મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ અને માનુષ શાહ સેમીફાઈનલમાં પહોંચ્યા..
પીઠના દુખાવાને કારણે શરથ કમલ રીટાયર હર્ટ થયોગુજરાતના (Gujarat) સ્ટાર ખેલાડી હરમીત દેસાઈ (Harmit Desai) અને માનુષ શાહે (Manush Shah) શુક્રવારે અહીં 36મી નેશનલ ગેમ્સમાં મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. તેમજ માનવ ઠક્કર (Manav Thakker) ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુના ટોચના ક્રમાંકિત જી સાથિયાન સામે પૂરતી લડત આપીને હારી ગયો હતો.રમતના પહેલા અને બીજા દિવસે પીડીડીયુ ઇન્ડોર સ્ટેડિયમમાં દર્àª
05:32 PM Sep 23, 2022 IST
|
Vipul Pandya
- પીઠના દુખાવાને કારણે શરથ કમલ રીટાયર હર્ટ થયો
ગુજરાતના (Gujarat) સ્ટાર ખેલાડી હરમીત દેસાઈ (Harmit Desai) અને માનુષ શાહે (Manush Shah) શુક્રવારે અહીં 36મી નેશનલ ગેમ્સમાં મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. તેમજ માનવ ઠક્કર (Manav Thakker) ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુના ટોચના ક્રમાંકિત જી સાથિયાન સામે પૂરતી લડત આપીને હારી ગયો હતો.
રમતના પહેલા અને બીજા દિવસે પીડીડીયુ ઇન્ડોર સ્ટેડિયમમાં દર્શકોને રોમાંચિત કર્યાં હતા અને પુરુષોની ટીમ ગોલ્ડ જીતી હતી. સુરતના હરમીતે તેની ક્વાર્ટર ફાઇનલમાં શ્રેષ્ઠ આક્રમક પ્રદર્શન કરીને મહારાષ્ટ્રના દીપિત પાટીલને 4-0થી હરાવ્યો હતો. તે શનિવારે ફાઇનલમાં સાથિયાન સામે ટકરાશે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સુતીર્થે રીથ સામેના છેલ્લા આઠ રાઉન્ડના મુકાબલામાં 3-1થી જીત મેળવીને તેની હારનો બદલો પણ લીધો હતો. અન્ય ક્વાર્ટર ફાઇનલમાં ટોચના ખેલાડી મનિકા બત્રા અને બીજા ક્રમના શ્રીજા અકુલાએ પોતપોતાના પ્રતિસ્પર્ધીઓ સામે જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
મહત્વપૂર્ણ પરિણામો:
મેન્સ સિંગલ્સ (કવાર્ટર ફાઇનલ)
જી. સાથિયાને (તમિલનાડુ) માનવ ઠક્કર (ગુજરાત) ને 11-7, 11-8, 8-11, 14-12, 13-11 થી હાર આપી; હરમીત દેસાઈએ (ગુજરાત) દીપિત પાટીલને (મહારાષ્ટ્ર) 11-3, 11-6, 11-2, 11-9 થી હાર આપી; માનુષ શાહે (ગુજરાત) ફિડેલ રફીડુ સ્નેહિત સિરવજ્જુલા (તેલંગણા) ને 3-11, 11-13, 11-7, 11-9, 12-10, 11-9થી હાર આપી; સૌમ્યજીત ઘોષે શરથ કમલને (તમિલનાડુ) 11-7, 12-10, 11-8, 6-1 (રીટાયર હર્ટ )
મહિલા સિંગલ્સ (કવાર્ટર ફાઇનલ)
મણિકા બત્રા (દિલ્હી) એ કૃત્વિકા સિન્હા રોય (ગુજરાત) 11-8, 8-11, 7-11, 11-8, 11-8, 11-4 થી હાર આપી; સુતીર્થ મુખર્જી (WB)એ રેથરિષ્ય 11-9, 12-10, 11-8, 10-12, 11-9થી હાર આપી; દિયા ચિતાલે (મહારાષ્ટ્ર) સુહાના સૈની (હરિયાણા) 11-5, 4-11,11-7, 3-11, 11-5, 8-11, 11-9 થી હાર આપી; અકુલા શ્રીજાએ આહિકા મુખર્જી 11-4, 11-6, 11-5, 11-4 ને હાર આપી.
મેન્સ ડબલ્સ (કવાર્ટર ફાઇનલ):
હરમીત દેસાઈ/માનવ ઠક્કર (ગુજરાત) એ સુધાંશુ ગ્રોવર/પાયસ જૈન (દિલ્હી) 11-8, 11-8, 11-5 ને હાર આપી; અર્જુન ઘોષ/અનિર્બાન ઘોષ (પશ્ચિમ બંગાળ) એ સૌમ્યજીત ઘોષ/જુબિન કુમાર (હરિયાણા) 11-7, 11-7, 11-1 ને હાર આપી; માનુષ શાહ/ઈશાન હિંગોરાણી (ગુજરાત) એ સાર્થક ગાંધી/વેસ્લી દો રોસેરિયો (હરિયાણા) 12-10, 11-9, 11-8 હરાવ્યા; જીત ચંદ્ર/રોનિત ભાંજા (પશ્ચિમ બંગાળ) એ સાનિલ શેટ્ટી/રવીન્દ્ર કોટિયન 11-7, 11-5, 11-4 થી હરાવ્યા
મહિલા ડબલ્સ (કવાર્ટર ફાઇનલ):
દિયા ચિતાલે/સ્વસ્તિકા ઘોષએ (મહારાષ્ટ્ર) કૃતિત્વિકા સિન્હા રોય/ફ્રેનાઝ ચિપિયા (ગુજરાત) 11-5, 5-11, 10-12, 7-11 ને હરાવ્યા ; આહિકા મુખર્જી/સુતીર્થ મુખર્જી (WB) એ એન. દીપિકા/વી, કૌશિકા (તમિલનાડુ) 11-4, 12-10, 11-7 ને હરાવ્યા ; શ્રુતિ અમૃતે/રેત્રીષ્ય ટેનિસન (મહારાષ્ટ્ર) એ એસ. યાશિની/સીઆર હર્ષવર્ધિની (તમિલનાડુ) 11-3, 11-7, 8-11, 11-6 થી હરાવ્યા ; યશસ્વિની ઘોરપડે/ખુશી વી. એ ટેકમે સરકાર/પ્રાપ્તિ સેન (WB) 13-11, 14-12, 11-5 ને હરાવ્યા.
Next Article