીનો પહેલા બફાટ પછી Gujarat First પર માંગી માફી । Gujarat First
- જલારામ બાપા પર બફાટ બાદ અંતે જ્ઞાનપ્રકાશને લાદ્યું જ્ઞાન!
- વિવાદ બાદ ગુજરાત ફર્સ્ટે કર્યો જ્ઞાનપ્રકાશ સ્વામીનો સંપર્ક
- આનાકાની અને દલીલો બાદ અંતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ માગી
માફી
- પહેલાં… pic.twitter.com/m2kbOEBwS1— Gujarat First (@GujaratFirst) March 3, 2025
દિલ દુભાણું હોય તો હું સાચા દિલથી માફી માગું છું : જ્ઞાનપ્રકાશ સ્વામી
સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્વામીએ જલારામ બાપા અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પોતાની ભૂલનું જ્ઞાન થતાં માફી માગી છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન માફી માગ્યા બાદ સ્વામીએ વીડિયો થકી પણ માફી માગી છે. તેમણે કહ્યું કે, 'સંત શિરોમણિ જલારામ બાપાને શત શત વંદન છે. એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહી સંભળાવ્યો હતો. પરંતુ, તેનાંથી કોઈનું દિલ દુભાણું હોય તો હું સાચા દિલથી માફી માગું છું.'
આ પણ વાંચો - Gondal Marketing Yard ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, 4500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું
-જલારામ બાપા પર બફાટ બાદ અંતે જ્ઞાનપ્રકાશને લાદ્યું જ્ઞાન!
-ગુજરાત ફર્સ્ટ પર માફી માગ્યા બાદ હવે વીડિયોથી માગી માફી
-સંત શિરોમણિ જલારામ બાપાને શત શત વંદનઃ જ્ઞાનપ્રકાશ સ્વામી
-દિલ દુભાણું હોય તો હું સાચા દિલથી માફી માગું છુંઃ જ્ઞાનપ્રકાશ સ્વામી
-"એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે… pic.twitter.com/ZCNnGVOPcE— Gujarat First (@GujaratFirst) March 3, 2025
સ્વામીએ જલારામ બાપા અંગે કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
જણાવી દઈએ કે, અમરોલી (Amroli) ખાતેની એક સત્સંગ દરમિયાન જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા (Jalaram Bapa) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યાં હતાં કે સ્વામી મારો એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેને પ્રસાદ મળે... જલાભગતે ગુણાતીત સ્વામીને દાળ બાટી જમાડ્યા... ગુણાતીત સ્વામીએ જલાભગતને આશીર્વાદ આપ્યા હતાં કે તમારો ભંડાર કાયમને માટે ભર્યો રહેશે’. આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુઃખ થતાં ભારે વિવાદ સર્જાયો હતો અને જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માગે તેવી ઊગ્ર માગ ઊઠી હતી. વિવાદ વકર્તા સ્વામીએ પોતાની ભૂલની હવે માફી માગી છે.
આ પણ વાંચો - હરિયાણામાં ગુજરાત ATS અને હરિયાણા STFનું સંયુક્ત ઓપરેશન, આતંકી અબ્દુલ રહેમાનની ધરપકડ